________________
૨૯૨
વિશાળ શિષ્ય-પ્રશિષ્ય સમુદાય ખડો કર્યો! આમ, પ. પૂ. આચાર્યદેવ શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મહારાજના પ્રત્યેક કાર્યમાં મહાનતાની મુદ્રા ઊપસે છે! કોટિ કોટિ વંદન હજો એ મહાત્માને!
સૌજન્ય : પ.પૂ.આ.શ્રી હર્ષસાગરસૂરિજી મ.સા.ની પ્રેરણાથી શ્રી સાગર પરિવાર તરફથી
શ્રી ઘંટાકર્ણ મહાવીર મહુડી તીર્થના સ્થાપક, વિશાળ ગ્રંથરાશિતા કર્તા,
યોગનિષ્ઠ પૂ. આચાર્યપ્રવર શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી મહારાજા
વિશ્વ અજાયબી :
ગુજરાતના કાશી સમા જ્ઞાનતીર્થ મહેસાણામાં ‘શ્રી યશોવિજયજી જૈન-સંસ્કૃત-પ્રાકૃત પાઠશાળા'માં પ્રવેશ મેળવ્યો અને ત્યાં જ જૈનદર્શનનું ઉત્તમ અને તલસ્પર્શી અધ્યયન કર્યું. તથા વૃદ્ધાવસ્થાના કારણે સ્થિરવાસ રહેલા પૂજ્ય ઉપકારી ગુરુવર્ય શ્રી રૂપસાગરદી મ.સા.ની સેવા-સુશ્રુષા તથા અંતિમ નિર્યામણા દિ સેવાનો અમૂલ્ય લાભ મેળવ્યો. એ જ સમયમાં ખ્રિસ્તીધર્મના પ્રચારક પાદરીની સભામાં પંડિત બહેચરદાસે હિન્દુધર્મ તથા આર્યત્વના સંસ્કારોનું પૂર્ણ જતન કરવા તથા રક્ષણ કરવા માટે સભાને સંબોધીને ધર્મરક્ષણનું કાર્ય કર્યું. બહેચરભાઈને એક યતિશ્રીના જ્ઞાનનો લાભ તથા સદ્ગુણાનુરાગી પૂજ્યશ્રી કપૂરવિજયજી મ.સા. આદિ અનેક ત્યાગી તપસ્વી પૂજ્ય ગુરુવર્યોના સમાગમથી જ્ઞાનનો લાભ મળ્યો છે અને ત્યારથી બહેચરભાઈને સંયમ સ્વીકારવાની ભાવના થઈ. એવામાં તપસ્વીરત્ન મુનિવર્ય શ્રી સુખસાગરજી મહારાજ પાલનપુરમાં બિરાજમાન હતા. બહેચરભાઈ ત્યાં પહોંચી ગયા અને દીક્ષા લેવાની ભાવના દર્શાવી. સં. ૧૯૫૭ના માગશર સુદ ૯ને શુભ દિવસે મહામહોત્સવપૂર્વક દીક્ષા ગ્રહણ કરી. યથાનામ તથાગુણા બુદ્ધિના મહાસાગર બન્યા.
શીલ, સંસ્કાર અને સુવિશુદ્ધ સંયમની સૌરભથી સદા સુરભિત ગુણિયલ ગુર્જરદેશની શસ્યશ્યામલા રત્નગર્ભા ભૂમિ પર એક દિવસ એક તેજપુંજ પ્રગટ્યો. એ ભૂમિ તે સુરમ્ય આમ્રઘટાઓ વચ્ચે શોભતાં પ્રાચીન જૈન ઉત્તુંગ જિનાલયો વડે શોભતી વિજાપુર (વિદ્યાપુર) નગરીઃ અને તે દિવસ વિ. સં. ૧૯૩૦ના મહા માસનો કૃષ્ણ પક્ષની ચતુર્દશીનો ધન્ય દિવસ. તે ધન્ય દિવસે પાટીદાર જ્ઞાતિના અગ્રગણ્ય શ્રી શિવાભાઈ પટેલની શીલવતી ભાર્યા અંબાબહેનની રત્નકુક્ષીએ તેજસ્વી પુત્રને જન્મ આપ્યો. ઝગમગતું ભવ્ય લલાટ, પ્રેમસાગર સમાં નયનો, પ્રભાવશાળી મુખારવિંદ અને સસ્મિત ચહેરો, આબાલવૃદ્ધ સૌને આકર્ષી રહ્યો. ફોઈએ નામ પાડ્યું બહેચરદાસ. શૈશવકાળથી બાળકમાં મહાત્માનાં લક્ષણો દૃષ્ટિગોચર થતાં હતાં. એકવાર નાનકડા બહેચરને ઝાડની ડાળીએ ઝોળી બાંધીને સુવડાવ્યો હતો, ત્યાં ઉપર મોટો સાપ આવીને બેઠો. સૌ હતપ્રત થઈ ગયાં, પ્રાર્થના કરવા લાગ્યાં. એટલામાં સાપ આપોઆપ ધીમે ધીમે સરકીને ચાલ્યો ગયો. આ વાત સાંભળી એક મહાત્માએ ભવિષ્યવાણી ભાખી કે, ‘યહ લડકા બડા સંત યોગી હોગા' અને બાળક બહેચરે મોટા થતાં એવાં લક્ષણો બતાવવા પણ માંડ્યાં. બહેચર ભણવામાં
પૂજ્યશ્રીનું બીજું મહત્ત્વનું પ્રદાન ગ્રંથરચનાનું છે. તેમણે એક પછી એક એમ એકસો આઠથી અધિક ગ્રંથો જેમાં પાંત્રીસથી અધિક સંસ્કૃત ગ્રંથોની રચના કરી પ્રગટ કરીને ધર્મજ્યોતને ઝળહળતી રાખી. અનેક ભાવિકોનાં અંતરમાં જ્ઞાનજ્યોતનો પ્રકાશ પ્રસાર્યો. સ્થાનકમાર્ગી સંપ્રદાયના શ્રી અમીઋષિ જેવા
અને રમત-ગમતમાં અગ્રેસર રહેવા લાગ્યો. ગુજરાતી, સંસ્કૃત, મુનિઓ આ ગ્રંથોના પ્રભાવથી પૂ. શ્રી બુદ્ધિસાગરજી મહારાજના
અંગ્રેજી આદિ ભાષાઓ સારી રીતે શીખીને પાંચ ધોરણ સુધી તો પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો. મિત્રો પાસેથી ધાર્મિક અભ્યાસની વાતો સાંભળી પાઠશાળાએ જવાનું શરૂ કર્યું. નમસ્કાર મહામંત્ર વિધિપૂર્વક વિનયસહ ગુરુ પાસેથી ગ્રહણ કર્યો. મુખપાઠ કર્યો. રાત્રિભોજન અને કંદમૂળનો ત્યાગ કર્યો. જોતજોતામાં પાંચ પ્રતિક્રમણ, ચાર પ્રકરણ, ત્રણ ભાષ્ય અને કર્મગ્રંથનો સંગીન અભ્યાસ પૂર્ણ કર્યો. અર્થ-ભાવાર્થ-પરમાર્થનું પરિશીલન કર્યું. હજી પણ વધુ અધ્યયનની ઝંખના જાગી. પૂજ્ય તપસ્વી રવિસાગરજી મહારાજ સાહેબના સમાગમ દ્વારા અધ્યયન સરળ બન્યો.
શિષ્ય બન્યા અને શ્રી અજિતસાગરજી મહારાજ બન્યા. પૂજ્યશ્રીના સમાજસેવાનાં કાર્યો અને ગ્રંથપ્રકાશનોથી પ્રભાવિત થયેલા અનેક રાજરાજેશ્વરો તેમના દર્શનને ઝંખતા, દર્શન પામી તૃષ્ટિ અનુભવતા. સાક્ષરો સમાધાન પામતા, સમાજસેવકો પ્રેરણા પામીને કર્તવ્યશીલ બનતા. વડોદરાનરેશ શ્રી સયાજીરાવ ગાયકવાડની વિજ્ઞપ્તિથી પૂજ્યશ્રીએ રાજમહેલમાં પધારી કરેલાં પ્રવચનથી મહારાજા ખૂબ પ્રભાવિત થયા હતા. અને વિજયાદશમીને દિવસે થતી પાડાની હિંસા નહિ કરવાની પ્રતિજ્ઞા
Jain Education Intemational
પૂજ્યશ્રી યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ અને અષ્ટાંગ યોગની સહજભાવે સાધના કરી પારંગત બન્યા હતા. કલાકોના કલાકો સુધી સહજ સમાધિભાવમાં અડોલ રહેતા. અપૂર્વ આધ્યાત્મિક ઓજસ્વંત
લોકોત્તર શક્તિને પ્રભાવે અનેક દૈવી શક્તિઓ આકર્ષાઈને પૂજ્યશ્રીની સેવામાં ઉપસ્થિત રહેવા લાગી. પોતાની પ્રતિભા, પ્રજ્ઞા અને પુરુષાર્થની શક્તિઓ દ્વારા પૂજ્યશ્રી સમાજ અને શાસનપ્રભાવનામાં સતત કાર્યશીલ રહેવા લાગ્યા.
For Private & Personal Use Only
www.jainelibrary.org