________________
જૈન શ્રમણ
૧૫૫
પાલિતાણામાં ઉપાધ્યાયપદ તથા આચાર્ય પદથી અલંકૃત કર્યા.
તેઓ આજે છેલ્લાં ૧૪ વર્ષથી ગચ્છાધિપતિ પદને શોભાવે છે અને વિશાળ સાગર સમુદાયનું સફળ સંચાલન કરે
તેઓશ્રીના સંસારી સંબંધ ધરાવતા ૨૭ પુણ્યાત્માઓ સંયમસાધના કરી રહ્યા છે એ પણ એક આશ્ચર્યકારી ઘટના છે. પૂજ્યશ્રીના વરદ હસ્તે અનેક પ્રતિષ્ઠાઓ, અંજનશલાકા, ઉપધાન આદિ અનુષ્ઠાનો ઊજવાયાં છે. વંદન હજો એ પુણ્યવંતા પ્રભાવક આચાર્યપ્રવરને!
[સંકલન : મુનિશ્રી ગુણરત્નસાગરજી મ.] સૌજન્ય : પ. પૂ.ગચ્છાધિપતિ આ.મ.શ્રી સૂર્યોદયસાગરસૂરિજી મ.સા.ના આશીર્વાદથી શ્રી ગુણરત્નસાગરજી મ.સા.ની પ્રેરણાથી મોહનભાઈ સાગરમલજી કોચરની સ્મૃતિમાં કુંજલતાબેન રમેશચંદ્ર
કોચર પરિવાર, મહીદપુર (મધ્યપ્રદેશ)
જિનાગમસેવી અવિરત આગમ ઉપાસક પૂ. આ.શ્રી દોલતસાગરસૂરીશ્વરજી મ.
પૂજ્યશ્રીનો જન્મ ઉત્તર ગુજરાતમાં મહેસાણા નજીક આવેલા જેતપુર નામના નાનકડા ગામડામાં થયો હતો. તેઓ જન્મે પટેલ જ્ઞાતિના હતા. પિતા ગલદાસ અને માતા દિવાળીબહેનના આ લાડકવાયા પુત્રનું નામ શંકર હતું. આ બાળક ભવિષ્યમાં જિનશાસનનું તૃતીય પદ પામી આટલો મહાન બનશે તે કલ્પનાતીત હતું, પરંતુ માણસનું પૂર્વ જન્મનું પુણ્ય એને જીવમાંથી શિવ બનવા તરફ પ્રેરે છે, તે શંકરના જીવનથી ફલિત થાય છે. વતનમાં બાળપણ વિતાવીને શંકર રાજનગર–અમદાવાદ આવીને રહ્યો. તે એક માતાપિતા જેવું વાત્સલ્ય દાખવનાર શ્રાવકદંપતી સાથે રહેતો હતો. ત્યાં દિન-પ્રતિદિન સાધુ-સાધ્વીજીઓનો સમાગમ, જિનાલયમાં દેવદર્શન, લોકોત્તર પર્વ-પ્રસંગો, તપજપ-આરાધના આદિમાં જોડાવાના પ્રસંગો તેમના જીવનમાં બનતા રહ્યા અને તેના પરિણામે શંકરના ધાર્મિક સંસ્કારોનું સંવર્ધન થતું રહ્યું. ધન કમાવાના ધ્યેયથી ગામ છોડીને અમદાવાદ આવી વસેલા શંકરે એક દિવસ ધર્મધન કમાવા માટે સંસાર છોડવાનો નિર્ણય કર્યો.
સં. ૧૯૯૫માં પૂજ્યપાદ આગમોદ્ધારક શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મહારાજના પટ્ટધર પૂજ્ય માલવદેશોદ્ધારક આચાર્ય શ્રી ચંદ્રસાગરસૂરીશ્વરજી મહારાજ (તે વખતે મુનિશ્રી ચંદ્રસાગરજી મહારાજ)ના પટ્ટધર ગચ્છાધિપતિ આચાર્યશ્રી દેવેન્દ્રસાગરસૂરીશ્વરજી મહારાજનું ચોમાસું અમદાવાદ, શાહપુર, મંગળ પારેખના ખાંચે હતું, ત્યાં થતી દરેક આરાધનામાં જોડાતાં શંકરનું મન પ્રાંતે વૈરાગ્યવાસિત બન્યું અને ૧૯૯૬ના કારતક વદમાં સંયમ ગ્રહણ કર્યું, પરંતુ કેમ જાણે, સમય પૂરો પાક્યો ન હોય તેમ, મોહપાશમાં પડેલાં કુટુંબીજનો આવી ચડ્યાં અને સંયમી નૂતન મુનિને પરાણે જેતપુર લઈ જઈ ફરી સંસારી બનાવી દીધા. નજરકેદમાં રહેતા આ પુણ્યાત્મા કાચી માટીના ન હતા. પુનઃ સંયમ પ્રાપ્ત કરવા મક્કમ અને અડગ રહ્યા. એક દિવસ લાગ શોધી જેતપુરથી નાસી છૂટ્યા. એકશ્વાસે મહેસાણા દોડી, ત્યાંથી ગાડી પકડી અમદાવાદ આવ્યા. પૂજ્યપાદ ગુરુદેવશ્રીનાં ચરણોમાં પુનઃ જીવન સમર્પિત કર્યું. દીક્ષા ગ્રહણ કરી મુનિશ્રી દોલતસાગરજી બન્યા. કુટુંબીજનો તરફથી પુનઃ વિટંબણા ન થાય તે કારણે તેમના સંસર્ગથી દૂર રહ્યા. ગુરુનિશ્રામાં સંયમસાધનાના માર્ગે આગળ વધી થોડા જ સમયમાં પૂ.આ.શ્રી કુમુદસાગરજી મહારાજના વરદ હસ્તે વડી દીક્ષા ગ્રહણ કરી. સંયમની મસ્તીમાં મસ્ત બનેલા આ સાધકે જ્ઞાન, ધ્યાન, વિનય, વૈયાવચ્ચને પોતાના જીવનનો મંત્ર બનાવ્યો. જ્ઞાનધ્યાન અને આરાધનાના નિતનવા ગુણો વિકસાવતા ગયા. પોતાની આગવી બુદ્ધિપ્રતિભાએ સંસ્કૃત, પ્રાકૃત, ન્યાય, કાવ્ય આદિ ક્ષેત્રોમાં ખૂબ જ વિકાસ સાધ્યો. કર્મસાહિત્યના વિષયમાં તો અપૂર્વ વિદ્વત્તા પ્રાપ્ત કરી. સં. ૨૦૨૨માં ગણિપદ પ્રાપ્ત કરી શાસનપ્રભાવનાનાં કાર્યોમાં લીન બન્યા. પૂજ્યપાદ સાગરજી મહારાજે પણ જિનશાસનના અણમોલ ખજાનાનું સુવ્યવસ્થિત સંયોજન કર્યું, તેના સંરક્ષણ માટે આગમ મંદિર જેવા બેનમૂન શિલ્પની જિનશાસનને ભેટ ધરવામાં આવી. ૪૫ આગમોને મુદ્રિત કરી ‘આગમરત્નમંજૂષા' રૂપે પ્રકાશિત કરી તથા અન્ય અનેક ધર્મગ્રંથોનું પ્રકાશન કરવાનું ભગીરથ કાર્ય કર્યું પૂજ્યશ્રીએ પૂ. ગુરુદેવશ્રી દેવેન્દ્રસાગરસૂરીશ્વરજી મહારાજ સમક્ષ પોતાની ભાવના જણાવી કે “પોતાના નામ પ્રમાણે જિનશાસનની દોલતને સંરક્ષવા અને સંવર્ધવા જ જીવન સમર્પિત કરીશ.” પૂ. ગુરુદેવશ્રી અત્યંત પ્રસન્ન થયા અને આશીર્વાદ આપી પ્રોત્સાહિત કર્યા. સં. ૨૦૨૮માં સુરત-સ્થિત પૂ. ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રી માણિક્યસાગરસૂરીશ્વરજી મહારાજની અનુમતિ અને આશીર્વાદથી પૂજ્યશ્રીએ શ્રુતભક્તિ કરવા કાજે જિનાગમની
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org