________________
૩૩૨
ચોસઠ પહોરી પૌષધ ભાઈબહેન મળીને સાડાચારસો કરાવ્યાં હતાં. ૨૦૬૧નું ચોમાસુ રાજકોટ શ્રમજીવી સોસાયટીમાં સંપન્ન થયું. ૨૦૩૫માં વાવમાં તેમની નિશ્રામાં ભોજન પ્રતિક્રમણ કરતા ભાભરમાં ૨૦૩૬માં બસ્સોથી અઢીસો જણ પુરુષો પ્રતિક્રમણ કરતા હતા.
જ
સં. ૨૦૫૨માં ઔરંગાબાદથી સમેતશિખરનો છ'રીપાલિત સંઘ ૧૮૦૦ કિ.મી. જેટલું અંતર ચાલીને (સૌથી ઝડપી) દિવસ ૫૮માં સમેતશિખર પહોંચ્યો હતો. ઔરંગાબાદમાં ૨૦૫૧ના ચાતુર્માસમાં ત્યાં ઝૌહરીવાળાનું દેરાસરનો જીર્ણોદ્ધાર રૂા. ૫૦ લાખના ખર્ચે ફક્ત અઢી માસમાં જ પૂરું કરેલ હતું. જેમાં ૩ દેરાસરનું ૧ (એક) દેરાસર બનાવામાં આવ્યું હતું. જેમાં ૫-ઘુમ્મટ, ૩ શિખરવાળું દેરાસર બનાવ્યું. જે ઔરંગાબાદની એક ઐતિહાસિક ઘટના બનેલી. ત્યાં પૂ.આ.ભ. પ્રભાકરસૂરિ મ.સા.ની નિશ્રામાં ઉપધાનતપની આરાધના કરાવાયેલી જેમાં એક સ્થાનકવાસી વ્યક્તિ (પરિવારે) દરેક ઉપધાન કરનારને પ્રભાવનામાં સોનાની ચેઈન આપી હતી. જે પણ એક અદ્ભુત પ્રસંગ હતો. પૂજ્યશ્રીના હસ્તે મુનિશ્રી ધર્મજ્ઞવિજયને ઘણી પદવીઓ આપી હતી અને ઉજમણા પણ થયા હતા અને મુનિશ્રી ગણિ બન્યા અને નામ બદલીને ધર્મદાસ ગણિ બન્યા. જે હાલમાં પંન્યાસજી મ.સા. તરીકે આચાર્ય ભગવંત સાથે જ વિચરી રહ્યા છે. પૂજ્યશ્રીએ માલેગાંવમાં ૬૮ તીર્થધામ બનાવેલ છે. અનેક દેરાસરના જીર્ણોદ્ધાર કરાવ્યા છે. તેમજ વિહારધામ, ઉપાશ્રય વગેરે બનાવ્યા છે.
સૌજન્ય : ગુરુભક્તોના તરફથી મહાન ત્યાગી, વૈરાગી, નિસ્પૃહી અને શાંતમૂર્તિ પૂ. આ.શ્રી વિજયધનેશ્વરસૂરિજી મ.
પૂ. આ.શ્રી વિજયધનેશ્વરસૂરીશ્વરજી મહારાજનો જન્મ સં. ૧૯૭૫ના ફાગણ વદ ૭ના દિવસે મહારાષ્ટ્રના અહમદનગરમાં થયો હતો. પિતા મોતીલાલ અને માતા રતનબહેનના લાડીલા પુત્રનું નામ ધનરાજી હતું, પણ બાબુભાઈના લાડભર્યા નામે વધુ જાણીતા હતા. અઢળક સંપત્તિનો વારસો મૂકીને માતાપિતા સ્વર્ગે સિધાવ્યાં. માતાપિતાના સુખથી વંચિત બનેલા બાબુભાઈની સંભાળ ભાભીએ મા જેવી મમતાથી લીધી. સુખસાહ્યબી વચ્ચે તેમને ધર્મસંસ્કારો પણ ઉત્તરોત્તર મળતા રહ્યા. ધાર્મિક અને વ્યાવહારિક અભ્યાસ તથા
Jain Education Intemational
વિશ્વ અજાયબી :
દુનિયાદારીનો અનુભવ લેતાંલેતાં બાબુભાઈ યૌવનને ઊંબરે આવીને ઊભા રહ્યા. વડીલ ભાભીએ કેટકેટલા કોડ સેવી બાબુભાઈનો લગ્નપ્રસંગ મનાવ્યો. પુણ્ય વરસે ત્યારે ચારે બાજુથી વરસે તેમ ધર્મપત્ની ચાંદીબહેન પણ સુસંસ્કારી અને ધર્મપરાયણ મળ્યાં. બાલ્યવયમાં પડેલા સંસ્કારો જાગતા હતા. શ્રીસંઘ અને સમાજનાં કાર્યોમાં રસ લેવા લાગ્યા. આગળ જતાં અહમદનગરનાં બે દહેરાસરના પ્રમુખ–ટ્રસ્ટીની જવાબદારી સંભાળી સંઘ–શાસનને પણ વફાદાર બન્યા. પૂ. સાધુ-સાધ્વી મહારાજોનાં બહુમાન સહિત વૈયાવચ્ચ-ભક્તિ કરવા લાગ્યા. બાબુભાઈ ધર્મકાર્યોમાં અગ્રેસર તો હતા જ, એમાં હવે પૂજ્ય આચાર્યશ્રીના સમાગમનો અને ઉપધાનતપનો પુણ્યયોગ સાંપડ્યો. તેથી સજોડે ઉપધાનતપમાં જોડાયા અને તેમાં તેઓને રસ લાગ્યો. તેઓના જીવનમાં એક નવું જ પરિવર્તન આવ્યું. ઉપધાનના છેલ્લા દિવસે તેઓનાં નયનો સજળ બની ગયાં.
સં. ૨૦૧૦માં પૂજ્ય યશોદેવસૂરિ આદિ અહમદનગર પધાર્યા. ચાતુર્માસના એ દિવસો હતા. દીક્ષા લેવાની એ ઉત્કંઠા બાબુભાઈમાં તીવ્ર બની હતી. ચાતુર્માસ પૂર્ણ થતાં ચતુર્વિધ સંઘ સમક્ષ વિધિપૂર્વક સજોડે ચતુર્થવ્રતનાં પચ્ચક્ખાણ લીધાં. સં. ૨૦૧૧ના ફાગણ વદ ૪ દીક્ષા દિવસ નક્કી થયો. શ્રી સંઘના અગ્રેસર અને શહેરના નગરશેઠ તરીકે પ્રતિષ્ઠા પામેલા બાબુભાઈની દીક્ષાનો પ્રસંગ સૌને મન આનંદમંગલનો ઉત્સવ બની રહ્યો. તેમના સમ્માનસમારંભમાં જૈનો તેમ જ જૈનેતરો, સરકારી અધિકારીઓ, પ્રમુખ નાગરિકો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત હતા. બાબુભાઈ સાથે તેમનાં ધર્મપત્ની ચાંદીબહેન પણ દીક્ષા લેવા તત્પર હતાં. એ ધન્ય દિવસ આવી પહોંચતાં આ ભાગ્યશાળી દંપતીને, ધનવૈભવ અને સંસારનો ત્યાગ કરતાં જોવા સ્થાનિક તેમજ પૂના, સંગમનેર, નાસિક વગેરે સ્થળેથી ૮૦ હજારની માનવમેદની ઊમટી હતી. વિશાળ દીક્ષામંડપમાં સિદ્ધાંતમહોદધિ પૂ. આચાર્ય પ્રવર શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજના વરદ્ હસ્તે રજોહરણ સ્વીકારી દીક્ષાર્થીઓને નાચી ઊઠતાં જોઈ જોનારાં પણ ધન્ય બની ગયા. પ્રાંતે દીક્ષા અંગીકાર કરતાં ધનરાજભાઈ પૂ. આ. શ્રી વિજયયશોદેવસૂરીશ્વરજી મહારાજના શિષ્ય બનાવી મુનિ શ્રી ધનેશ્વરવિજયજી નામે અને ચાંદીબહેનને સાધ્વીશ્રી ચંદ્રયશાશ્રીજી નામે ઉદ્ઘોષિત કરવામાં આવ્યાં. પૂ. મુનિરાજ શ્રી ધનેશ્વરવિજયજી મહારાજ દીક્ષાજીવનના આરંભથી જ જપ-તપ, જ્ઞાન-ધ્યાન, વૈયાવચ્ચ અને સંયમની ઉત્કૃષ્ટ સાધનામાં લાગી ગયા.
For Private & Personal Use Only
www.jainelibrary.org