________________
૨૪૮
છ'રીપાલક સંઘ, પોષ માસમાં મરીન ડ્રાઈવમાં સુ. ઉમેદચંદ્ર ભોગીલાલ શાહના નિવાસસ્થાને નવનિર્મિત શ્રી આદિનાથ સ્વામી ગૃહ જિનાલયમાં ભવ્ય અંજનશલાકા પ્રતિષ્ઠા મહોત્સવ. પુનઃ ગુરુદેવશ્રીનો ગુજરાત તરફ વિહાર. વડોદરા, સુભાનપુરામાં ચાતુર્માસની જય. માર્ગમાં પણ ભાયંદર, વિરાર, વાપી, સુરત, બોરસદ વિગેરે સ્થાનોમાં પણ અનેક શાસનપ્રભાવક પ્રસંગો. અમદાવાદ નગરમાં મુમુક્ષુ વીરચંદભાઈ ડાબા તથા તેમની સુપુત્રી જિનલકુમારીનો ભવ્યાતભવ્ય પ્રવ્રજ્યા મહોત્સવ. વડોદરા, સુભાનપુરા વિજય રામચંદ્રસૂરીશ્વરજી આરાધના ભુવનમાં વિ.સં. ૨૦૬૪નું યશસ્વી અવિસ્મરણીય ચાતુર્માસ. વાચનાશ્રેણી આદિ અનેકવિધ અનુષ્ઠાનો, અનેક સાધ્વીજી ભગવંતોની માસક્ષમણ આદિ ઉત્કૃષ્ટ તપશ્ચર્યાઓ, અનેકવિધ આરાધનાસભર ચાતુર્માસ પૂર્ણ થયા બાદ વિ.સં. ૨૦૧૫માં અમદાવાદ, શાંતિવન પાલડીમાં મુ.શ્રી હર્ષશીલવિજયજી મહારાજના ગણિ-પંન્યાસપદ પ્રદાન નિમિતે ઊજવાયેલ ભવ્ય મહોત્સવ. સુરભિત વાટિકા ચેરિટેબલ ટ્રસ્ટના ઉપક્રમે શ્રી સુમતિનાથ સ્વામિ જિનાલયનો ભવ્યાતિભવ્ય અંજનશલાકા પ્રતિષ્ઠા મહોત્સવ બાદ કોઠોરા (કચ્છ) નિવાસી શ્રી ભાગચંદભાઈ દામજી ધરમશી પરિવાર આયોજિત ૧૦૦૦ થી અધિક યાત્રિકો ૧૫૦થી વધારે સાધુ સાધ્વીજી ભગવંતો સાથેનો ૧૯ દિવસનો રાજનગરથી પાલિતાણા સુધીનો ભવ્યાતિભવ્ય છ'રીપાલક ઐતિહાસિક અવિસ્મરણીય યાત્રા સંઘ. ત્યારબાદ સુરતનિવાસી શ્રી પ્રવીણચંદ્ર નગીનદાસ શાહ પરિવાર આયોજિત વલ્લભીપુર-પાલીતાણા મહાતીર્થનો ભવ્ય છ'રીપાલિત સંઘ. વિ.સં. ૨૦૬૫મં જ અમદાવાદ-પાલડી રંગસાગરમાં પૂજ્યશ્રીના સદુપદેશથી પ્રારંભિત થયેલ વર્ષીતપની સામુહિક આરાધના.
પૂજ્યશ્રીની નિશ્રામાં પ્રતિવર્ષ શાસનપ્રભાવનાના કાર્યો સંપન્ન થતાં રહે છે.
અનેકવિધ
પૂજ્યશ્રીની નિશ્રામાં અનેકવિધ શાસન પ્રભાવનાના કાર્યો સંપન્ન થતા રહે છે.
પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયગુણશીલસૂરીશ્વરજી મહારાજ પ્રખર પ્રભાવી વ્યક્તિમત્તા દ્વારા અનેક શાસનપ્રભાવક કાર્યોમાં જયવંતા વર્તો એ જ મંગળકામના સાથે પૂજ્યશ્રીનાં ચરણોમાં ભાવભીની વંદના......
સૌજન્ય : શ્રી રમેશભાઈ સૂરજમલજી ચૌધરી-હૈદ્રાબાદ તરફથી
Jain Education International
વિશ્વ અજાયબી :
દક્ષિણબૃહત તીર્થસ્થાપક પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય સ્થૂલભદ્રસૂરીશ્વરજી મ.સા.ના પ્રભાવક શિષ્યરત્ન શિલ્પકલામનીષી મહાન શાસન પ્રભાવક પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય ચંદ્રયશસૂરીશ્વરજી મ.સા.
ઈડર નગરનો ધન્ય અવતાર, પિતા છોટાલાલ, માતા કાંતાબહેનના પ્યારા–દુલારાનો જન્મ ઈ.સ. ૧૯૬૬, ચૈત્ર સુદ૧ના પાવન દિવસે થયો. ઈડર ગામમાં શ્રી લબ્ધિસમુદાયના અને પ્રશાંતમૂર્તિ પૂજ્ય પંન્યાસ શ્રી પદ્મવિજયજી મ.સા.ના ધર્મસંસ્કાર અને માતાપિતાના સુસંસ્કારોથી બચપણથી જ સુનીલકુમારનું જીવન નિર્દોષ, સહજ અને ધર્મમય હતું. ૧૦ વર્ષની બાળવયમાં અક્ષયનિધિ તપારાધના કરતાં કંઠની મધુરતા, બુદ્ધિ-ચાતુર્યતા વાણીમાં નિખાલસતા, પઠનપાઠનમાં ગહનતા જોઈને મહાન શાસનપ્રભાવક શ્રી લબ્ધિ. વિક્રમપટ્ટાલંકાર પ.પૂ.આ. દેવશ્રી વિજય સ્થૂલભદ્રસૂરીશ્વરજી મ.સા.ની પાસે ૩ વર્ષની સંયમજીવનની તાલીમ લઈને દર્શનજ્ઞાનચારિત્ર્યનો સમર્પણભાવ લાવી ૧૪ વર્ષની બાળવયમાં વિ.સં. ૨૦૩૮, ફાગણ સુદ ત્રીજના દિવસે ઈડરનગરમાં હર્ષોલ્લાસપૂર્વક સંયમજીવનનો સ્વીકાર કર્યો. સંયમજીવન સાથે જ પૂજ્ય ગુરુદેવશ્રીના સાંનિધ્ય અને કૃપાબળથી વ્યાકરણ, ન્યાય, કાવ્ય, કોશ, તર્કશાસ્ત્ર, શિલ્પવાસ્તુ અને આધ્યાત્મિક ગ્રંથોના શાસ્ત્ર ગ્રંથોના અધ્યયન સાથે ગુરુસમર્પણ દ્વારા બાળવયમાં તેજસ્વી
પ્રભાવક બન્યા.
દક્ષિણકેશરી પૂજ્ય ગુરુદેવશ્રીના પુણ્યપ્રભાવથી પૂજ્ય મુનિરાજશ્રીએ અનેક તીર્થો, જિનમંદિરો, ધર્મસંસ્કાર સ્થળોનું માર્ગદર્શન કરીને શિલ્પવાસ્તુકલા, જૈન સંસ્કૃતિકલા, ધર્મકલા દ્વારા એકવીસમી સદીનાં મહાન તીર્થો શ્રી નાકોડા અવંતિ ૧૦૮ પાર્શ્વનાથ જૈન તીર્થધામ, શ્રી પાર્શ્વલબ્ધિધામ ભેટ શ્રી સિદ્ધાચલ સ્થૂલભદ્ર ધામ, ચન્દ્રપ્રભ લબ્ધિધામ, ૮૪ જિનાલય જેવો મહાન તીર્થોની ગુરુકૃપાથી પૂજ્યશ્રીનો પ્રભાવક કાર્યશક્તિ તથા ગુણરસિક તીર્થોની શાસનને ભેટ મળી.
જિનભક્તિમાં તન્મયતા, તીર્થનિર્માણ-કાર્યોના સંકલ્પ સાથે નિર્માણ કરાવવાની શક્તિ, શાસનભક્તિમાં મગ્નતા જેવા અનેક ગુણો દ્વારા જીવનને શાસનપ્રભાવક, મહાન બનાવ્યું છે.
શ્રી નાકોડા અવંતિ ૧૦૮ પાર્શ્વનાથ જૈન તીર્થધામ વિક્રમ સ્થૂલભદ્ર–વિહારની ઐતિહાસિક પ્રતિષ્ઠાવેળા વાસ્તુ
For Private & Personal Use Only
www.jainelibrary.org