________________
૧૦૨
પાડીવ, ખમનોર, કોશીથલ, સનવાડ, ઇંદોર, રતલામ, મુંબઈ, મુંડારા, સોલાપુર, રતલામ, દાંતરાઈ, વાપી, તખતગઢ, સુરેન્દ્રનગર, ઉદયપુર, અમદાવાદ, પાલનપુર, સાદડી(રાણકપુર), ખેડબ્રહ્મા, સિરોહી, જોધપુર શ્રીપાલનગરમુંબઈ, ભાયંદર, પાલીતાણા પાટણ, વડોદરા, રાજકોટ (સૌરાષ્ટ્ર), ભેરુતારક ધામ અન્નાદરા વગેરે સ્થળોએ ચાતુર્માસ કરેલ છે.
એમના વાત્સલ્યભાવના કારણે મૈત્રી અને કરુણાની એમના દ્વારા એવી અજન્ન ધારા વહી રહી છે, જે રાષ્ટ્ર અને સમાજનું કલ્યાણ કરતી નિરંતર પ્રવાહમાન છે.
સંયમની શુદ્ધ સાધનામાં વિપુલ જ્ઞાનનો અપૂર્વ સંગમ એમના જીવનમાં મળે છે. એમનું જીવન સાદું પરંતુ સાન અને ક્રિયાની પાંખો દ્વારા ઊડતું મોક્ષમાર્ગ તરફ ઉડ્ડયન કરી રહ્યું છે. આપણે એમની અનુમોદના કરતાં અપાર ગૌરવની અનુભૂતિ કરીએ.
પૂજ્ય ગુરુદેવ શ્રી આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય કમલરત્નસૂરીશ્વરજી મ.સા.ની શુભનિશ્રામાં સાબરમતી યાત્રિકભુવન પાલિતાણામાં વિક્રમ સંવત ૨૦૬૧માં ૨૫૦ ભાઈબહેનો ચોમાસે રહેલ હતા. તેનું આયોજન મુંબઈના ભાઈઓ તરફથી હતું. વર્ધમાન સિદ્ધગિરિ ઉપધાન તપ મુંબઈ તરફથી આસો સુદ ૧૨ દિ. ૧૪-૧૦-૦૫થી ઉપધાન થયું હતું, અને વિક્રમ સંવત કાર્તિક સુદ ૧૪ + ૧૫ દિ. ૧૫-૧૧૨૦૦૫થી સંઘવી ધરમચંદજી પુખરાજ કસ્તુરચંદજી હંસરાજજી પરિવાર, પિંડવાડા તરફથી નવ્વાણું યાત્રા થઈ હતી.
એમના શિષ્યો પૂ.આ.વિ.દર્શનસૂરિજી મ.સા., પૂ.આ. અજિતરત્નસૂરિજી મ.સા., મુનિશ્રી શાંતિરત્ન વિ.મ.સા., મુનિશ્રી ગણધરરત્ન વિ.મ.સા.
ડીસા પાસે દાંતીવાડા કોલોની ગામે છોકરીઓની દીક્ષાઓ ૨૦૬૨માં પૂ. ગુરુદેવોની નિશ્રામાં થયેલ. ચૈત્રી ઓળી જીરાવલાજી મહાતીર્થ પાસેના દાંતરાઈ-નગરમાં પૂજ્યોની નિશ્રામાં ૧૧ દિવસીય મહોત્સવ સાથે થયેલ.
સૌજન્ય : શ્રી શાંતિલાલ ધરમચંદજી કોઠારી મહેતા સ્ટ્રીટ, પીંડવાડા (રાજસ્થાન) તરફથી
પ.પૂ. આ.શ્રી દર્શનરત્નસૂરિજી મ.સા.
પ.પૂ. ગુરુદેવ આચાર્ય શ્રી મ.નો જન્મ વિ.સં. ૨૦૧૧ના શ્રાવણ સુદ-૭, તા. ૧૨-૭-'૫૫ના બપોરે બે વાગ્યે
Jain Education Intemational
પિંડવાડામાં કાલિદાસજીના ઘેર કમળાબેનની કુક્ષિએ થયો. વિક્રમ સંવત ૨૦૫૪ વૈશાખ સુદ-૬ મુંડાર (રમણીયાતીર્થ) (રાજસ્થાન)માં આચાર્યપદવી થયેલ.
વિશ્વ અજાયબી :
હિન્દીપ્રદેશ અને મરુ
દેશની સુક્કી અને દુર્ગમ
ભૂમિમાં વિચરણ કરવું અને અજ્ઞાનાંધકાર તળે દબાયેલા જીવોના જીવનપથને જ્ઞાનપ્રકાશથી પ્રકાશિત કરવો એ કેટલું કઠિન અને દુષ્કર કાર્ય છે. આવા પ્રદેશમાં સતત વિચરવું, ધર્મ પ્રભાવના કરવી અને ધર્મપ્રકાશથી આ પ્રદેશને પ્રકાશિત કરવો. આકરી કસોટી અને આકરી સાધના છે, જેણે એમની યશપતાકાને ગગનની ઊંચાઈએ લહેરાતી કરી છે. એમના વિશાળ લલાટ અને ચમકતું કપાળ ભાવિના કોઈ અકલ્પ્ય સંકેત આપે છે. તેઓ વ્યવહારિક નવમા ધોરણ સુધી ભણ્યા. તેઓ શાળામાં પણ પ્રથમ નંબરે આવતા હતા. એમની અવિરત સાધનાનું જ આ પરિણામ છે કે એમની નિશ્રામાં મોટાં શાસનપ્રભાવક કાર્યો, ઉપધાન વગેરે થયાં છે. એમની નિશ્રામાં મહોત્સવો જે શાંતિ, એકતા, સંતોષ અને ઉલ્લાસના વાતાવરણમાં સંપન્ન થાય છે, એમના પ્રેરણાસ્રોત પોતે જ છે. સરળતા, સ્મિત લહેરાવતી સૌમ્યતાનો જ આ પ્રભાવ છે કે સદ્ભાવનાની પુનીત ધારા પ્રવાહિત થઈ સૌને આનંદથી પલ્લવિત કરી દે છે અને ભવ્યાત્માઓનાં મન મોહી લે છે. આવા અનન્ય સંઘ અને શાસનના ઉત્કર્ષના ઉચ્ચા વિચારધારી સાધક અને સિદ્ધ પુરુષ તરફ કૃતજ્ઞતા અભિવ્યક્ત કરવામાં શબ્દોની શક્તિ અપર્યાપ્ત સાબિત થઈ રહી છે.
પૂજ્યશ્રીને ધર્મની સાથે જ ધર્મની વસિયત કૌટુંબિક પરંપરા રૂપે મળી હતી. એમનાં માતા-પિતા, ભાઈ-બહેન સમગ્ર પરિવાર પ્રવ્રજ્યાના પાવન પથ પર અગ્રેસર થઈ ધર્મશાસનને અલંકૃત કરવામાં સફળ રહ્યો છે. સમગ્ર પરિવાર સાથે રાજસ્થાનની સુપ્રસિદ્ધ પાવન પિંડવાડાની ધન્યધરા પર જન્મી વિ.સં. ૨૦૨૫માં વૈશાખ સુદ સાતમે પિતા ગુરુદેવની સાથે દીક્ષા ગ્રહણ કરી અને મુનિ શ્રી કમલરત્નવિજયજી મ.ના સુશિષ્ય બન્યા. એમણે પૂ.આ. ભ. શ્રી ગુણરત્ન સૂ.મ.ની પાવન નિશ્રામાં ૧૫ વર્ષ રહીને એમના જમણા હાથ તરીકે
For Private & Personal Use Only
www.jainelibrary.org