________________
23
જૈન શ્રમણ
અર્થાત્ જે સંન્યાસ છે એજ યોગ છે. એ દૃષ્ટિએ આચાર્ય દેવ મહારાજ ૩૯ વર્ષથી યોગીજીવન જીવી રહ્યા છે. એમનું જીવન જ્ઞાનયોગ, કર્મયોગ અને ભક્તિયોગનો સમન્વય છે. ગીતામાં યોગીને તપસ્વી, જ્ઞાની અને પુરુષાર્થી વ્યક્તિ કરતાં પણ ઊંચો કહ્યો છે.
વિ.સં. ૨૦૨૫માં બૃહત્ત તીર્થસ્થાપક દક્ષિણકેશરી પૂ.આ. ભગવંત શ્રી સ્થૂલભદ્રસૂરીશ્વરજી મ.સા.નું સાંનિધ્ય પ્રાપ્ત થયું. પૂ.શ્રીની દિનચર્યા, તપાનુરાગિતા, નિખાલસતા, મધુરભાષિતા, વિનમ્રતાદિ ગુણોએ એમને સંયમનો રસ ચખાડ્યો એટલે કે સંયમનો રસાસ્વાદ કરવા આકર્ષિત કર્યા. સંસારની અસારતાનું દર્શન કરતાં કરતાં વૈરાગ્યભાવ એના હૃદયના અણુએ અણુમાં ઓતપ્રોત થઈ ગયો. છેવટે વિ.સં. ૨૦૨૪માં પૂ.શ્રીનાં ચાતુર્માસ વાપીમાં થયાં અને પૂ.શ્રીના સાંનિધ્યમાં રહી ચાતુર્માસ-આરાધના કરી એમણે દીક્ષા અંગીકાર કરી, સાથે જ વાપીનિવાસી અશોકકુમાર (હાલમાં અમિતયશસૂરીશ્વરજી મ.સા.)ની પણ દીક્ષા થઈ.
આજે પણ આચાર્યમહારાજ ગુરુ-આજ્ઞાનું પાલન કરતાં જ્ઞાન, ધ્યાન, તપાદિ ધર્માનુષ્ઠાનમાં રત મધુર પ્રવચન દ્વારા અનેક સંઘમાં ધર્મપ્રભાવના કરતાં કરતાં જય-વિજયનો ધ્વજ લહેરાવી રહ્યા છે.
આચાર્ય મ.સા.ની દિવ્યવાણીએ હજારો, લાખોને સાધનામાં રાજમાર્ગ પર પ્રસ્થાપિત કર્યા છે. એમના જાદુઈ હાથોના સ્પર્શે ન જાણે કેટલીય વ્યક્તિઓમાં નવી ચેતનાનો સંચાર કર્યો. એમના પ્રેરક જીવને અનેકોની દિશાનું રૂપાંતર કર્યું. એમની પાવન સંનિધિ અધ્યાત્મનાં નવાં કિરણો પ્રસરાવતી રહી છે. તેથી આચાર્યશ્રી સાધક જ નહીં, લાખો સાધકોના અનુશાસ્તા
છે.
આચાર્યશ્રી બ્રહ્મર્ષિ છે, કારણ કે સાધનાના નવા નવા પ્રયોગોની શોધ કરે છે. તેઓ દેવર્ષિ છે, કારણ કે તેઓ સૌને જ્ઞાનનો પ્રકાશ વહેંચી રહ્યા છે. તેઓ રાજર્ષિ છે, કારણ કે તેઓ એક ધર્મસંઘના અનુશાસ્તા છે અને મહર્ષિ છે, કારણ કે તેઓ સતત મહાનની શોધમાં પ્રયત્નશીલ રહે છે.
આચાર્ય મ.સા. સરળ હ્રદયી, મૃદુભાષી, સરળ ભાષાના વ્યાખ્યાનકર્તા ગમે તેવો અભણ હોય કે બાળક હોય, સૌને સરળ શબ્દોમાં તત્ત્વનો મર્મ સમજાવે છે અને આચાર્ય મ.સા.નું કહેવુંય છે :
Jain Education International
૧૭૭
વૈજ્ઞાનિક યુગ મેં જીનેકા બસ ઉસકો અધિકાર મિલા, જિસકો જીવનમેં વિકાસકા આધ્યાત્મિક આધાર મિલા.'
આ.મ.ની ભીતરમાં સરસ્વતીનો અખૂટ ખજાનો, વિદ્યાનો ભંડાર ઠાંસી ઠાંસીને ભરેલો છે. જે એમના અંતર્ આત્માને સ્પર્શ કરી લે છે એમનો આ સંસારમાં બેડો પાર થઈ જાય છે.
પૂજ્યશ્રીમાં કવિત્વશક્તિ, પ્રવચનશાલીનતાનાં દર્શન થાય છે. પૂજ્યશ્રીએ સંસ્કૃત અને ગુજરાતી ભાષામાં જિનસ્તવન, સજ્ઝાય, ભક્તામરસ્તોત્ર, રત્નાકરપચ્ચીસી, સકલાર્હત, ચિંતામણિસ્તોત્ર વગેરેની ગુર્જર કાવ્યમય સ્વરચનાઓ કરવા સાથે વીતરાગસ્તોત્રનો કાવ્યમય ગુજરાતી અનુવાદ, ષોડશક અનુવાદ, લબ્ધિકલ્પઝરણાં, વિચારવૈભવ, પાવનકીધાં ધામ, સંસ્કૃતસ્તુતિ, ગુરુઅષ્ટક, પાંડવ ચરિત્રઠાણાં ઉપદેશ રત્નાકારનો ગુજરાતી અનુવાદ ભાગ-૧-૨ વગેરે વિવિધ રચનાઓની ભેટ એમણે શાસનને ધરી છે.
આવા આચાર્ય ભગવંતનાં ચરણકમળોમાં કોટિશઃ કોટિશઃ નમન !
“દિનકી આત્માકો ચિરણોંકી જરૂરત નહીં, ઔર બાહરી ચમનકો નજરોકી જરૂરત નહીં, ઇનકી તારીફ મેં હમ ક્યા શબ્દ બયાં કરે જો સૂરજ ખુદ હૈં ઉનકો ઉજાલોં કી જરૂરત નહીં.”
સૌજન્ય : વિ.સં. ૨૦૬૫ની સાલના અનુમોદનીય ચાતુર્માસની અનુમોદનાર્થે શ્રી અમીઝરા પાર્શ્વનાથ શ્વે. મૂર્તિપૂજક જૈન સંઘ, સાંગલી, મહારાષ્ટ્રના તરફથી
વર્ધમાન તપોરત્ન, સ્વાધ્યાયપ્રિય
પ.પૂ.આ.દેવ શ્રી અમિતયશસૂરિ મ.સા.
સમુદાય : જૈનરત્ન, વ્યાખ્યાનવાચસ્પતિ, કવિકુલ કિરીટ પ.પૂ. આ. દેવશ્રી લબ્ધિસૂરીશ્વરજી મ.સા.
તીર્થપ્રભાવક, તનિપુણ પ.પૂ. આ.દેવ શ્રી વિક્રમસૂરીશ્વરજી મ.સા.ના પટ્ટધર દક્ષિણ કેશરી પ.પૂ.આ. દેવ શ્રી સ્થૂલભદ્ર સૂરીશ્વરજી મ.સા.
For Private & Personal Use Only
www.jainelibrary.org