________________
૨૮
આજના સંક્રાંતિકાળમાં આપણી પાસે જે વિશ્વવત્સલ પૂજ્ય તીર્થંકર ભગવંતોની, ધ્રુવતારલા સમા સિદ્ધોની, લબ્ધિનિધાન ગણધરોની, સંયમ અને સરસ્વતીની સૌરભ ફેલાવનાર શ્રુતસંપન્ન સૂરિવર્યોની પ્રભાવશાળી પરંપરા છે, તેના ઉચ્ચતમ આદર્શોને નજર સમક્ષ રાખવા, જૈનશાસનમાં તેઓનાં મૂલ્યવાન પ્રદાનને સ્મરવા, તેઓનાં ચરણે અમારી ભાવભીની વંદનાને સમર્પવા, અમે એક અદના સેવક તરીકે વિશ્વ અજાયબી : જૈન શ્રમણ રત્નાકર જેવો વિશાળ અને ચિંતામણી જેવો દુર્લભ મહિમાગ્રંથ આપ સૌના હાથમાં મૂકી રહ્યા છીએ. આ અમારું છેલ્લું પ્રકાશન છે. એમાં પૂર્વે થઈ ગયેલા પ્રાતઃસ્મરણીય, વર્તમાન જિનચોવીશીના છેલ્લા તીર્થંકર શ્રી મહાવીર ભગવાનની પાટ-પરંપરાના પટ્ટનાયક અને પંચમ ગણધર શ્રી સુધર્માસ્વામીથી માંડીને પરમ વંદનીય પૂ. આ. શ્રી વિજયસિંહસૂરીશ્વરજી સુધીના કેટલાક પરમ પ્રભાવક ચરિત્રો અને વિક્રમની વીસમી સદીના પ્રવર્તમાન શ્રે૦ મૂ. જૈનસંઘના વિવિધ ગચ્છના કેટલાંક સમુદાયવર્તી આચાર્યો, અને ઉપલબ્ધ થયા તે પૂજ્ય પંન્યાસજીઓ, વિદ્વાન અને તેજસ્વી મુનિવર્યો વગેરેનાં જીવનચરિત્રોની આછીપાતળી ઝાંખી કરાવતું દર્શન આ ગ્રંથમાં છે. તપાગચ્છ સાધુસમુદાય વિજય, સાગર અને વિમલ—એમ ત્રણ શાખાઓમાં વહેંચાયેલો છે. તપાગચ્છની વિજય શાખામાં ભગવાન મહાવીરની શ્રમણ-પરંપરા ૭૧મી પાટે પટ્ટધર પરમ પૂજ્ય પં. શ્રી મણિવિજયજી દાદા બહુ મોટા, મહાપ્રતાપી સાધુપુરુષ થઈ ગયા. અત્યારની વિજય શાખાના વિશાળ વર્ગના આદિપુરુષ તરીકેનું બહુમાન આ ભદ્રપરિણામી મુનિવરને ઘટે છે, તેમ નિકટના વર્તમાનમાં શ્રી બુદ્ધિવિજયજી (બુટેરાયજી), શ્રી મુક્તિવિજયજી (મૂળચંદજી), શ્રી વૃદ્ધિવિજયજી (વૃદ્ધિચંદ્રજી), શ્રી વિજયાનંદસૂરિજી (આત્મારામજી), શ્રી કમલસૂરિજી, શ્રી સિદ્ધિસૂરિજી, શ્રી નેમિસૂરિજી, શ્રી વલ્લભસૂરિજી, શ્રી દાનસૂરિજી, શ્રી નીતિસૂરિજી, શ્રી કેશરસૂરિજી, પં. શ્રી ધર્મવિજયજી (ડહેલાવાળા), શ્રી પ્રેમસૂરિજી, શ્રી મોહનસૂરિજી, શ્રી ભક્તિસૂરિજી, શ્રી લબ્ધિસૂરિજી, શ્રી કનકસૂરિજી, શ્રી ચારિત્રવિજયજી (કચ્છી), શ્રી પુણ્યવિજયજી, શ્રી દર્શનવિજયજી (ત્રિપુટી મહારાજ), શ્રી જંબૂવિજયજી આદિ આ પરંપરામાં થયેલ છે.
વિશ્વ અજાયબી :
તપાગચ્છની ૫૯મી પાટે સાગર શાખા પૂ. ઉપાધ્યાય શ્રી સહજસાગજી મહારાજશ્રી સં. ૧૭૫૫થી પ્રવર્તમાન બનેલ છે. તેમાં પણ બે પેટાશાખા થઈ : એક, શ્રી ગૌતમસાગરજીના શિષ્ય શ્રી ઝવેરસાગરજીના શિષ્ય આગમોદ્ધારક આચાર્યશ્રી આનંદસાગરસૂરિ ૭૧મી પાટે થયા; અને બીજી, શ્રી નેમસાગરજીના શિષ્ય શ્રી રવિસાગરજીના શિષ્ય શ્રી સુખસાગરજીના શિષ્ય આચાર્યશ્રી બુદ્ધિસાગરજી ૭૨મી પાટે થયા.
તપાગચ્છની વિમલ શાખા શ્રી સુધર્માસ્વામીજીની ૫૬મી પાટે આવેલા પૂ. આ. શ્રી આનંદવિમલસૂરીશ્વરજીના શિષ્ય શ્રી ઋદ્ધિવિમલજી મહારાજથી શરૂ થાય છે. જ્યારે તપાગચ્છમાં મુનિ શાખા તરીકે ઓળખાતા સાધુસમુદાયના મૂળપુરુષ મુનિવર્યશ્રી મોહનલાલજી મહારાજ છે. અને ત્રિસ્તુતિક તરીકે ઓળખાતા સમુદાયના પ્રવર્તક શ્રી વિજયરાજેન્દ્રસૂરીશ્વરજી મહારાજથી એ પરંપરા ચાલી આવે છે.
એ જ રીતે, અચલગચ્છના સ્થાપક આર્યરક્ષિતસૂરિ મહારાજ દ્વારા સં. ૧૧૬૯માં વિધિ પક્ષ તરીકે પ્રવર્તાવેલ, જેમાં શ્રી જયસિંહસૂરિ, શ્રી મહેન્દ્રસૂરિ આ પરંપરાના જ પ્રતાપી પુરૂષો થઈ ગયા. આ સર્વ વંદનીય વિભૂતિઓને લાખ લાખ વંદના હોજો!
દૈદીપ્યમાન પ્રભાવના
ચક્રવર્તિઓના પટખંડનાં સામ્રાજ્યને નામશેષ કરી નાખતો કાળ તીર્થંકર પરમાત્માના મોક્ષમાર્ગને નામશેષ કરી શક્યો નથી.....રાજા મહારાજાઓને સિંહાસનો પરથી ફેંકી દેવામાં સફળ બનતો કાળ મોક્ષમાં ગયેલ એકેય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org