________________
જૈન શ્રમણ
હાથીના મહાવતને પૈસાથી ફોડી હાથી સમુદ્રમાર્ગથી પોતાને ત્યાં કબજામાં કરી દીધો, જેવો ઉજ્જ્વળ હસ્તિ બ્રહ્મદ્વીપમાં આવ્યો ત્યાંની સમૃદ્ધિ વધવા લાગી અને સિંહલ નામના દ્વીપની સમૃદ્ધિ ઘટવા લાગી.
સિંહવાહન રાજા હાથી ગુમ થવાથી ચિંતિત થઈ ગયો, પણ જ્યારે નિકટમાં પધારેલ કેવળી ભગવંત સમુદ્રસૂરિ પાસેથી ખુલાસો મળ્યો કે હાથી બ્રહ્મદ્વીપના રાજાના પુણ્યથી ત્યાં સુરક્ષિત રીતે પહોંચી ગયો છે અને ક્યારેય પાછો નહીં આવે ત્યારે રાજાએ તીવ્ર વૈરાગ્ય થતાં સંસાર છોડી દીધો, મુનિપણે તીવ્ર તપ તપી આઠમો દેવલોક સાધી લીધો. અમુક ભવો પછી મુક્તિને વ૨શે તેવું કેવળીએ દીઠું છે, પણ બધીય ઘટનાઓમાં મુખ્ય છે હાથીની ઉત્તમતા. રાજા દશાર્ણભદ્રની શોભાયાત્રાને ઝાંખી પાડનાર હતો, ઇન્દ્રનો ઐરાવત હાથી તેમ ચેડા રાજા અને કુણિકના ખૂંખાર યુદ્ધમાં કેન્દ્રમાં હતો સેચનક હાથી તેમજ સિદ્ધહેમ વ્યાકરણની શોભામાં વધારો કરનાર હતો રાજાશાહી હસ્તિ, બલ્કે અક્રમનું ઉગ્ર તપ નિરંતર તપી અંત સમયે મરણાંત ઉપસર્ગમાં પણ નવકાર શરણ લઈ આઠમા દેવલોકે જનાર હતો એક હાથી જે પાર્શ્વનાથ ભગવાનનો મરૂભૂતિ નામના પ્રથમ ભવ પછીનો હાથીરૂપનો બીજો ભવ હતો. સ્વયં ત્રેવીસમા તીર્થંકરની સેવાપૂજા કરનાર હતો કલિકુંડ તીર્થની સ્થાપનામાં નિમિત્ત એક હાથી. તેવી જ રીતે શ્રીપાળ રાજા અને કુમારપાળ રાજાની હસ્તિસેનાની વિગતો જાણવા તેમનાં જીવન-ચરિત્ર જોવા જેવાં છે. આર્યરક્ષિતની સ્વાગત યાત્રાના હાથીનો ઉપયોગ વર્તમાનકાળમાં સર્કસ જેવા મનોરંજનમાં થવા લાગ્યો, પણ જિનાલયો કે તીર્થસ્થાનોમાં આજેય પણ હાથીની પ્રતિકૃતિઓ શોભા વધારતી જોવા મળે છે, તેના મૂળ કારણમાં પૂર્વકાળની ચાલી આવતી હસ્તિપૂજા, હસ્તિપાલની વિદ્યા તથા નિમિત્તશાસ્ત્રવેત્તાની આગાહીઓ થકી વધેલું હાથીનું ગૌરવ ગણાય છે.
(૫) તપસ્વી જૈન મુનિની ભવિષ્યવાણી : તીર્થંકરોની માતા તથા ચક્રવર્તીઓની માતા ચૌદ સ્વપ્નમાં જે સર્વપ્રથમ ગજવરને જોવે છે, તેની ઉત્તમતા અને લક્ષણો ચૌદપૂર્વધારી ભદ્રબાહુસ્વામીજીએ કલ્પસૂત્રજીની અને બારસાસૂત્રની જ્ઞાનધારામાં પ્રાકૃત અને સંસ્કૃત બેઉ ભાષામાં ખૂબ સારી રીતે આલેખી છે, માટે પણ સ્વપ્નવાંચન થાય છે, અને ખાસ જિનાલયોમાં પર્યુષણ પર્વ સમયે ઉછામણીઓ પણ થતી જોવા મળે છે.
Jain Education International
૧૨૩
જે હસ્તિના પાછળના જમણા પગના સાથળમાં શ્વેત રંગનું ૐ એવું આકૃતિનું ચિહ્ન હોય તેવો હાથી માલિકના પરિવારની અનેક રીતે ઉન્નતિ કરે છે, જેમકે દ્વારિકા નગરીનો ગરીબ બ્રાહ્મણપુત્ર શંકર તેવા હાથીને પામી ધનપતિ બની ગયો હતો. સ્વમાનથી જીવવા અને આપકમાઈ કરી ગરીબ માતા-પિતાને હૂંફ આપવા પરદેશ આવેલ. તેણે માસક્ષમણના તપસ્વી મુનિને જે પ્રમાણે પારણાના દિવસે અન્નપાણી પ્રતિલાભેલ, તે તેના હિતમાં થયું. પોતાની તકલીફ દૂર કરવા મુનિ ભગવંતને વિનંતી કરતાં, તેને યોગ્યાત્મા જાણી તપસ્વી સાધુએ જણાવ્યું કે શંકર ચાર દિવસ પછી વિશિષ્ટ લક્ષણવાળા હાથીને પામશે.
તે જ પ્રમાણે ચંપાના વૃક્ષ નીચે વનમાં આરામ કરતા શંકરને સામે ચડી મદલિપ્ત ગંડસ્થળવાળા ૐૐ આકૃતિયુક્ત વનહસ્તિએ સૂંઢથી ઉપાડી રાજાના મહેલની નિકટ લાવી દીધો. જ્યાં બધીય ચોખવટ બરાબર જણાતાં રાજાએ દસ લાખ સુવર્ણમુદ્રા શંકરને આપી ન્યાલ કરી દીધો અને હાથીને મહાવતોની સુરક્ષામાં સાચવી લીધો. રાજલક્ષ્મી વધી અને હાથીના પ્રભાવે ધનવાન બની ગયેલ બ્રહ્મપુત્ર શંકર અને તેના પિતા કપિલે અડધી લક્ષ્મી જિનશાસનના ઉદ્યોતમાં ખર્ચી નાખી, પિતા-પુત્ર બન્નેએ શ્રાવકધર્મ સ્વીકારી દેવગતિ સાધી.
ઉપરોક્ત વાત થઈ લાક્ષણિક હાથીની તેમ ઉદર ઉપર ભ્રમરના આકારનું શ્વેત ચિહ્ન જે હાથીને હોય તે રાજ્યલક્ષ્મી અને ઋદ્ધિનો નાશ કરનાર બને તેમ પણ સામુદ્રિક જ્ઞાતાનું કથન છે. હકીકતમાં સંપત્તિ-સુખ-સગવડો પુણ્ય પસાયે વધે છે, છતાંય તેમાં હાથી-ઘોડા-બળદ વગેરે તિર્યંચો પણ નિમિત્ત બને છે માટે જ પૂર્વકાળમાં જ્યોતિષીની જેમ અશ્વહસ્તિ-ૠષભ-પરીક્ષાના નિષ્ણાતો પોતાનો વ્યવસાય સ્વતંત્ર રીતે ચલાવતાં શાસ્ત્રોમાં જોવા મળે છે.
શ્યામ રંગના હાથી મધ્ય જાતિવંત કહેવાય છે. લંબગોળ લાલ અને નાની આંખોવાળા હાથી ઉત્તમ કહ્યા છે તેમ જ શ્વેત રંગના પૂછડાના કેશવાળા હાથી પણ સમૃદ્ધિદાતા બને છે. મનુષ્ય કરતાં પણ લાંબું આયુ ભોગવતા હાથીઓ શુદ્ધ શાકાહારી છતાંય બળવાન, વીર્યવાન, શાંત પ્રશાંત તથા દીર્ઘ સ્મરણશક્તિવાળા શાસ્ત્રકારોએ વર્ણવ્યા છે, માટે પણ જીવદયાના હિમાયતીઓ રક્ષા કરે છે.
હાથી-ઘોડાની જેમ પ્રથમ તીર્થપતિ આદિનાથ ભગવાનના લાંછનથી ઓળખાતા વૃષભના વિષે પણ
For Private & Personal Use Only
www.jainelibrary.org