________________
૩૦
વિશ્વ અજાયબી :
સહાયક છે. શાસનનું વૈધ્યાવૃત્ય, શાંતિપ્રદાન, સમ્યફદ્રષ્ટિ આત્માને ત્વરિત સૂક્ષ્મરૂપે સહાય આપતા દેવીઓ દેવો વંદનીય, પૂજ્ય ઉપાસ્ય માનવામાં આવ્યા છે.
સંસાર દાવાનળ અને કલ્યાણ મંદિર જેવી સ્તુતિઓ દ્વારા જાણવા મળે છે કે સૌથી પ્રથમ આરાધ્ય વીતરાગ છે પછી આગમો, પછી સમ્યદ્રષ્ટિ દેવતાઓ આરાધ્ય છે.
જૈનધર્મ-જૈનશાસન લગભગ ત્રીજા આરાના અંતભાગથી પોતાની શુદ્ધ પ્રરૂપણા મુજબ ચાલ્યું આવે છે. તીર્થકર ભગવંતોએ આ શાસનનાં વિકાસ–અખંડિતતા માટે દરેક ક્ષણે સુવિશુદ્ધ દેશનાઓ આપી શ્રદ્ધાળુ શ્રાવકોને પ્રગતિના પંથે વાળ્યા છે. બીજા શબ્દોમાં કહીએ તો ચોવીસ તીર્થંકર પરમાત્માઓએ કેવળજ્ઞાન પ્રાપ્ત થયા પછી સર્વપ્રથમ કર્તવ્યરૂપે પુનઃ ચતુર્વિધ શ્રીસંઘની સ્થાપના કરી છે. ચાલતા આવેલા શાસનને વેગ આપ્યો છે. જેનધર્મ અનેકાન્તવાદી હોવાથી ધર્મપ્રભાવના અથવા આત્મકલ્યાણ વિવિધ ક્ષેત્રે અને વિવિધ રીતે થઈ શકે એમ કહી શકાય. કર્મ જેમ મૂળ પ્રકૃતિરૂપે આઠ છે તેમ તેના ક્ષય માટેની ધર્મપ્રવૃત્તિઓ પણ અનેક છે. એ પ્રવૃત્તિ કરવાની પાછળ આત્મકલ્યાણ, મોક્ષપ્રાપ્તિ અને શાસનપ્રભાવના છુપાઈ છે. જ્યાં જ્યાં આત્માર્થી જીવો આત્મોન્નતિનાં કાર્ય કરવા તૈયાર થાય છે ત્યારે ત્યારે પૂર્વસંચિત કર્મ અનુસાર તે ધર્મારાધના પસંદ કરે છે અથવા એજ ક્ષેત્રમાં પોતાની શક્તિ-બુદ્ધિ વાપરે છે. દર્શનમોહનીય કર્મના ક્ષય માટે જેમ દર્શનશુદ્ધિની પ્રવૃત્તિ આવશ્યક છે, તેમ જ્ઞાનાવરણીય કર્મના ક્ષય માટે જ્ઞાનની આરાધન જરૂરી છે. ટૂંકમાં જે રીતે જીવે કર્મ બાંધ્યાં છે તે રીતે જ તેના ક્ષય માટે પુરુષાર્થ કરવો પડે છે, અને થાય પણ છે.
એક વાત નિશ્ચિત છે કે, મોક્ષપ્રાપ્તિની યોગ્યતા શ્રી ચતુર્વિધ સંઘના ચારેય અંગોમાં પ્રગટ થતી હોય છે. જૈનધર્મની મોટાભાગની ક્રિયાઓમાં એકલા ઇન્દ્રો જ નથી દેવીઓને પણ સ્થાન અપાયું છે. એજ ઘટના નારીજાતિ પરત્વેની સમ્માનની ભાવના પ્રગટ કરે છે. અનેક જગ્યાએ સ્ત્રીઓની ઉપેક્ષા થઈ છે, જ્યારે અત્રે શ્રાવિકાઓને પણ વિશિષ્ટ સ્થાન અપાયું છે. આ શ્રાવક-શ્રાવિકાઓ જ તીર્થકરોના પૂજનીય માતા-પિતા હતા.
(પ્રભાવક શ્રમણોની સંયમયાત્રા જિનશાસન એટલે પ્રકર્ષ પુણ્યવંતા પરમાત્માનું શાસન તેમાં પુણ્યવંતા પુરુષો પાકતા જ રહ્યા છે ને પાકશે. મૂળ કારણમાં આ અદ્ભુત શાસનની પ્રાપ્તિ જ ઉગ્ર પુણ્યના ઉદયે થાય છે. વર્તમાન સમયના ચોવીશે તીર્થકરોની જે કૈવલ્ય પરિપાટી પૃથ્વીના પટલ પર અવતરી, તેનાં કલ્યાણકો જે સંસારભંગનાં રંગ, રૂ૫, જાતિ, દેશ, કાળને કર્મના સંકુલથી ઉપર ઊઠવા માટે એટલાં સામર્થ્યવાન ગણાય છે કે તેનાથી કલ્યાણયાત્રાનું બીજું કોઈ જ અવલંબન નથી.
બ્રાહ્મી અને સુંદરીની કથા દ્વારા એ સમયની સામાજિક રચનાનો ખ્યાલ આપી સાથોસાથ ઋષભદેવની પુત્રી અને બાહુબલિજીની બહેનને શોભે તેવું વલણ જૈનસમાજ સમક્ષ મુકાયું છે એ નોંધપાત્ર ઘટના છે.
(શ્રમણો પ્રાચીન સમયમાં ક્યાં-કેવી રીતે વાત કરતા?) પ્રાચીન સમયમાં શ્રમણો નિર્દોષ ભૂમિની ગવેષણા અર્થે વસ્તી વગરનાં ઉદ્યાનોમાં કે નગર કે ગામથી બહુધા દૂર જ રહેતા. નગરનું વાતાવરણ સમાધિ કે ધ્યાન માટે અનુકૂળ નહીં રહેતું હોય. કર્મની નિર્જરા વિપુલ પ્રમાણમાં થાય અને નવા કર્મનો બંધ ઓછો થાય તે રીતે જ નગરની બહાર વાસ કરતા. પરિણામે, જનસંપર્ક ઓછો થવાથી સ્વાધ્યાય પ્રવૃત્તિ વિપુલ પ્રમાણમાં થઈ શકતી. એ સમયે ગામ બહાર ઉદ્યાનો આદિની વ્યવસ્થા રહેતી. એમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org