________________
૩૭૬
શ્રમણસંસ્કૃતિના ધ્વજધારી : ગુરુઆજ્ઞાના અખંડ ઉપાસક, દાર્શનિક પ્રતિભાના સ્વામિ, અનંત લબ્ધિનિધાન
શ્રી ગૌતમસ્વામીજી
મગધ દેશના ગોબર ગામમાં ગૌતમ ગોત્રીય વસુભૂતિ બ્રાહ્મણની પત્ની પૃથ્વીદેવીએ (૨૬૦૦ વર્ષ પૂર્વે) પુત્રને જન્મ આપ્યો. નામ ઇન્દ્રભૂતિ પડ્યું. ૧૪ વિદ્યાના પારગામી આ બ્રાહ્મણ પંડિતનું નામ પચાસ વર્ષમાં તો પ્રસિદ્ધિના શિખરને સ્પર્શવા માંડ્યું.
અપાપાપુરીમાં સોમિલ નામના બ્રાહ્મણે મોટો યજ્ઞ આરંભ્યો ત્યારે મુખ્ય વિધિનિધાન કરવા ઇન્દ્રભૂતિ ગૌતમને આમંત્રણ મળ્યું. ઇન્દ્રભૂતિના લઘુ બંધુઓ અગ્નિભૂત અને વાયુભૂતિ પણ હોનહાર પંડિતો હતા. ત્રણેય પોત-પોતાના ૫૦૦-૫૦૦ શિષ્યો સાથે અપાપાપુરીમાં પહોંચ્યા હતા.
આ દિવસોમાં શ્રમણ ભગવાન મહાવીરને ૠજુવાલુકાના કાંઠે કેવલજ્ઞાન પ્રાપ્ત થયું. ત્યાં થોડો સમય દેશના આપી ભગવાન અપાપાનગરીમાં પધાર્યા. સમવસરણની રચના થઈ. અનેક દેવ–દેવીઓનું ગગનમાર્ગે આગમન થયું.
આ દેવ-દેવીઓ પોતાના યજ્ઞમહોત્સવમાં નથી આવતાં પણ સમવસરણ જાય છે તે જાણી ઇન્દ્રભૂતિને આંચકો લાગ્યો. પોતાની રાર્વજ્ઞ તરીકે ફેલાવેલી છાપને કોઈ ઇંદ્રજાળીઓ ભૂંસી નાખે છે એમ લાગતાં તેઓ વાદ કરવા સમવસરણમાં પહોંચ્યા. પ્રભુ મહાવીરે જ્યારે કહ્યું : “ઇન્દ્રભૂતિ! તને એવો સંશય છે કે આત્મા છે કે નહીં? અને આ સંશય ‘વિજ્ઞાનઘન'થી શરૂ થતાં વેદ પદના અર્થઘટનમાં તારી ભૂલના કારણે થયો છે.” પ્રભુએ જ્યારે એ પદનું સાચું અર્થઘટન કર્યું અને સંશય ટાળ્યો ત્યારે ઇન્દ્રભૂતિના ઘમંડના ચૂરા થયા. એ પ્રભુનો વિનીત શિષ્ય બની ગયો. પ્રભુએ એને પ્રથમ ગણધર અને પ્રથમ શિષ્ય તરીકે સ્વીકાર્યો. પ્રભુએ ત્રિપદી આપી અને ગણધર ભગવંતે ‘દ્વાદશાંગી'ની રચના કરી.
શ્રમણ જીવનના પ્રારંભથી જ ગૌતમસ્વામીજીએ સંપૂર્ણ સમર્પણને પોતાનો જીવનમંત્ર બનાવી દીધો. પરમાત્માનો પડછાયો બની એમનો પડ્યો બોલ ઝીલતા રહ્યા. આ કારણે પ્રભુકૃપા અને ગુરુકૃપાનું એમનામાં એવું અદ્ભુત અવતરણ થયું કે તેઓ અનંતલબ્ધિનિધાન બન્યા. તેમના શિષ્ય બનતા તે બધા કેવલજ્ઞાનને વરતા. આ છદ્મસ્થ ગુરુના ૫૦ હજાર શિષ્યો કેવલજ્ઞાનને પામ્યા, એ ઘટના જ કેટલી લોમહર્ષક છે!
Jain Education International
વિશ્વ અજાયબી :
ગૌતમસ્વામી મૂંઝાયા શિષ્યોને કેવલજ્ઞાન અને મને નહીં! પ્રભુએ કહ્યું : અષ્ટાપદની યાત્રા સ્વલબ્ધિથી કરે તે કેવલજ્ઞાન અવશ્ય પામે. ગૌતમસ્વામી અષ્ટાપદ ઉપર સૂર્યનાં કિરણો પકડી પહોંચી ગયા. વર્ષોથી સાધના કરતાં તાપસોએ મનોમન ગૌતમસ્વામીના શિષ્ય બનવાનો નિર્ણય કર્યો. અષ્ટાપદની યાત્રા કરી તિર્થભક દેવને ઉપદેશ આપી ગૌતમસ્વામીએ પંદરસો ત્રણ તાપસોને દીક્ષા આપી અને અક્ષીણમહાનસી લબ્ધિ દ્વારા થોડી ખીરથી બધાને પારણું કરાવ્યું.
શ્રાવસ્તિમાં પાર્શ્વનાથ ભ.ની પરંપરાના કેશી ગણિ આવ્યાના સમાચાર મળતાં ગૌતમસ્વામી તેમની પાસે ગયા હતા. પાર્શ્વનાથ ભ. અને મહાવીર ભ.ના સાધુની સમાચારી ભેદનાં કારણોની ચર્ચા કરેલી અને એ પછી કેશી ણિ ભ. મહાવીરની પરંપરામાં જોડાયા હતા. પરમાત્મા મહાવીર ભ.ના નિર્વાણ પછી તુરંત કા. સુ. ૧ના ૮૦ વર્ષની વયે કેવલજ્ઞાન પ્રાપ્ત કરી અનેક જીવોને ધર્મ પમાડી ૯૨ વર્ષની વયે મોક્ષે ગયા.
૧૪ પૂર્વઘર શ્રી ભદ્રબાહુસ્વામીજી
પ્રાચીનગોત્રના ભદ્રબાહુ અને વરાહમિહિર બ્રાહ્મણ બંધુઓ પ્રતિષ્ઠાનપુરમાં રહેતા હતા. આ. યશોભદ્રસૂરિના ઉપદેશથી વૈરાગી બની દીક્ષા લીધી.
ભદ્રબાહુજીમાં યોગ્યતા જોવાથી એમને આચાર્યપદ આપવામાં આવ્યું. વરાહમિહિરને આ પદ માટે અયોગ્ય છે એમ આ. યશોભદ્રસૂરિએ જણાવ્યું.
આથી નારાજ થયેલા વરાહમિહિરે દીક્ષા છોડી રાજપુરોહિત પદ પ્રાપ્ત કર્યું. એ કહે : ‘સૂર્યદેવતાએ પ્રસન્ન થઈ મને ગ્રહ-નક્ષત્રાદિની ગતિ વગેરે બતાવ્યાં છે માટે મારું જ્યોતિષજ્ઞાન સંપૂર્ણ છે.' એક દિવસ એણે એક કુંડાળુ દોરી જાહેર કર્યું : આમાં બાવન પલ વજનનું મત્સ્ય પડશે.’ આ ભદ્રબાહુવામીએ કહ્યું ઃ- “વચ્ચે નહીં કિનારે પડશે અને વચ્ચે સુકાવાના કારણે વજન અડધો પલ ઓછું થશે.” અને એમ જ બન્યું. આ. ભદ્રબાહુસ્વામીનું જ્ઞાન ચડિયાતું હોવાનો લોકમત બંધાયો.
રાજાને ત્યાં પુત્રજન્મ પ્રસંગે વરાહમિહિરે ૧૦૦ વર્ષનું આયુષ્ય જણાવ્યું. ભદ્રબાહુસ્વામીએ ૭મા દિવસે બિલાડીથી મૃત્યુ થવાનું જણાવ્યું અને એ પ્રમાણે રાજકુમારનું મૃત્યુ થતાં વરાહમિહિરને ભારે આઘાત લાગ્યો. જૈનાચાર્ય અને સંઘ પ્રત્યેના ભારે તિરસ્કારભાવ સાથે મરીને એ વ્યંતર થયો. આ વ્યંતરે જૈન
For Private & Personal Use Only
www.jainelibrary.org