________________
જૈન શ્રમણ
વર્ણન આ બત્રીસીમાં છે. ઉપરોક્ત સર્વમાહિતી ધરાવનાર શ્રમણ ધર્મકથા દ્વારા જન-મનને આકર્ષિત કરી પ્રભુના શાસનને આગળ ધપાવે તો તેમને મહોપકારી કહેવામાં આશ્ચર્ય શું?
૧૦. યોગલક્ષણ બત્રીસી
નવમી બત્રીસીમાં જણાવેલ ધર્મકથા વગેરે સાંભળવાથી
યોગ્ય શ્રોતાને તેના ફળસ્વરૂપે યોગની પ્રાપ્ત થાય છે. આથી ૧૦મી બત્રીસીમાં યોગ, યોગનું લક્ષણ, યોગના પ્રકાર, યોગનો કાળ, યોગના અધિકારીના-અનધિકારીના લક્ષણ, યોગના મુખ્ય ઘટકો, નિશ્ચય-વ્યવહારથી યોગનું સ્વરૂપ, યોગનું ફળ વગેરે બાબતો મુખ્યતયા વણી લેવામાં આવી છે. મોક્ષની સાથે સંબંધ કરી આપે તેવી પ્રવૃત્તિને યોગ કહેવાય છે. ચરમ પુદ્ગલપરાવર્તમાં જ જીવને યોગ પ્રાપ્ત થાય છે. તે મોક્ષનું અંતરંગ કારણ છે. તથા મુખ્ય કારણ છે અચરમ પુદ્ગલ પરાવર્તમાં મિથ્યાત્વથી અભિવ્યાપ્ત થયેલો જીવ મોક્ષમાર્ગને સન્મુખ થતો નથી. કારણ કે અચરમાવર્તકાળમાં જીવો ભવાભિનંદી ભાવોને જ પકડી રાખતા હોય છે. યોગદૃષ્ટિ સમુચ્ચય વગેરે ગ્રન્થોમાં ભવાભિનંદી જીવના લક્ષણ બતાવેલ છે કે તે જીવ (૧) શુદ્ર, (૨) લોભતિવાળો, (૩) દીન, (૪) મત્સરી, (૫) ભયભીત, (૬) શઠ, (૭) અજ્ઞાની અને (૮) નિષ્ફળ આરંભવાળો હોય છે. આ બધી બાબતોને જગત સુધી પહોંચાડનારા શ્રમણોને વિશ્વની અજાયબી નહીં કહીએ તો બીજું શું કહીશું?
૧૧. પાતંજલયોગલક્ષણ બત્રીસી
ગ્રન્થકારશ્રી ૧૧મી બત્રીસીમાં પાતંજલ યોગદર્શનમાન્ય યોગલક્ષણની સમીક્ષા કરે છે. પાતંજલ મત પ્રમાણે ચિત્તનાં પાંચ પ્રકાર છે. (૧) ક્ષિપ્ત, (૨) વિક્ષિપ્ત, (૩) મૂઢ, (૪) એકાગ્ર અને (૫) નિરુદ્ધ. આમાંથી એકાગ્ર અને નિરુદ્ધ આ બે દશામાં જ સમાધિ હોય છે. પણ, પાતંજલોની આ વાત બરાબર નથી. દરેક અવસ્થામાં આંશિક સમાધિ સંભવી શકે છે. ઇત્યાદિ વિસ્તૃત છણાવટ અને પાતંજલ ટીકાકારોની સમીક્ષા કરવામાં આવી છે. અન્ય દર્શનોની માન્યતાના નિરાકરણો દ્વારા સત્યમાર્ગની ઓળખાણ આપનારા શ્રમણો જૈન શાસનના રત્ન સમાન છે. નવપદના હૃદયસ્થાને બિરાજેલા છે.
૧૨. પૂર્વસેવા બત્રીસી
યોગના લક્ષણની વિચારણા કર્યા બાદ યોગની
Jain Education International
૩૧૩
પૂર્વસેવાની વિસ્તારથી ચર્ચા ૧૨મી બત્રીસીમાં કરેલ છે. પૂર્વસેવા એટલે પ્રાથમિક ઉપાય. પુરશ્ચરણ, આદિસેવા વગેરે પણ યોગની પૂર્વસેવાના પર્યાયવાચી નામો છે. ગ્રન્થકારશ્રી યોગબિંદુ ગ્રન્થના આધારે પાંચ પ્રકારની પૂર્વસેવા આ બત્રીસીમાં બતાવે છે. ગુરુપૂજન, દેવાદિપૂજન, સદાચાર, તપ અને મુક્તિ અદ્વેષ—આ પાંચ પ્રકારે પૂર્વસેવા છે. માતા, પિતા, કલાચાર્ય, સ્વજનો, જ્ઞાનવૃદ્ધ, વયોવૃદ્ધ આદિ ગુરુવર્ગને ત્રિકાલવંદન, તેઓની નિંદા ન કરવી કે નિંદા ન સાંભળવી, આવે તો ઊભા થવું, આસન આપવું વિગેરે ગુરુપૂજન, પવિત્રતાથી અને શ્રદ્ધાથી પુષ્પાદિ ચઢાવી દેવોની ભક્તિ કરવી તે દેવપૂજન. પૂર્વસેવાના તૃતીય ઘટક સદાચાર, દાન, સુદાક્ષિણ્ય, દયાળુતા, દીનોદ્વાર, કૃતજ્ઞતા વિગેરે ૧૯ પ્રકાર છે. પૂર્વસેવામાં ચોથું ઘટક તપ. ચાન્દ્રાયણ તપ વગેરે લૌકિક તપો પણ આદિધર્મિક જીવો માટે ઉત્તમ આરાધના બની શકે છે. પૂર્વસેવાનું પાંચમું ચરણ છે મુક્તિ અદ્વૈષ. મુક્તિ અદ્રેષ અને મુક્તિરાગમાં સ્વરૂપ તથા ફળની દૃષ્ટિએ પણ ભેદ દેખાડવામાં આવેલ છે. પૂર્વસેવા સહિત સંપૂર્ણ યોગમાર્ગ દર્શાવતા ગ્રન્થકારશ્રી શ્રમણ ઇતિહાસના સોનેરી પૃષ્ઠોમાં એક નવું પૃષ્ઠ ઉમેરે છે.
૧૩. મુક્તિ અદ્વેષપ્રાધાન્ય બત્રીસી
બારમી બત્રીસીમાં પૂર્વસેવાનું નિરૂપણ કર્યા બાદ પૂર્વસેવામાં મુક્તિ અદ્રેષ અત્યંત મહત્ત્વનું ચાલકબળ છે’–એ વાત ગ્રન્થકારશ્રીએ ૧૩મી બત્રીસીમાં વિસ્તારથી કરેલ છે. મુક્તિ અદ્વેષની પૂર્વસેવામાં મુખ્યતા દર્શાવવાની સાથે વિષાદિ પ્રકારના પાંચ અનુષ્ઠાન, અભવ્યમાં મુક્તિ અદ્વેષ હોય કે નહીં? ઇત્યાદિ બાબતોની વિસ્તૃત છણાવટ છે. ભોગતૃષ્ણાનો અંતરમાં સળગતો દાવાનળ મોક્ષસાધનાને સળગાવી નાંખે છે. માટે મોક્ષસાધનાને ટકાવવામાં, સફળ કરવામાં ભોગતૃષ્ણાનો વિરોધી એવો મુક્તિ અદ્વેષ મહત્ત્વનો ભાગ ભજવે છે.
વિષ, ગર, અનનુષ્ઠાન, તદ્ભુતુ, અમૃત-આ પાંચ અનુષ્ઠાનોમાં પ્રથમના બેમાં આસક્તિ છે, જ્યારે ત્રીજામાં અજ્ઞાનતા છે. તેથી તે અનુષ્ઠાનો ફળવાન બની શકતા નથી. પણ છેલ્લા બે અનુષ્ઠાનો સફળ છે. કારણ કે તેમાં જ્ઞાન સાથે ભાવોની શુદ્ધિ છે. મુક્તિ અદ્વેષથી સાધક નિર્ભય બને છે, ધર્મક્રિયાના આસ્વાદને માણે છે, શ્રદ્ધા વધે છે ને માનસિક પ્રસન્નતા પણ વધતી જાય છે. આ રીતે મુક્તિ અદ્વેષથી શરૂ થયેલી આધ્યાત્મિક યાત્રા પરમાનંદમાં પરિપૂર્ણ બને છે. આટલા ઊંડાણથી મોક્ષમાર્ગ દેખાડી, સ્વયં અનુભવી મોક્ષે જનારા શ્રમણો શ્રમણો જ છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org