________________
જૈન શ્રમણ
૧૦૫
આ છે અણગાર અમારા
(ભાગ-૧)
પ.પૂ. જયદર્શન વિ. મ.સા. (નેમિપ્રેમી)
માનવનો દેહ મળ્યો એટલે ઓછામાં ઓછી ચિંતા રોટી, કપડાં અને મકાનની રહેવાની, કારણ કે તિર્યંચોને કપડાં અને મકાનની ઉપાધિ નથી સતાવતી. તે ત્રણેય આવશ્યકતાઓ અનિવાર્ય ખરી પણ વર્તમાનમાં ફેશન
અને વ્યસનના જમાનામાં જાણે હરીફાઈઓ જ ચાલી રહી ' હોય તેમ ત્રણ આવશ્યકતાઓ જ ત્રણ પ્રકારના વિલાસવિકાર વધારાનું કારણ બનતી ચાલી છે. તેની પૂર્તિ હેતુ અર્થ અને કામ-પુરુષાર્થમાં અટવાયેલા આદમીઓને દુકાન અને મકાન-આગાર વગર ચાલે તેમ નથી, જ્યારે બીજી તરફ એક વિપરીતરૂપે ત્રણેય અનિવાર્યતાઓને ઓછામાં ઓછી કરી નાખી અધર્મનો પરિહાર કરી રહેલા અણગારીઓ આગારીઓ માટે આશ્ચર્યભૂત જીવન જીવતાં જ્વલંત ઉદાહરણો છે.
જ્યારે મહેલ છોડી જંગલની વાટે જનાર, મકાન છોડી મહાન માર્ગને અનુસરનારા અને અર્થ-કામ છોડી ધર્મ-મોક્ષ પુરુષાર્થને જ પસંદ કરનારી અનોખી આલમ આળસ ખંખેરી ઊભી થાય છે, ત્યારે અવનવા પ્રસંગો આપમેળે રજૂ થઈ જાય છે, વાતો વાર્તાઓ બની જાય છે અને ઇતિહાસનાં પાનાંઓમાં સુધારો-વધારો થઈ જાય છે. ગૃહસ્થને કદાચ સાત પેઢીનો જશ મળે, ત્યારે સાધુપુરુષોને સાગરોપમો સુધીનો અમરપટ્ટો મળી જાય છે, જે હકીકત છે.
આ છે અણગાર અમારા' નામના આ લેખના પ્રથમ વિભાગમાં ૧૦૮ પ્રાચીન પ્રસંગો લેવાયા છે, જ્યારે બીજા ભાગના ૧૦૮ પરિચયો સાવ અર્વાચીન યુગના જાણવા. અમારી લાગણી ભરેલ માંગણીનો સપ્રેમ સ્વીકાર કરી બહુમુખી પ્રભાવક પ્રતિભાસંપન પ.પૂ જયદર્શન વિ. મ.સા.ની લેખની ફરી નવા ગ્રંથસર્જન માટે સહજમાં સફર કરવા ચાલી છે, જે દ્વારા ઉન્મુખ દેખાતા યુવાવર્ગને જૈન શ્રમણના સીધા-સાદા લેબાશમાં એક વિશિષ્ટ ઉજાસ જોવા મળશે, નાસ્તિક વર્ગ આસ્તિક બનશે. પૂર્વકાલીન મહાપુરુષોને અનુવર્તનારા મહાત્માઓને શોધવા પણ કોઈક જિજ્ઞાસુવર્ગ કદમ માંડશે.
ક્યા ગામના અને શું નામના એવા પ્રશ્નોના સ્થાને નવી જિજ્ઞાસા જાગશે કે તે તે મહાત્માએ ક્યા નિમિત્તથી દીક્ષા લીધેલ, કેટલાં
વરસનો પર્યાય થયો અને તેમના જીવનની વિશિષ્ટ સાધનાઓ છે. કઈ કઈ ?
રામer
કર સક
-
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org