________________
૯૮
વિશ્વ અજાયબી :
આગલોડ સ્થિત શ્રી મણિભદ્ર તીર્થના ઉદ્ધારક, વકત્તાપુર તીર્થના સ્થાપક જપ-તપ પૂર્વકની વિવિધ
યોગસાધનાના સાધક
પૂ. આચાર્યશ્રી વિજયઆનંદઘનસૂરીશ્વરજી મહારાજ
પૂજ્ય આચાર્યશ્રી વિજય આનંદઘનસૂરીશ્વરજી મહારાજનો જન્મ સં. ૧૯૭૭ના શ્રાવણ વદ પાંચમે રાજસ્થાનના સિરોહી રાજ્યના પાલડી (માયલી) ગામે બિબલોસા પરમાર ગોત્રમાં થયો હતો. તેમના પિતાનું નામ ચતરાજી પમાજી, માતાનું નામ કંકુબાઈ અને તેમનું જન્મનામ ચૂનીલાલજી હતું. ચૂનીલાલ માત્ર દોઢ વર્ષના થયા કે તેમનાં માતુશ્રી સ્વર્ગવાસ પામ્યાં. પિતા ચતરાજીનાં મોટાં ભાભી ચમનીબાઈએ તેમને ઊછેરીને મોટા કર્યા. પૂર્વના પુણ્યયોગે અને આ જન્મના ધર્મસંસ્કારોએ તેમની ધર્મ પ્રત્યેની રૂચિ ઉત્તરોત્તર ખીલતી ગઈ. બાળવયથી જ પ્રતિક્રમણ, પૌષધાદિ વ્રત-નિયમો તેમના જીવન સાથે વણાઈ ગયાં. કુમારવયે પહોંચતાં હિન્દી, અંગ્રેજી સાથે વ્યાવહારિક શિક્ષણ સંપાદન કર્યું. તેજ બુદ્ધિ અને સાલસ સ્વભાવના કારણે તેઓ સૌમાં પ્રિય બન્યા હતા. ૧૬ વર્ષની વયે તેમને દત્તક પુત્ર તરીકે જોધપુર રાજ્યના બગડીનગરના શ્રી લાલચંદજી ચંદનમલજી અને તેમનાં ધર્મપત્ની લક્ષ્મીબાઈએ ખોળે લેતાં તેમને મુંબઈ જવાનું થયું. મુંબઈ ગયા છતાં વ્રત-નિયમો તો ચાલુ જ રહ્યાં અને આગળ જતાં આ સંસ્કારો વૈરાગ્યભાવમાં પરિણમ્યા અને તેઓ દીક્ષા લેવા તત્પર બન્યા. સં. ૨૦૦૮ના અષાઢ સુદ ૧૪ના દિવસે તેમની એ ભાવનન સાકાર બની અને દીક્ષા અંગીકાર કરવાપૂર્વક તેઓ પૂજ્યપાદ આચાર્યશ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજના પટ્ટધર પૂ. આ. શ્રી વિજયભુવનસૂરિજી મહારાજના શિષ્ય બની મુનિશ્રી આનંદઘનવિજયજી નામે જાહેર થયા. મુનિજીવનના ઉષાકાળે તેઓશ્રીએ ગુરુગમ બની “કર્મગ્રંથ', “પ્રકરણ’, ‘ચાય” તથા આગમશાસ્ત્રોનો ઊંડો અભ્યાસ કર્યો. જ્યોતિષશાસ્ત્ર અને મંત્રવિદ્યાનું પણ વિશદ જ્ઞાન પ્રાપ્ત કર્યું.
તપ-જપ અને યોગસાધના : પૂજ્યશ્રીએ સંયમસાધના અને જ્ઞાનોપાસનામાં આગળ વધવા સાથે જપતપ અને યોગમાં પણ ઉત્તરોત્તર આગળ વધતા રહી એક સમર્થ સાધક તરીકે નામના પ્રાપ્ત કરી છે. તેઓશ્રીએ વરસીતપ-૨, ચૌમાસી-૧, અઠ્ઠાઈ-૫, ૨૩ કલાક મૌનપૂર્વક સતત ૫૦૦ આયંબિલ, શ્રી શંખેશ્વર પાર્શ્વનાથનાં ૧૦૮ અઠ્ઠમ વગેરે તપશ્ચર્યા કરી છે. ઈડરગઢ પર શ્રી શાંતિનાથ જિનાલયની પાછળ આવેલી પ્રાચીન ગુફામાં રહીને અષ્ટાંગ યોગસાધના તેમ જ વિવિધ આસનો સિદ્ધ કર્યા. અહીં ગુફામાં ત્રણ વર્ષ દરમિયાન તાપૂર્વક સવાકરોડ નવકારમંત્રનો જાપ કર્યો. ઈડર પાંજરાપોળમાં રહીને દિવસ દરમિયાન માત્ર બે વાર ૫૦૦ ગ્રામ દૂધ પર રહીને ૯ લાખ નવકારમંત્રનો જાપ કર્યો. ૫00 આયંબિલમાં ૯ લાખ નવકારમંત્રનો જાપ પ્રાયઃ મૌન રહીને કર્યો. ઉપરાંત, તારંગા તીર્થની ગુફામાં ૨૦ દિવસના આયંબિલપૂર્વક શ્રી ઋષિમંડલ મૂલમંત્રનો એક લાખનો જાપ અચલગઢ (આબુ)માં એક વર્ષ રહી એકાસણાં સાથે શ્રી સિદ્ધચક્ર મૂલમંત્રનો જાપ, પોસીના તીર્થમાં ચાર માસ દરમિયાન પાંચ અટ્ટમ અને ૬ આયંબિલ કરી, સવા લાખ ઉવસગ્ગહરં સ્તોત્રનો જાપ, ગિરનારજી પર ગુફામાં રહી એકાસણાં સાથે એક લાખ નવકારમંત્રનો જાપ, આગલોડ (ઉ. ગુ.)માં ૨૧ દિવસ શ્રી માણિભદ્રવીરની સાધના કરેલ. પૂજ્યશ્રીએ ઈડર અને તારંગાની ગુફાનો જીર્ણોદ્ધાર કરાવી તથા અચલગઢની ટોચ પરનો રૂમ રિપેર કરાવી, તે તે સ્થાનોની તીર્થપેઢીને અર્પણ કરેલ.
પૂજ્યશ્રીને સં. ૨૦૩૯ના અષાઢ સુદ ૬ના રોજ ઘાણેરાવ (રાજસ્થાન) સ્થિત કીર્તિસ્તંભ તીર્થે પૂ. આ. શ્રી વિજયહિમાચલ-સૂરિજી મહારાજે આચાર્યપદે આરૂઢ કર્યા. સં. ૨૦૪૬ના જેઠ સુદ પાંચમે વક્તાપુર (સાબરકાંઠા)માં પૂ. ગુરુદેવશ્રી વિજય-ભુવનસૂરિજી મહારાજ આદિ તથા ચતુર્વિધ સંઘની ઉપસ્થિતિમાં “યોગદિવાકર'ની પદવી અર્પણ કરવામાં આવી. પૂ. આ. શ્રી વિજયઆનંદઘનસૂરિજી મહારાજના શિષ્ય પરિવારમાં મુનિશ્રી જયચંદ્રવિજયજી, મુનિશ્રી ભુવનાનંદવિજયજી, મુનિશ્રી રાજયશ-વિજયજી, મુનિશ્રી પ્રદીપચંદ્રસૂરિજી મ. અને મુનિશ્રી મહાહંસવિજયજી છે.
શાસનપ્રભાવના : પૂજ્યશ્રીની પ્રેરણા અને નિશ્રામાં શાસનપ્રભાવનાનાં અનેકવિધ કાર્યો સંપન્ન થયાં છે. તેમાં વિજાપુર પાસે આગલોડમાં શ્રી માણિભદ્રવીરના પ્રાચીન
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org