________________
જૈન શ્રમણ
29
( પુરોવચન)
(વિશ્વ અજાયબી : જેન શ્રમણ)
“સંપા-પ્રકાશનું નામ નિવેદન
"
હવે
ક
મુવક
નંદલાલ દેવલુક
ત
દ
જૈન શ્રમણ એક વિશ્વ અજાયબી : અમારું છેલ્લું પ્રકાશન
મંગલવચન નમસ્કાર વિતરાગ વંદના,
અણગાર વંદના,
નવપદ વંદના
દેવદેવી વંદના, અન્ય શ્રી ઋષભદેવ પરમાત્મા રાજાઓમાં, સાધુઓમાં અને તીર્થકર ભગવંતોમાં આદિ, અર્થાત્ પ્રથમ થયા. આમ, ભારતીય સંસ્કૃતિની વિશિષ્ટ પરંપરાઓમાં જૈન શ્રમણ સંસ્કૃતિએ જે મહાન યોગદાન આપ્યું છે, તેનાથી સમસ્ત માનવજગત નિરંતર બાહ્ય અને આત્યંતર દષ્ટિએ નિરામય થતું રહ્યું છે. આર્યાવંતની આ ગૌરવવંતી પુનીતપાવન ભૂમિ ઉપર જે જે અગણિત પ્રાતઃસ્મરણીય મહાપુરુષોનાં પાવન પગલાં પડ્યાં તે સૌ વંદનીય વિભૂતિઓને, સૌપ્રથમ પરમતારકે વીતરાગ પરમાત્મા જેઓ આત્મપ્રકાશના સ્વામી અને ત્રણેય લોક માટે મંગલસ્વરૂપ બન્યા છે, જે સૌના તારક અને ધારક રહ્યા છે, એવા ત્રિજગનાયકને પંચાંગ પ્રણિપત કરું છું. મંગલ અને કલ્યાણને કરવાવાળાં નવેય પદોને ત્રિવિધ નમસ્કાર હોજો. જાગ્રત સમ્યગુદૃષ્ટિ દેવદેવીઓને સ્તવી, ધ્યાન ધરી તેઓની વિશેષ સહાય ઇચ્છું છું. અણગારોને પણ વારંવાર વંદના કરું છું. જૈન આચારવિચારને પાળનારા અને અનુમોદન કરનારા તેમજ પ્રેરણા આપનારા સર્વ ઉપકારીઓને પણ ભાવથી વંદના કરું છું.
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org