________________
૧૧૨
(૫૪) વિજય મુનિરાજ ઃ કૃષ્ણ પક્ષમાં મહિનાના ૧૫ દિવસનું વિશુદ્ધ બ્રહ્મચર્ય વ્રત પાળવાનું જેમના પુણ્યોદયે હતું, તેમને સામે આત્મોત્થાન માટે પત્ની પણ શુક્લ પક્ષના ૧૫ દિવસના બ્રહ્મવ્રતવાળી જ મળી છતાંય બેઉએ મળી આજીવનનું સંપૂર્ણ બ્રહ્મચર્ય વ્રત પાળ્યું છે. જીવનની આધેડ વયમાં ચારિત્ર લઈ વિશિષ્ટ બ્રહ્મવ્રતધારી તેઓ કેવળી બની મુક્તિ વર્યા છે.
(૫૫) આર્યરક્ષિત મુનિરાજ : વિદ્વાન બની કાશીથી પાછા ઘેર આવેલ આર્યરક્ષિત માતાની ખુશી માટે દૃષ્ટિવાદ પૂર્વ સુધીનું જ્ઞાન પ્રાપ્ત કરવા જૈન અણગાર બની ગયા. જ્ઞાનની ધૂણી એવી તો ધખાવી કે કોરા વિદ્વાન મટી નક્કર જ્ઞાની પુરુષ બની ગયા. માતા રૂદ્ર સોમાના બ્રાહ્મણ પુત્ર શ્રમણ સંસ્થાના નાયક બની ગયા અને જિનશાસનના તે મહાત્માએ ચાર અનુયોગ દ્વારા જિનપ્રણિત જ્ઞાનનો પ્રવાહ ચલાવ્યો.
(૫૬) સિદ્ધસેન દિવાકર સૂરિરાજ : ગુરુપ્રદત્ત પ્રાયશ્ચિતને સમાજથી પર બની વહન કરતાં લાગેટ આઠ વરસ સુધી અખંડ આયંબિલ કરનાર તે મનોબળી મહાત્માએ રાજા વિક્રમને પ્રતિબોધ્યા. શિવલિંગમાંથી પાર્શ્વનાથજી પ્રગટ કર્યા. કલ્યાણમંદિર જેવાં ગૂઢ સંસ્કૃત કાવ્યો રચી કવિ તરીકે કાવ્યપ્રભાવક બન્યા અને મુનિરાજમાંથી સૂરિરાજ બની પ્રભુની પાટપરંપરા શોભાવી છે.
(૫૭) વજસ્વામી સૂરિરાજ : બાળમુનિમાંથી સ્વાધ્યાયબળે દેવતાઓને આકર્ષિત કરનારા, વિદ્યાસિદ્ધિ દ્વારા સંઘસુરક્ષા કરનારા વિદ્યાપ્રભાવક તથા સિદ્ધિઓના સદુપયોગ દ્વારા જિનશાસનની ઉન્નતિ કરાવનારા વજસ્વામીના પુણ્યપ્રભાવે બૌદ્ધ રાજા-પ્રજા પણ જેની બન્યા હતા તેવા વજસ્વામીના જીવનકવન ઉપર પાછળના મહાત્માઓએ કાવ્યો રચ્યાં છે.
| (૫૮) માનદેવ સૂરિરાજ : જયા, વિજ્યા, અપરાજિત અને પદ્માવતી જેમની પાસે પધારી વાર્તાલાપ કરતા હતા, જેમની સાધનાશક્તિથી અનેક ચમત્કારિક ઘટના સર્જાણી હતી તથા જેમનાં તપ-ત્યાગથી અનેક જૈનસંઘો પ્રભાવિત હતા તેવા બૃહતુગચ્છના માનદેવસૂરિરાજ આત્માનુભૂતિથી ભાવિતાત્મા તથા યોગી પુરુષરૂપે સિદ્ધિ-પ્રસિદ્ધિ પામ્યા છે.
(૫૯) માનતુંગ સૂરિરાજ ધારા નગરીના રાજા ભોજના દરબારમાં લબ્ધિવાન બાણ અને મયૂર કવિઓની
વિશ્વ અજાયબી : શક્તિ દેખી અંજાઈ જનારને તથા રાજા ભોજને પણ અચંબો દેખાડી જૈનધર્માનુરાગી બનાવનાર સૂરિજીએ પ્રભાવિક ભક્તામર સ્તોત્ર રચી ફક્ત પ્રથમ જિનરાજ આદિનાથનું જ નહીં, પણ જૈનશાસનનું ગૌરવ વધારી દીધું છે.
(૬) ઉમાસ્વાતિ સૂરિરાજ : માતા-પિતાનાં સાંસારિક નામ ઉપરથી જેમનું દીક્ષિત નામ બોલાય છે તેઓ શ્રુતગામી પુરુષ થયા છે. તેમના દ્વારા રચાયેલ તત્ત્વાર્થસૂત્રની અજોડ રચના આજેય સંક્ષેપરુચિ જીવો માટે શ્રુતપાથેય સમાન છે. પ્રભુ મહાવીરના નિર્વાણ પછીનાં ત્રણસો વરસમાં જ શ્રેષ્ઠ શ્રુતસાધકરૂપે તેઓ અમર બની ગયા છે.
(૧) પાદલિપ્ત સૂરિરાજ ફક્ત સાત વરસની કોમળ વયે ચારિત્ર લઈ મુનિરાજમાંથી સૂરિરાજ બનનાર તેઓ આઠ પ્રભાવકો પૈકી સિદ્ધ પ્રભાવક ગણાય છે. ગગનગામિની વિદ્યાબળે પ્રતિદિન પાંચ તીર્થોની જાત્રા કરી પછી જ પચ્ચખાણ પારનારા તેઓ સિદ્ધપુરુષ હતા, જેમના પેશાબમાં પણ શક્તિઓ હતી, અને જેમના થકી પાલિતાણા નગરી વસી છે.
(૬૨) અર્ણિકાપુત્ર સૂરિરાજ ઃ જેમના નિમિત્તે સાધ્વી પુષ્પચૂલાને કેવળજ્ઞાન થયું હતું તેવા કરુણાથી ભરપૂર આચાર્ય ભગવંત સ્વયં ગંગાનદી પાર કરતાં દેવતાઈ ઉપદ્રવ વચ્ચે પણ પોતાના રક્ત થકી અપકાયના જીવોની વિરાધનાના કારણે પશ્ચાત્તાપ કરતાં અંતકત કેવળી બની મોક્ષે સિધાવી ગયા છે તેવી વિરલ ઘટના જાણવા-સુણવા જેવી છે.
(૬૩) અભયદેવ સૂરિરાજ : ૧૬-૧૬ વરસ સુધી ફક્ત જુવારના રોટલા વાપરી જેઓ દેહમમત્વથી પર બનેલા, કાયામાં કોઢ પ્રવેશવા છતાંય ઉપચારની પરવાહ ન કરનાર તેઓને અણસણ કરતાં રોકી દેવીએ સહાયતા બક્ષી, જેના કારણે જિનશાસનને ૧૧માંથી ૯ અંગો ઉપર તેમની રચેલી ટીકાઓ સંપ્રાપ્ત થઈ તેવા સૂરિરાજ દેવગતિ પામ્યા છે. | (૬૪) ભદ્રેશ્વર સૂરિરાજ : જિનશાસનના અનેક આચાર્ય ભગવંતો પદવી પછી ઉગ્ર તપસાધકો થયા છે જેમ કે ધર્મઘોષસૂરિજી, વર્ધમાનસૂરિજી, માનદેવસૂરિજી તેમ આચાર્ય ભ. ભદ્રેશ્વરજીએ આજીવન માટે છએ છ વિગઈનો ત્યાગ રાખી તપસ્વી મહાત્મા રૂપે નામ કમાયેલ છે. તેમના થકી જિનશાસનની લખલૂટ પ્રભાવના થવા પામેલ.
(૫) રત્નાકર સૂરિરાજ : આચાર્ય પદારૂઢ તેમને પોતાની અદ્ધિ ગારવ કરવાની ભૂલ જયારે એક શ્રાવક
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org