________________
જૈન શ્રમણ
૩૧
સાધુસંતો ઉતારો કરતા. વળી, સાધુસંતો સેંકડોની સંખ્યામાં વિચરતા. તેથી આવાં ઉદ્યાનોમાં રહેવાથી સંયમધર્મ પણ બરાબર પળાતો. ગામમાંથી જિજ્ઞાસુઓ ઉદ્યાન સુધી આવીને ધર્મબોધ મેળવતા.
(શ્રમણ સંસ્થા કે ત્રણ વર્ગો ) જૈનશાસન મનોહર ઉદ્યાન છે. આ ઉદ્યાનમાં અનેક શ્રમણપુષ્પો ખીલ્યાં, પાંગર્યા અને જગતને વીતરાગનો માર્ગ બતાવ્યો. જિનશાસનના ઉદ્યાનમાં ખીલેલાં અનેક પુણ્યશાળી શ્રમણપુષ્પોએ આ બાગને નવપલ્લિત કર્યો. પોતાના અંતરના તેજ અને બળથી અંધારાં ઉલેચીને દિવ્યજ્યોતિ પ્રગટાવી.
આ શ્રમણ સંસ્થામાં શાશ્વત અને ચૌદ પૂર્વના સાર એવા શ્રી નમસ્કાર મહામંત્રના તૃતીયપદે મહત્ત્વનું સ્થાન પામેલા તથા ત્રણ તત્ત્વમાંના ગુરુતત્ત્વના અગ્રસ્થાને બિરાજનારા એવા આચાર્યપદની જૈનશાસનમાં અનેરી મહત્તા છે. આગમશાસ્ત્રોમાં આચાર્યને તીર્થકર તુલ્ય ગણાવાયા છે. તીર્થકરોએ પ્રરૂપેલા માર્ગને લાંબા કાળ સુધી સુવિશુદ્ધ પ્રરૂપણા વડે અનેક ભવ્યાત્માઓને યથાવસ્થિતપણે પિછાણ કરાવનારા આચાર્યદેવો છે. આજના સંક્રાંતિ અને વિષમકાળમાં પણ શાસનની ધુરાને વહન કરનારા આચાર્યદેવો આપણા સૌના પરમ ઉપકારી રહ્યા છે. જૈનશાસનમાં આચાર્યને રાજા ગણવામાં આવે છે. જે પદર્શનના જ્ઞાતા અને શાસનના ધોરી પ્રભાવક હોય, જેમની પ્રતિભા અત્યંત ઉજ્જવળ હોય તેવી યોગ્યતા મુજબના સાધુઓને દીર્ધદ્રષ્ટા સંઘોની વિનંતીથી આચાર્ય પોતાની પાટે યોગ્ય મુનિને આચાર્યપદે સ્થાપીને તેઓમાં રહેલી શક્તિને સત્કારે છે. યોગ્યતાને સૂચવનારા શ્રમણ સંઘના ત્રણ ભેદ છે : આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ.
આચાર્યો મુખ્યત્વે ધર્મદેશનાનું અને પરોપકારનું કર્તવ્ય અદા કરે. ઉપાધ્યાયો સાધુઓ સમક્ષ અધ્યયનનું કાર્ય સંભાળે; શિષ્યોને વિદ્યાદાન આપનારા, અયોગ્યને યોગ્ય કરનારા સાયણા, વાયણા, ચોયણા અને પડીચોયણાના ક્રમથી શિષ્યોનો વિકાસ કરે; ગચ્છના તમામ સાધુઓને ભણાવવાની જવાબદારી ઉપાધ્યાય ભગવંતોની હોય છે.
જ્યારે ત્રીજો વર્ગ સાધુઓનો છે. સાધના કરે તે સાધુ. કહે છે કે, સાધુ બનવું હજી સહેલું છે, પણ સાધુ બની સાચા સાધુપણામાં જીવવું એ ઘણું અઘરું છે. મોક્ષમાર્ગે આગળ વધવા સાધકોને પણ સહાયક આ સાધુઓ બને. છે. આવી વ્યવસ્થા હોવાથી ધર્મ–ઉત્થાનનું કાર્ય સહેજે વેગીલું બને છે.
(સાધુ-વૈયાવચ્ચ સુપાત્રદાનનાં સુફળ ) આ શ્રમણ ભગવંતોની સેવાભક્તિનો મહિમા અનેકગણો ગવાયો છે. ચક્રવર્તી મહારાજા ભરત અને મહાબલી બાહુબલીજી પૂર્વજન્મમાં બાહુ-સુબાહુ હતા. સંયમ લઈને ૫૦૦-૫૦૦ સાધુઓની વૈયાવચ્ચ-ભક્તિ કરીને અપૂર્વ ફળ પામ્યા. પ્રથમ તીર્થકર શ્રી ઋષભદેવ પ્રભુના આત્માએ ધનસાર્થવાહના ભવમાં પૂ. આ. શ્રી ધર્મઘોષસૂરીશ્વરજી મહારાજના સાધુઓની અપૂર્વ ભક્તિ કરીને સમ્યક્દર્શન પ્રાપ્ત કર્યું. અંતિમ તીર્થકર શ્રી મહાવીર પ્રભુના આત્માએ નયસારના ભવમાં સાધુવર્યોની ભક્તિ કરી અને માર્ગ દેખાડ્યો તો એમને સમ્યકદર્શનરૂપ માર્ગ પ્રાપ્ત થયો. કૃષ્ણ મહારાજાએ પૂ. ગુરુવર્યોને ઉત્કૃષ્ટ ભાવથી વંદના કરીને અંતિમ ચાર નારકીનું આયુષ્ય તોડ્યું. યાવતક્ષાયિક સમ્યક્ત અને તીર્થકર નામકર્મ ઉપામ્યું. શાલીભદ્રજીએ સંગમ ગોવાળના ભવમાં સાધુ ભગવંતને હૈયાના ઉમળકાથી ખીરનું દાન કર્યું ને ૯૯-૯૯ પેટીઓ રૂપ ઋદ્ધિ-સમૃદ્ધિ પ્રાપ્ત કરીને સમાધિરૂપ સંયમ પણ પામ્યા. નંદિષેણ મુનિવરે જ્ઞાન, વૃદ્ધ, બાલ ગુરુવરોની કસોટીમય વૈયાવચ્ચ દ્વારા કેવળજ્ઞાનની પ્રાપ્તિ કરી. રેવતી શ્રાવિકાએ પરમાત્મા મહાવીરની ભક્તિ દ્વારા ઉચ્ચ દેવલોકની પ્રાપ્તિ કરી છે. પ્રભુની ભક્તિ કરવામાં નિમિત્ત બનેલ રેવતી શ્રાવિકા અમર બની ગઈ.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org