SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન શ્રમણ ૧૮૧ આ છે અણગાર અમારા (ભાગ-૨) પ્રસ્તુતકર્તા : પ.પૂ. જયદર્શન વિ.મ.સા. (નેમિપ્રેમી) પ્રભુ મહાવીર દેવે પ્રસ્થાપિત સંઘના ગણધરો પૈકી સુધર્માસ્વામીની પાટપરંપરાને આજ સુધી અવિરત જૈનસંઘ સુધી પહોંચાડી જન-જનનું કલ્યાણ ઇચ્છનારા અને કરનારા અનેક સૂરિરાજોથી લઈ મુનિરાજોને ભાવવંદના કરી આ નવલી અને નાની લેખમાળા વર્તમાનમાં વિચરતા કે સાવ નિકટનાં ૧૦૦-૧૦૦ વરસમાં જ થઈ ગયેલ ભરતક્ષેત્રની ૨૫ી૫ (સાડા પચ્ચીસ) આર્યભૂમિના અવ્વલ અણગારોની આછી ઓળખાણસ્વરૂપ જાણવી.. ઐતિહાસિક અને પ્રાચીન કથાનકો કરતાંય ક્યારેક અર્વાચીન અને જીવંત દૃષ્ટાંતો લોકોને વધુ આકર્ષણનું કારણ બને છે. નાસ્તિકોની નાસ્તિકતા આસ્તિકતામાં ફેરવાય છે અને પછી દેવ-ગુરુ-ધર્મનો રાગ વધતાં અને ધર્મષ ટળતાં વેરાગ વધે છે. પ્રસ્તુત લેખમાળાનાં ચારિત્રિક પાત્રોનાં પરિચય નામ-ઠામ-કામ કે ગામનાં નામ વગર ગુપ્ત રીતે પ્રસ્તુત કરાયાં છે, કારણ કે નાના લેખમાં અત્યલ્પ જ વિગતોનો સમાવેશ થઈ રહેવાથી અનેક મહાત્માઓની સંયમસાધના વિશે લખવું–જણાવવું અશક્ય થાય તેમ છે, ઉપરાંત સૌ ભાવસાધકોની ભાવાનુમોદના ફક્ત તેમના જીવન-કવનની સ્પર્શના કર્યા વગર ન થઈ શકે. જે જે વિગતો છે તે વર્તમાનમાં વિચરતા વિરાગની વાટના વટેમાર્ગુ જેવા મનિ ભગવંતોની છે. તેથી એક અંદાજ બાંધી શકાય કે કહેવાતા કપરા કાળમાં પણ પ્રભુશાસનની કપરી સાધના કરનારાં બેઠા જ છે, જે બાકીનાં સાડાઅઢાર હજાર વરસના આગામી આગંતુક સાધકોને માર્ગપાથેય પૂરું પાડશે. ભાવિકાળના આદર્શો માટે ચાલો વર્તમાનમાં જ વિહરીએ. – સંપાદક (૧) સંયમીઓના સાચા સાથી : નિકટના ભૂતકાળમાં થયેલ તે ગચ્છાધિપતિ આ. ભગવંત સ્વયં તપસ્વી-ત્યાગી અને સંયમીઓના રાગી હોવાથી તેમના કાળધર્મ પછી પણ તેમને યાદ કરી શ્રદ્ધાંજલિ દેનારો વર્ગ બહોળો છે, જેમના થકી અનેકોને સંયમ માર્ગ મોકળો મળ્યો છે તથા સમુદાયમાં પણ અનેક સંયમી-જ્ઞાની–ત્યાગી મહાત્માઓ જોવા મળે છે, તેનું કારણ તેમની સંયમસાધના છે. (૨) પ્રસિદ્ધિ અને આડંબરમત : તપસ્વી તે આ. ભગવંત લગભગ જીવનમાં ચૌદ હજારથી વધુ આયંબિલ અને અનેક ઉપવાસ ઠામ ચૌવિહારપૂર્વક કરનારા વર્તમાન કાળમાં જ વિશ્વવિક્રમ સમા ૨૮૯ જેટલી વર્ધમાન તપની ઓળીઓ પૂર્ણ કરી કાળધર્મ પામ્યા. શારીરિક પ્રતિકૂળતાઓ વચ્ચેનું પણ ઉગ્ર તપ “દેહ દુખે મહાકલં”ના ન્યાયે આત્મસાત્ કરનારા તેમની તિતિક્ષા કેવી હશે? (૩) પઠન-પાઠન સિવાય મૌનધારીઃ વર્તમાનકાળમાં એક આચાર્યભગવંત વિશાળ ગચ્છના અધિપતિ Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005142
Book TitleVishwa Ajayabi Jain Shraman
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy