SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન શ્રમણ ૨૫૯ ૨૫૯ ક્ષમાશ્રમણ-જળ શ્રમણ (જેન સાધુની લોકોત્તર દશા) સંકલનકર્તા : પ.પૂ. જયદર્શન વિ.મ.સા. (નેમિપ્રેમી) જીવનની સંધ્યાવેળાએ પણ જાગૃત થયેલ અમારા આત્માને અહોભાવ ઊપજ્યો કે પરમ શક્તિપુંજ અને માનવચેતનાના પ્રરોહક ઉપરાંત જૈન શાસનના સ્વપ્નદ્રષ્ટાઓ વિષે કંઈક અનુમોદનીય લખવું, પ્રકાશવું અને વિશ્વ અજાયબી જેવા જેને શ્રમણોનાં જીવન-કવન વિષે લોકભોગ્ય ભાષામાં અવતરણ કરી જૈન તથા જૈનેતર સમાજને એવું નજરાણું આપવું કે જેથી ચિરકાળ સુધી સંયમી સાધકોની સુગંધી સજ્જન પુરુષોને પ્રકાશ પાથરતા પંથમાં મહેક આપતી રહે. કદાચ જીવનની પોણી સદીના લાંબા સમય સુધીના ગ્રંથસર્જનકાર્યમાં અમારો આ અનુપમ અર્થ અમારી જ આત્મશુદ્ધિ તથા સદ્ગતિનું કારણ બને તેવા શુભભાવોથી અને અનેક સંયમી મહાત્માઓના હાર્દિક સહયોગથી ફરી એક ભગીરથ કાર્ય પાર પડી રહ્યું છે, જેનો સ્વયંને સહજાનંદ છે જ સાથે વાચકવર્ગ પણ અવનવું કંઈક પામે તેવી ભાવનાથી પ્રસ્તુત ગ્રંથના મુખ્ય પ્રેરણાદાતા પરમાત્મા નેમિનાથજીના પરમ રાગી “નેમિપ્રેમી' ઉપનામ ધરાવતા અમારા અનેક ગ્રંથોમાં શ્રતગંગાની ધારા વહાવતા મહાત્માએ આ વિશિષ્ટ લેખ ખાસ અમારી ભાવનાનું સન્માન કરતાં રચી આપ્યો છે. શ્રમણની લોકોત્તર દશા વિશેનું આ લખાણ લેખકશ્રીને તેમના સ્વ. દાદાગુરુદેવ પ.પૂ. ભુવનભાનુસૂરીશ્વરજી મ.સા.ની નિત્ય ચાલતી શ્રમણ-વાચનાઓની બનાવેલ ટૂંકી નોંધમાંથી ઉપલબ્ધ થયું છે. લગભગ વીસ વરસ જૂની કરેલ હિતશિક્ષા નોંધને વીસ સાલ બાદ ન્યાય આપવા તેમણે કસાયેલી કલમ ચલાવી છે જૈન શ્રમણ સંસ્કૃતિના શાંત, મૌન અને ક્ષમાશ્રમણના સર્વાગ સંપૂર્ણ અદ્ભુત આંતર વૈભવની વિશિષ્ટ વિગતોને સૌ શાંતચિત્તે વાંચે તેવો લેખક મહોદયનો મનોરથ છે. પ્રસ્તુત મહત્ત્વના લેખ ઉપરાંત અન્ય અનેક લેખો રચી આપી તેઓશ્રીએ જ્ઞાનગીતાર્થ ગુરદેવ ગચ્છાધિપતિ પ.પૂ. જયઘોષસૂરીશ્વરજી મ.સા.ની પાવનકારી નિશ્રામાં થયેલ અનેકવિધ અભ્યાસ-સ્વાધ્યાયાદિ યોગના શ્રમને અમારા નૂતન ગ્રંથમાં વિશ્રામ આપ્યો છે. પૂર્વભવોથી ચાલતી આવતી જ્ઞાનસાધના, તપસાધના કે ભક્તિસાધના ઉત્તરોત્તર કેવી રીતે વધતી હોય છે તેનો આછેરો પરિચય અલગ-અલગ લેખમાળાના વાચન પછી થશે. લગભગ વીસ લાખ શ્લોકપ્રમાણ સંસ્કૃત અને પ્રાકૃત, પ્રાચીન શાસ્ત્રો, ગ્રંથોના સુઅભ્યાસ પછી અનુભવી કલમથી લખતા લેખક મુનિરાજના અમે સદાય ઋણી રહેશું, કારણ કે તેમનાં લેખ-લખાણો કોઈ પણ જાતની અપેક્ષા વગર સહજભાવથી શ્રુતસેવાર્થે રચાયાં છે. શ્રમણોની સારગર્ભિત વાચનાઓનો સાર શ્રમણોપાસકોને પણ જાણવા-માણવા મળે તેથી વધુ આનંદ શાનો હોય? અસ્તુ. —સંપાદક Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005142
Book TitleVishwa Ajayabi Jain Shraman
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy