________________
જૈન શ્રમણ
૨૨૭
|
વધી છે. નારીવર્ગમાં મર્યાદાઓ વધારે તૂટી છે.
ઉપરોક્ત મુદ્દાઓ દર્શાવી ફક્ત ઇશારો કરવાનો નમ્ર પ્રયાસ કર્યો છે કે શું તેવી આદર્શતા આજે સેવી ન શકાય? જો કે જિનશાસનની આચારસંહિતા હજુ બીજાં સાડાઅઢાર વરસ જીવવાની પણ ઊતરતા કાળમાં ઉત્તમતા ભરી આરાધનાઓ કદાચ નહીં રહેવાની. જો પૂર્વકાલીન કુલીન આચાર-વિચાર ન સમજાય તો વર્તમાન અને ભાવિમાં અધર્મ પણ ધર્મ બની જાય કે અસદાચાર પણ સદાચારમાં ખપી જાય.
વર્તમાનમાં અનેક પ્રકારી આરાધનાઓથી ધર્મવિસ્તાર વધ્યો લાગશે પણ ઊંડાણ છીછરું થયું છે, કે જે નક્કર સત્ય છે, કારણ કે અનેક પ્રકારનાં અસત્યો વચ્ચે સત્ય પિસાઈ રહ્યું છે. જિનાજ્ઞા સમર્પિત ચતુર્વિધ શ્રીસંઘમાં પ્રવર્તી રહી અનેક પ્રકારી સામાચારીઓ ભલે યથાવત્ રહી પણ એટલું જરૂરથી સ્વીકારવા જેવું કે જે વસ્ત્રપાત્ર, આહાર-નિદ્રા, આચારવિહારાદિ પ્રભુ મહાવીરદેવની ઉપસ્થિતિ સમયે જણાતાં હતાં, તેમાં શ્રમણ સંસ્થાની મર્યાદા હજુ પણ ઘણીખરી બચી છે, પણ લોકપ્રવાહમાં તણાયેલ શ્રાવકધર્મની રોટી-કપડાં-મકાનની રીતરસમો બહુ ઝડપી પરિવર્તન પામી વિલાસિતા તરફ આગેકૂચ કરી ગઈ છે, જેથી ધર્મભંગાણને અટકાવી શકનાર હોય તો માત્ર છે શ્રમણ-સાધનાઓ. છેલ્લા છ દાયકાઓથી વિદેશી વિચારોથી આર્યભૂમિમાં પણ આધુનિકતા-ભૌતિકતા અને આડંબરોએ જે રીતે પ્રવેશ કર્યો છે તેથી ગૃહસ્થોને ઉગારી લેવા શ્રમણોએ જાણે આધુનિકતા અપનાવી સુધારાવાદીઓને પણ ધર્મભ્રષ્ટ થતાં બચાવવાની ભાવનાથી અનેક પ્રકારી આધુનિકતા આરાધકવર્ગમાં ઉતારી છે, જેના કારણે થોડોઘણો પણ ધર્મ વધ્યો છે.
ટ્રેન-બસ દ્વારા તીર્થયાત્રાઓ, પ્રભાવનાદિની જાહેરાતો કે કંકોત્રી-ફ્લેક્સમાં આવતાં નામ-ફોટા, આકર્ષક ચિત્રોલખાણો પછી થતી તપસ્યાઓ, સામુદાયિક છઠ્ઠ કે સિદ્ધગિરિની ૯૯ યાત્રાઓ, સંગીતીય ભાષામાં ભણાવાતાં નૂતનપ્રકારી પૂજનો, દેવ-દેવીઓની વધતી જતી અર્ચનાઓ, હાઇવે ઉપર નૂતન જિનાલયો, સોસાયટીઓની રચના અને તે વચ્ચે જિનાલયોની પ્રતિષ્ઠાઓ અનેકવિધ ધાર્મિક લખાણો, પુસ્તકો અને પરચૂરણ પત્રિકાઓ, કુમારપાળની આરતી, કોઈ પણ નિમિત્ત લઈ કરાવાતાં સામૂહિક ઉપધાન, બેસતા માસના મહામાંગલિકો, છાશવારે સ્વામિવાત્સલ્ય, પ્રવેશાદિ નિમિત્તની
નવકારશીઓ, ઇલેક્ટ્રિકલ મહાપૂજાઓ, પુષ્પો દ્વારા થતી સજાવટો, અંગરચનાઓ, હરીફાઈઓ વગેરે વગેરે પ્રભાવક તત્ત્વોને કારણે દ્રવ્યારાધનાઓ સપ્રમાણ વધી છે, તેમાં શંકા નથી, પણ તેટલા જ અંશમાં અવિધિ અને આશાતનાઓ પણ વધવા લાગી છે તેનો અંદાજ કે રંજ પણ અનેકોને નથી હોતો.
ઉત્સર્ગના સ્થાને પડતા કાળના નામે ડોલી, વહીલચેર, પગરખાં વગેરેનો બેફામ ઉપયોગ, લાઇટ-માઇક દ્વારા ધર્મપ્રચાર, કીર્તિદાન અને પ્રોત્સાહન વગેરે સ્પર્ધક પ્રવૃત્તિઓને સાધ્વાચારમાં ગીતાર્થોએ ઉઘાડી સહમતિ નથી આપી, છતાંય અબૂઝ ગૃહસ્થો આકર્ષણોમાં અંજાયાં છે, તેથી સાધુ-સાધ્વી ભગવંતોની આચારરક્ષાની પણ દરકારથી પર જણાય તેવી પ્રવૃત્તિઓ પાંગરવા લાગી છે.
શ્રમણોનું સંયમ તે તો વિશ્વઅજાયબી છે. તેને આકર્ષાતી લોકમેદની, થતાં સામૂહિક વંદન, વધી રહેલ ભક્તવર્ગ કે બહોળા શિષ્યસમૂહ કે અજ્ઞાનીઓની વાહવાહ, પદ-પદવી-પ્રતિષ્ઠા કે નામના, લોકચાહના વગેરે તત્ત્વો સાથે બહુ દૂરના સંબંધો છે, બધે તે પુણ્યોદયમાં પણ નિઃસ્પૃહિતા, શરણાગત વાત્સલ્ય, સર્વજીવ સમદૃષ્ટિ, તત્ત્વજ્ઞાનદાન, વૈરાગ્ય અંતર્મુખતા, વિષયકષાયવિજય, રાગ-દ્વેષક્ષય અને મુખ્યતયા આરાધકભાવ સાથે સીધો અને પહેલો સંબંધ છે.
ગૃહસ્થો કે સંસારીઓ વચ્ચે જ રહી સાવ તેમની નિકટ પણ વૃત્તિ-પ્રવૃત્તિથી દૂર-સુદૂર જેઓ રહી શકે છે તે સાધ્વાચારની ઉત્તમોત્તમ સામાચારીઓ પાળી શકે છે, સ્વપરનું કલ્યાણ કરી શકે છે.
બાકી સ્વાધ્યાય, ક્ષમાપના, પોતાની અલનાઓની સવિશુદ્ધ આલોચના, કર્તવ્યબુદ્ધિ અને ઋણમુક્તિની ભાવના, વિનય, વિવેક, ગ્રામાનુગામ અવિરતવિહાર ઉપરાંત જિનાજ્ઞા ગુર્વાજ્ઞા વફાદારી વગેરે વિના જેઓ શ્રાવકશ્રાવિકાઓને ધર્મ પીરસવા ગયા તેમનો સ્વયંનો ધર્મ સગવડિયો બની જતાં વાર ન લાગી. કેટલા શ્રાવકોને તપમાં કે જપમાં જોડ્યા, કેટલાને સામૂહિક ૯૯ કરાવી, કેટલા છ'રી પાળતા સંધો કાઢ્યા, કેટલી પ્રતિષ્ઠા કરાવી, કેટલી ઉછામણીઓ જોરદાર થઈ, કેટલાં પુસ્તકો લખી નાખ્યાં કે કેટલાં ઉપધાન કરાવી કેટલાંને ધર્મ પમાડી દીધો, કેટલી સંસ્થાઓને-સમિતિઓ રચી-ચાવી તે સંયમ નથી પણ શાસનપ્રભાવનાઓ છે, તેની કિંમત સ્વની
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org