SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન શ્રમણ ૧૫૧ શાસ્ત્રશાહિત્યંબા સમર્થ સંપાદકો: | W. સમકાલીન સર્જક સૂરિવો પૂર્વપુરુષોએ આપેલા અણમોલ શાસ્ત્રવારસાના સંરક્ષણ અને સંવર્ધનની ગંભીર જવાબદારી આજની પેઢીના શિરે છે. અનેક ખ્યાતનામ સંસ્થાઓ અને સંઘો ગ્રન્થ–પ્રકાશનના ક્ષેત્રે કાર્યરત છે. ટકાઉ કાગળો ઉપર શુદ્ધ હસ્તપ્રતો તૈયાર કરી પ્રાચીન શાસ્ત્રવારસાને નવું દીર્ધ જીવન આપવાનું પણ ખૂબ જરૂરી છે, તો પ્રાચીન લિપિમાં લખાયેલ હસ્તપ્રતોને ઉકેલી તેની પ્રેસકોપી તૈયાર કરવાનું કાર્ય પણ ખૂબ ખંત અને ચીવટ માંગી લે છે. અનેક હસ્તપ્રતોનો આધાર લઈને શુદ્ધ પાઠોવાળી સંપાદિત નકલ તૈયાર કરવાનું કાર્ય ખૂબ કઠિન છે. આજે અનેક મહાત્માઓ આવી કઠિન કાર્યવાહી પણ ખૂબ ઉત્સાહથી કરી રહ્યા છે. કઠિન ગ્રન્થોના સરળ ભાવાનુવાદ, ભાષાન્તર કે સંપાદનનાં કાર્યો આજે સુંદર ચાલે છે, તો પ્રાકૃત, સંસ્કૃત અને ગુજરાતી ભાષામાં શાસ્ત્રસંગત અભિનવ ગ્રન્થોની રચનાનું કાર્ય પણ કયાંક કયાંક ઠીક પ્રમાણમાં થઈ રહ્યું છે, તે પણ ખૂબ ઉત્સાહજનક છે. આત્મારાજનો પ્લાના સારી શાસ્ત્રવિશારદ : ન્યાયવાચસ્પતિ પૂ. આચાર્ય શ્રી વિજયદર્શનસૂરીશ્વરજી મ. નજીકના ભૂતકાળમાં થઈ ગયેલા પુણ્યનામધેય સમર્થ વિદ્વાન આત્મસાધક પૂજ્યપાદ આચાર્યશ્રી વિજયદર્શનસૂરીશ્વરજી મહારાજનો જન્મ તીર્થાધિરાજ શ્રી શત્રુંજયથી પાવન થયેલા ભાવનગર જિલ્લાના સૌરાષ્ટ્રના કાશમીર તરીકેના બિરુદધારક મહુવા શહેરમાં થયો હતો. સં. ૧૯૪૩ના પોષ સુદ ૧૫ ને મંગળવારે પિતા કમળશીભાઈ અને માતા ધનીબહેનને ત્યાં પુત્રરત્નનો જન્મ થયો. પોષી પૂર્ણિમા, મંગળકારી દિવસ, કમળ સમા સુવાસિત પિતા અને ધન્ય ધન્ય માતા-પછી બાળકનું નામ પણ રાખ્યું સુંદરજી. કર્તવ્યનિષ્ઠ જીવન, વ્યવહારમાં સાદગી, સહનશીલતા, ઔદાર્યપૂર્ણ મનોવૃત્તિ, નિરંતર પરોપકારની ભાવના, વીતરાગના ધર્મ પ્રત્યે અવિહડ વફાદારી વગેરે માતાના સંસ્કારવાસિત ગુણોની ઘેરી અસર બાળક સુંદરજીના માનસ પર પ્રથમથી જ છવાઈ ગઈ હતી. એમાં પૂજ્યપાદ પરમ તપસ્વી શ્રમણ શ્રેષ્ઠ શ્રી ખાંતિવિજયજી મહારાજનો સંપર્ક થયો અને સુંદરજીભાઈ સંયમ અંગીકાર કરવા કટિબદ્ધ બન્યા. સંસ્કારી કુટુંબની સંમતિ મળતાં સં. ૧૯૫૯ના અષાઢ સુદ ૧૦ના મંગળ દિને ભાવનગર મુકામે, સુરિશિરોમણિ શાસનસમ્રાટ પૂજ્યપાદ આચાર્યપ્રવર શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે મહામહોત્સવપૂર્વક દીક્ષા આપવામાં આવી અને મુનિશ્રી દર્શનવિજયજી નામ આપવામાં આવ્યું. પૂજ્યશ્રીના અદ્ભુત સમર્પણભાવ, ગુરુસેવા, જ્ઞાનપ્રાપ્તિની ઉત્કંઠા અને સંયમપાલનના પ્રભાવથી પ્રેરાઈને ગુરુવર્યશ્રીએ તેમને સં. ૧૯૬૯માં કપડવંજ મુકામે પંન્યાસપદ, સં. ૧૯૭૩માં સાદડી મુકામે ઉપાધ્યાયપદ અને સં. ૧૯૭૩માં ખંભાત મુકામે આચાર્યપદથી અલંકૃત કર્યા. અધ્યયનમાં તેમ, અધ્યાપનમાં પણ પૂજ્યશ્રી અનન્ય સાધારણ હતા. “શ્રી ધર્મરત્ન પ્રકરણ” નામક શાસ્ત્રગ્રંથમાં પૂ. આચાર્યશ્રી શાંતિસૂરીશ્વરજી મહારાજે નિર્દેશેલા ‘ભાવસાધુના લક્ષણોની ઝાંખી પૂજ્યશ્રીના જીવનથી થઈ આવતી. (૧) સપના मग्गाणु सारिणी किरिया, (२) सद्धा पवरा धम्मे, (३) पनवाणिजमुनु મવા, (૪) વિસ્થાનું અપમાનો, (૬) નામો સળિra[ , (૬) ગુરુગો જુગાજુગગો અને (૭) ગુરુ બારણાં પરમં–આવાં ભવસાધુતાનાં સાત લક્ષણોની ઝાંખી પૂ. આચાર્યદેવ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજને તેઓશ્રીમાં થઈ હતી. અને તેના પરિપાક રૂપે ગુરુદેવે તેમને પ્રથમ પટ્ટધરપદે સ્થાપ્યા હતા. પૂજ્યશ્રીએ પચીસ હજાર શ્લોકપ્રમાણ વૃત્તિ લખી છે, જે મૂળ ગ્રંથને સમજવામાં ભોમિયાની ગરજ સારે છે. એમના જ અન્ય ગ્રંથ “તત્ત્વાર્થસૂત્ર' પરના વિવરણને સમજાવનાર ગૂઢાર્થદીપિકા’ નામની વૃત્તિ લખી છે. પર્યુષણ–માહાભ્ય ગ્રંથને વાર્થ લખી છે Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005142
Book TitleVishwa Ajayabi Jain Shraman
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy