________________
જૈન શ્રમણ
તરફ શુદ્ધ સાધુધર્મના પાલનમાં કડક આચરણ ધરાવનાર ‘સંવેગી’ શ્રમણનો વર્ગ ઊભો થયો. જે શ્રમણો શિથિલાચારને દૂર કરવા અગ્રણી બન્યા તે આદરના આપોઆપ અધિકારી બની લોકહૃદયમાં સ્થાન પામી ક્રિયોદ્ધારક' તરીકે પંકાયા. જેમકે---(* નિશાની કરેલ ‘ક્રિયોદ્ધારક' અંગે આ લેખમાં અન્યત્ર વિગત આપી છે)
શ્રી જિનવલ્લભસૂરિ (ખરતરગચ્છ)
* શ્રી જગચંદ્રસૂરિ (બૃહત્તપાગચ્છ) શ્રી જયશેખરસૂરિ (નાગોરી તપાગચ્છ) શ્રી આર્યરક્ષિતસૂરિ (વિધિપક્ષ)
સોળમી સદીના ક્રિયોદ્ધારકો
શ્રી પાર્શ્વચંદ્રસૂરિ (સં. ૧૫૬૪) * શ્રી આનંદવિમલસૂરિ (સં. ૧૫૮૨) શ્રી ધર્મમૂર્તિસૂરિ (સં. ૧૬૦૨)
શ્રી જિનચંદ્રસૂરિ (સં. ૧૬૧૪) અઢારમી સદીના ક્રિયોદ્ધારકો
શ્રી સત્યવિજયગણિ
શ્રી જ્ઞાનવિમલસૂરિ
વિક્રમની વીસમી સદીમાં ક્રિયોદ્ધારકો
શ્રી કુશલચંદ્રગણિ (પાર્શ્વચંદ્રગચ્છ)
મહારાજ
શ્રી ભ્રાતૃચંદ્રસૂરિ, શ્રી મોહનલાલજી (ખરતરગચ્છ), શ્રી ગૌતમસાગરજી (અચલગચ્છ), શ્રી બુટેરાયજી (તપાગચ્છ), શ્રી મૂલચંદજી, શ્રી વિજયકમલસૂરિ. ૐ વીસમી સદીના) જૈનશાસનના રાજા : પૂ. ગણિવર્ય શ્રી મુક્તિવિજયજી (મૂલચંદજી) મહારાજ
સ્પષ્ટ વક્તા, નીડર પ્રચારક, સાહસવીર, જૈનશાસનના ગગનમાં એક તેજસ્વી તારલા સમાન હતા. જન્મ પંજાબમાં શિયાલકોટમાં વિ.સં. ૧૮૮૬માં. પિતાનું નામ સુખા શાહ, માતા બકોરાબાઈ (મહતાબ દેવી). સોળ વર્ષની ઉંમરે સં. ૧૯૦૨માં પૂ. બુટેરાયજી મહારાજના વરદ હસ્તે દીક્ષા. ગુરુ શિષ્ય બંને ક્રાંતિકારી હતા. જ્યારે સંવેગી સાધુઓની સંખ્યા ઓછી થઈ ગઈ હતી ત્યારે તેમણે ક્રાંતિકારી પગલું ભર્યું જેથી સો વર્ષમાં સંવેગી શ્રમણોની સંખ્યા ૧૦૦% વધી. સ્વર્ગવાસ સં. ૧૯૪૫માં ભાવનગર.
Jain Education International
પું ‘પંજાબ દેશોદ્ધોરક', ‘ન્યાયાંભોનિધિ', ‘કુવાદિતિમિરતરણ' : પ.પૂ. શ્રી વિજયાનંદ સૂરીશ્વરજી મહારાજ (શ્રી આત્મારામજી મહારાજ)
૩૫૧
પ્રકાંડ પંડિત પૂ. આત્મારામજી મહારાજ પંજાબ અને ગુજરાતની ધરતી પર ભવ્ય અને વિશાળ શાસનપ્રભાવના પ્રસરાવનાર મહાન સાધુ હતા. છેલ્લા બે સૈકામાં થયેલા પ્રભાવક આચાર્યોમાં પણ તેમનું સ્થાન મુખ્ય છે.
જન્મે કપૂર-બ્રહ્મક્ષત્રિય. જન્મ વિ.સં. ૧૮૯૨માં પંજાબમાં જીરાનગર પાસે લહેરા ગામમાં. જન્મ નામ દિત્તારામ, પિતા ગણેશચંદ્ર, માતા રૂપાદેવી. શીખ ધર્મગુરુ બનવાને બદલે વિ.સં. ૧૯૧૦માં ૧૮ વર્ષની વયે માલેરકોટલામાં જીવણલાલજી મહારાજના હસ્તે દીક્ષા લઈ ‘આત્મારામજી’ નામ રાખ્યું. અત્યંત પ્રભાવશાળી એવા પૂ.શ્રીના અધ્યયન-અધ્યાત્મ, ગ્રહણશક્તિ-સમજણશક્તિ અજોડ હતા. દેશવિદેશમાં મહાનધર્મવેત્તા તરીકે પ્રસિદ્ધ હતા. સને ૧૮૯૩ની શિકાગોમાં ભરાયેલી સર્વધર્મપરિષદમાં જૈનધર્મના પ્રતિનિધિ તરીકે ભાગ લેવા આમંત્રણ મળેલું પણ ત્યાં જવામાં–સમુદ્ર પાર કરવાના નિષેધની–મુશ્કેલીને કારણે તેમણે મહુવાના યુવાન બેરિસ્ટર શ્રી વીરચંદ રાઘવજીને તૈયાર કરીને મોકલેલ. આર્યસમાજી મ. દયાનંદ સરસ્વતીજી અને પૂ. આત્મારામજી વચ્ચે શાસ્ત્રાર્થ કરવા મિલન ના થઈ શક્યું! ‘આત્માનંદ’ નામથી અનેક શાળાઓ, કોલેજો, પાઠશાળાઓ, પુસ્તકાલયો, દવાખાનાઓ, ધર્મશાળાઓની સ્થાપના થયેલી. તેઓ અનેક ભાષા પર પ્રભુત્વ ધરાવતા હતા. જૈનધર્મ વિશે તેમણે ઘણું લખ્યું. તેમાં ‘જૈન તત્ત્વાદર્શ’ દળદારગ્રંથ મુખ્ય છે. (જૈન) પૂજાસાહિત્ય હિંદીમાં આપનાર તેઓ પ્રથમ હતા. પંજાબમાં ધાર્મિક વિખવાદો સમાવનાર ગુજરાનવાલા (હાલ પાકિ.) ખાતે સં. ૧૯૫૩માં સ્વર્ગવાસ પામ્યા.
િસદ્ધર્મસંરક્ષક : પૂ. આચાર્ય શ્રી વિજયકમલસૂરીશ્વરજી મહારાજ
પૂ. આત્મારામજી મહારાજના પ્રભાવક પટ્ટધર અને શ્રી સુધર્મા સ્વામીજીની ૭૪મી પાટને પોતાના પ્રચંડ ચારિત્રપ્રભાવથી અને નીડરતાથી શોભાવનારા, અહિંસાના હિમાયતી, રાજવીઓને પણ અહિંસાનો સચોટ-સજ્જડ ઉપદેશ આપનારા પૂ. આચાર્યદેવશ્રીનો જન્મ સં. ૧૯૦૮ સરસા (પંજાબ)માં, યતિદીક્ષા સં. ૧૯૨૦ (પંજાબ), સંવેગી દીક્ષા સં. ૧૯૩૨માં અમદાવાદ, આચાર્યપદ-સં. ૧૯૫૭માં પાટણમાં
For Private & Personal Use Only
www.jainelibrary.org