________________
જૈન શ્રમણ
૧૯૩
શાળ જયોતિ હેમચંદ્રાચાર્યજી
રચયિતા : પ.પૂ. જયદર્શન વિ.મ.સા. (નેમિપ્રેમી)
જિનશાસનની જ્ઞાન-પરંપરાને બહુવેગી બનાવી દેનાર, બહુશ્રુત, જ્ઞાનપુંગવ, શાસનના મહાઆરાધક, પ્રભાવક તથા કલિકાલસર્વજ્ઞનું બિરુદ ધરાવી શ્રુતવારસા દ્વારા ચિરંજીવ બની જનાર આચાર્યપ્રવર હેમચંદ્રસૂરિરાજના સ્મરણ વિના, મહાગ્રંથ પણ અધૂરો રહી જાય તેથી ખાસ તેમના જીવનની વિશિષ્ટ ઘટનાઓને પ્રસ્તુત કરી રહ્યા છે. જ્ઞાનોપાસક પ.પૂ. જયદર્શન વિ. મ.સા. (નેમિપ્રેમી), જેમણે તેમના રચેલા અનેક ગ્રંથો, ચરિત્રો તથા સામુદ્રિક શાસ્ત્રો ઉપર ચિંતન-મનન કરી પ્રસંગે પ્રસંગે નાના-મોટા લેખો રચ્યા છે અને પોતાના અંગત પ્રકાશનમાં પણ સ્થાન આપ્યું છે. અત્રે પ્રસ્તુત લેખરચનાને વાંચી કલિકાલસર્વજ્ઞની શાસનપ્રભાવક શક્તિ તથા અંતર્મુખતા ગુણને સૌ અનુમોદે તેવી મંગલભાવના.
અતિ સંક્ષેપ પરિચય પણ સૌ જ્ઞાનપ્રેમીઓના આનંદમાં ઉમેરો કરશે, શુભાભિલાષા સાથે અત્રે વિરમીએ છીએ.
- સંપાદક
બેજોડ આરાધક, મહાન શાસનપ્રભાવક, સરસ્વતીલબ્ધપ્રસાદ તથા લબ્ધિવાન ઉપરાંત કલિકાલસર્વજ્ઞનું બિરુદ મેળવનાર આચાર્ય ભગવંત હેમચંદ્રાચાર્યજીની જીવન-કવનની કથાવાર્તાઓ છે. તેઓશ્રીના જીવંત જીવનની સારભૂત વાતોનું સંકલન કરતાં પણ લેખનું સારું લંબાણ થઈ જાય, તેથી અતિ સંક્ષેપમાં રોમહર્ષ વાતોને પણ સપ્રેમ વધાવવા યોગ્ય છે.
(૧) જન્મપ્રસંગ : ગુજરાત-મહારાજ્યના ધંધુકાના વતની ધાર્મિક શ્રેષ્ઠી ચાચિંગ અને શ્રાવિકા પાહિનીના પાવન ગૃહમાં પનોતા પુત્ર તરીકે જન્મ પામનાર ચંગદેવ જ્યારે માતાની કુક્ષિમાં હતો ત્યારે માતા પાહિનીએ સ્વપ્નમાં દીઠેલ કે કોઈ દિવ્ય શક્તિએ પોતાના બે સ્ત્રી હાથોથી તેણીને ચિંતામણિરત્ન આપ્યું, જે તેણીએ આચાર્યદેવ દેવચન્દ્રસૂરિજીને સપ્રેમ ભેટ કર્યું અને તેણીને રોમાંચ સાથે હર્ષાશ્રુ ઝરી પડ્યાં. વિ.સં. ૧૧૪૫ના કાર્તિક પૂર્ણિમાના દિવસે જન્મ પામનાર તે બાળકના જન્મ સમયે દિવ્ય આકાશવાણી ગુંજેલ કે “હે પાહિની! તારો પુત્ર ભાવિમાં તત્ત્વજ્ઞાતા તથા જિનશાસનનો મહાપ્રભાવક મહાપુરુષ થશે.” સૌમ્ય મુખાકૃતિ અને રૂપના અંબાર શિશુનું નામ ચંગદેવ ફોઈબાએ રાખ્યું પણ પાછળથી તે જ નામ બે વાર બદલાયાં છે.
જ્ઞાનજ્યોતિ હેમચંદ્રાચાર્યજી
થોડાં જ વરસો પછી જે ઐતિહાસિક સત્ય ઘટનાપ્રસંગોને પૂરા હજાર વરસ વીતી જતાં દસ સૈકાઓ પૂરા થશે તે સત્ય હકીકતો ભરતક્ષેત્રના વર્તમાન પાંચમા આરામાં હુંડા અવસર્પિણી કાળના કલિકાળમાં પણ મહામંત્ર નવકારના
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org