________________
૧૫૮
મહારાજ(હાલ આચાર્ય), મુનિ શ્રી વિશ્વોદયકીર્તિસાગરજી મહારાજ તથા મુનિ શ્રી વિદ્યોદય કીર્તિસાગરજી મહારાજ શોભાયમાન છે.
પૂ. આચાર્ય ભગવંત શ્રી મનોહર કીર્તિસાગરસૂરીશ્વરજી મહારાજની સર્જનયાત્રા વણથંભી આગળ વધતી રહી છે. આજ દિન સુધીમાં અંદાજે ૬૦ કરતાં પણ વધારે ગ્રંથોનું આલેખન એમની યશસ્વી કલમ દ્વારા સંપન્ન થયું છે. એમની પ્રવાહી અને પ્રાસાદિક શૈલીને કારણે એમનાં ગ્રંથોનું વાચન કરનારો વર્ગ ખૂબ વિશાળ છે.
કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય દ્વારા સંસ્કૃત ભાષામાં રચાયેલ ચોવીસ તીર્થંકર પરમાત્માઓનાં જીવનચરિત્રો સરળ અને પ્રાસાદિક ગુજરાતી ભાષામાં ઉતારવાનો સંકલ્પ પૂજ્યશ્રીએ કર્યો હતો. એમની નેમ હતી કે આ તીર્થંકર ચિરત્રોનાં અલગ અલગ પુસ્તકો બને. માત્ર સંકલ્પ કરવાથી કામ બનતું નથી, પણ પૂજ્યશ્રીનો સંકલ્પ ગજવેલ જેવો હતો. એમણે આ મહાકાય કાર્ય તરત જ આરંભી દીધું ને તૈયાર થઈ ગયાં ચોવીસ તીર્થંકર પરમાત્માઓનાં ચોવીસ પુસ્તકો વત્તા જૈન રામાયણ' અને જૈન મહાભારત' એમ કુલ છવ્વીસ પુસ્તકો પ્રગટ કર્યાં.
એમણે વિપુલ સાહિત્ય સર્જન કર્યું છે. શબ્દ સાથેનો સથવારો એમણે ક્યારેય છોડ્યો નથી. એમણે વૈવિધ્યસભર દિશાઓમાં સાહિત્યસર્જન કર્યું છે.
જે સૂર એમનાં પુસ્તકોમાં પ્રગટ થાય છે, એ જ સૂર એમની વાણીમાં પ્રગટ થાય છે. વાણી જ છેવટે તો સર્જનનું દર્પણ છે. દર્પણમાં જે પ્રતિબિંબ પડશે તે વાણી-વર્તનની તસ્વીર જેવું જ રહેશે.
ચોવીસ તીર્થંકર પરમાત્માઓના ચોવીસ પુસ્તકો ઉપરાંત જૈન મહાભારત' અને જૈન રામાયણ' એમ એમણે તત્સમયે છવ્વીસ પુસ્તકો સરળ પ્રાસાદિક શૈલીમાં ગુજરાતીમાં પ્રસિદ્ધ કર્યા છે. પૂજ્યશ્રીનું આ કાર્ય જૈનજગતના ઇતિહાસમાં સુવર્ણાક્ષરે અંકિત થશે અને એ ઉપરાંત પણ સંખ્યાબંધ ગ્રંથો એમની કલમપ્રસાદીરૂપ પ્રગટ થયા છે. તપ, સાધના, ઉપાસના અને સર્જનકાર્ય આ ચતુર્કોણીય ઉદ્યમો એમના સાધુજીવનમાં કેન્દ્રસ્થાને રહ્યા છે.
સૌજન્ય : અ.સૌ. રેશમાબેન કેતનભાઈ શાહ, અમદાવાદ તરફથી
Jain Education International
વિશ્વ અજાયબી :
જૈનતત્ત્વજ્ઞાનના ચાર્ટોના સંપાદક, શિબિરવાચના અને સાત્ત્વિક સાહિત્ય દ્વારા ધર્મ જાગૃતિનો શંખધ્વનિ ફૂંકનારા પૂજ્ય આચાર્યશ્રી વિજયરાજેન્દ્રસૂરીશ્વરજી મહારાજ પૂ. આચાર્ય શ્રી વિજયરાજેન્દ્રસૂરીશ્વરજી મહારાજ. તેઓશ્રીની જન્મભૂમિ સુરેન્દ્રનગર. પિતાનું નામ મગનલાલ અને માતાનું નામ શકરીબહેન. તેમને ત્રણ પુત્રો. સૌથી નાના પુત્ર રમણિકલાલનો જન્મ સં. ૧૯૮૯ના માગશર વદ ૧૨ના દિવસે થયો. પિતાશ્રીનો વ્યવસાય મહારાષ્ટ્રના જલગાંવમાં ચાલતો હતો, પણ રમણિકલાલની ચાર વર્ષની વયે માતા સ્વર્ગવાસી થતાં પિતાએ જલગાંવ છોડ્યું અને સુરેન્દ્રનગર આવીને રહ્યા. રમણિકલાલના મામા મુંબઈ રહેતા હતા. તે ત્રણે ભાણેજને અભ્યાસાર્થે મુંબઈ લઈ ગયા. મામા-મામી સાચવતાં અને વ્યાવહારિક તેમ જ ધાર્મિક શિક્ષણ મળે તેની કાળજી રાખતાં. પરિવાર મૂર્તિપૂજક વર્ગના સહવાસે દેરાસર જવાની શ્રદ્ધાવાળો થયો હતો. માતા સમાન મામીએ પાડેલા સંસ્કારો બાળક રમણિકમાં ઊતર્યા, જેથી રોજ દેરાસર જવું, પૂજા કરવી, પાઠશાળાએ જવું, વ્યાખ્યાનો સાંભળવાં–લખવાં, એમ ઉત્તરોત્તર ધર્મક્રિયામાં રસ લેવા લાગ્યા પ્રારંભમાં બાબુ પન્નાલાલ હાઇસ્કૂલમાં તથા કોટની હાઇસ્કૂલમાં મેટ્રિક સુધી અભ્યાસ કર્યો. આ દરમિયાન પ્રભુપૂજામાં, અંગરચના કરવામાં તેમનું મન વધુ ને વધુ લીન રહેવા લાગ્યું. ભવ્ય અંગરચનાથી પ્રસન્નતાની વૃદ્ધિ કરતા. રજાના દિવસોમાં કલાકોના કલાકો દેરાસરમાં જ હોય. આ બધાં ભાવિનાં એંધાણ હતાં. વળી, તેઓ નજીકના મુંબઈ–ભૂલેશ્વર લાલબાગ ઉપાશ્રયે આવાગમન કરતાં સુવિહિત સાધુ ભગવંતોની વૈરાગ્ય નીતરતી વાણી સાંભળવા જાય. વ્યાખ્યાનશ્રવણથી અરિહંત પરમાત્માની વાસ્તવિક ઓળખાણ થઈ. સંસારના રંગરાગ અને મોજશોખની ભયંકરતા સમજાઈ. જીવોના ભેદ, નવતત્ત્વ, નવપદ, પંચપરમેષ્ઠી, આઠ કર્મ, સામાયિક, પૌષધ, દેશિવરિત, સર્વવિરતિ, સમ્યક્ત્વ—આ સર્વ જૈનશાસનનાં મહત્ત્વનાં અંગોની સમજ મળી.
સં. ૨૦૦૬માં પાલિતાણા-આયંબિલ ભવનમાં પૂ. ગુરુભગવંતની નિશ્રામાં ચાતુર્માસમાં સાથે રહી જ્ઞાનાભ્યાસ કર્યો. દિવાળી લગભગમાં સમેતશિખર આદિ પૂર્વ દેશનાં
For Private & Personal Use Only
www.jainelibrary.org