SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૬ વરસની સાધનામાં ૪૮ મિનિટની નિદ્રા કે આદિનાથ પરમાત્માની હજાર વરસના ગાળામાં ફક્ત ૨૪ કલાકની નિદ્રા અજાયબી જ છે. (૮૩) ક્ષાયોપશમિકથી ક્ષાયિક : પ્રારંભની સાધના-આરાધનાઓ ક્ષાયોપમિક હોય છે, પણ જેમ જેમ તેમાં સ્થિરતા વધતી જાય તેમ તેમ ક્ષાયિક ગુણ વિકસે છે અને ક્ષાયિકતાનાં લક્ષ્યો ખૂબ ઊંચાં હોવાથી લાંબી જિંદગાની સંયમની મસ્તીમાં પસાર થાય છે. (૮૪) શાશ્વત શ્રમણ સંસ્થા : જેમ ૮૪ લાખ જીવયોનિમાં ભમાડનાર સંસાર શાશ્વત છે, તેમ તેમાંથી મુક્ત થવાના ઉપાયો આપતો જિનકથિત સર્વવિરતિ ધર્મ પણ શાશ્વત છે. મહાવિદેહમાંથી તો સદાકાળ સદાબહાર છે, જે એક અજાયબી છે. (૮૫) અસંખ્ય યોગસ્થાન : જેમ દુનિયાદારી અસંખ્ય પ્રકારના વ્યાપાર વાણિજ્ય અને વ્યવહારોથી ધબકે છે તેમ શ્રમણ સંસ્થામાં પણ અસંખ્ય યોગો હોવાથી તેઓની આધ્યાત્મિક પ્રગતિ અનેક માર્ગથી થઈ શકે છે, ફક્ત જરૂરત છે જ્ઞાનવિકાસની. (૮૬) આત્મશુદ્ધિનાં લક્ષ્યો : જૈન શ્રમણોની અજાયબી એ છે કે તેઓ સુખ માટે નહીં પણ ગુણ માટે, દુઃખ માટે નહીં પણ દોષ માટે ઝૂરે છે, અત્યલ્પ સાધનો દ્વારા આત્મસાધના કરે છે, વિવિધ અનુપ્રેક્ષાઓહેતુ જાપ અને જાતમાં ઠરે છે અન્યને પણ ઠારે છે. (૮૭) કર્મસત્તાનું જ્ઞાન અને ભાન : એક માત્ર તીર્થંકર પ્રભુ જ કર્મ, બંધ, સંવર, નિર્જરાની વાતો કરે છે, તે કર્મવિજ્ઞાન ગૃહસ્થોને ન હોવાથી ભયંકર ભાવિનો ભય નથી હોતો, પણ શ્રમણો કર્મસત્તાની પરાધીનતાને પિછાણી તેને હંફાવવા ધર્મપુરુષાર્થથી જીવે છે. (૮૮) આધ્યાત્મિક ઊંચાઈ : જેમ જેમ પર્વત ઉપર આરોહક પ્રગતિ કરે તેમ નીચેનાં નદી-નાળાં દેખાતાં બંધ થઈ જાય છે, તેમ સાધકને પણ આધ્યાત્મિક ઉચ્ચતા હોવાથી સારા-નરસા, ઉચ્ચ-નીચના ભેદ દેખાતા બંધ થાય છે, તે જ સમભાવ અજાયબી ઉત્પન્ન કરે છે. (૮૯) પ્રભુની ગેરહાજરી ઃ ભરતક્ષેત્રમાં સાક્ષાત્ તીર્થંકર પરમાત્મા વિચરણ નથી કરી રહ્યા, પણ તેમણે કરેલ સાધનારાધનાના પ્રભાવે આજેય પણ તેમના કઠોર સંયમમાર્ગને Jain Education International વિશ્વ અજાયબી : સપ્રેમ વધાવી હસતાં-હસતાં શ્રમણધર્મ પાળનારા સાધુઓ જોવા મળે છે. (૯૦) સ્વ-પર ઉપકારી : જૈન શ્રમણને કોઈ ભક્તો પરિચિતો મળવા, પૂછવા આવે તો તે તેના લાભ માટે હોય છે અને કોઈ જ મળવા ન આવે તો શ્રમણના પોતાના લાભમાં જાય છે, કારણ કે તેટલો સ્વાધ્યાય આત્મલક્ષિતા વધે છે, જે સત્ય છે. (૯૧) દુષ્કર દુષ્કર કાર્ય : અબ્રહ્મ વાસનામાં ફસાયેલ ક્યાં સંસારી જીવો અને ભલભલાના ભેજાને ભીંજવી નાખતી શ્રમણની બ્રહ્મચર્યસાધના. આજે પણ આબાલ બ્રહ્મચારી અનેક સાધુ-સાધ્વી સંયમ સાધી રહ્યાં છે. (૯૨) જાત પ્રતિ કઠોર : સંયમ જીવનની ગોઠવણી જ પ્રભુજીએ એવી કરી છે કે જીવને પોતાના પ્રતિ કોમળતા ત્યાગ કરી જગતજીવ પ્રતિ કરુણાવંત બની રહેવાનું હોય છે, તેથી વિપરીત ગૃહસ્થજીવનમાં જાતપ્રતિ કોમળતા અને પર પ્રતિ કઠોરતા હોય છે. (૯૩) પાપવિસર્જન : એક અસંયત પ્રાણાતિપાતથી લઈ મિથ્યાત્વશલ્ય સુધીનાં બધાંય પાપો માથે લઈ બોઝીલ બને છે, જ્યારે શ્રમણધર્મ સ્વીકારનાર નવેય પ્રકારના પુણ્યને બાંધે છે, અશુભ સંવરે છે અંતે શુભાશુભ પણ નિર્જરે છે. (૯૪) પૂર્વભવોની સાધકદશા : પૂર્વના ભવમાં કરેલી અનેક પ્રકારી તપ-જપ, જ્ઞાન-ધ્યાનની સાધના-આરાધના વગર ભાવશ્રમણ ધર્મ હાથમાં ન આવે. વર્તમાનમાં સ્થિતપ્રજ્ઞતા સાથે સંયમની સફરમાં સાચો આનંદ માણતા અનેક શ્રમણો પૂર્વની સાધના વધારી રહ્યા છે. (૯૫) સ્યાદ્વાદની સંજય દૃષ્ટિ ઃ અન્યના વિચારોને પણ સ્યાદ્વાદથી સુપેરે સહેવા, અનેકાંતવાદની ઉદાર વિચારધારાથી મિથ્યાત્વીઓના પણ ગુણ જ જોવા, થાય તો કોઈના સારા કાર્યની અનુમોદના જ કરવી, પણ નિંદા કોઈનીય નહીં, તે શ્રમણધર્મની અજાયબી છે. (૯૬) આલોચના શુદ્ધિ : શ્રમણાત્મા પાપોપ્રતિ પળે-પળે જાગૃત હોવાથી પ્રતિદિન પ્રતિક્રમણ, પ્રાયશ્ચિત્ત, પરાર્થકરણથી એવો તો વિશુદ્ધ બને છે કે તેનું સાંનિધ્ય માત્ર પણ પવિત્રતાનું જનન કરે છે. (૯૭) સાગારિક અણસણ ૐ મૃત્યુ સમયની સમાધિસાધના ગૃહસ્થોને અત્યંત દુર્લભ છે, જ્યારે નિત્ય તપ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005142
Book TitleVishwa Ajayabi Jain Shraman
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy