SearchBrowseAboutContactDonate
Page Preview
Page 851
Loading...
Download File
Download File
Page Text
________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 835 દેવર્કિકરો દ્વારા કાયમ રક્ષણ કરાય છે. ત્યાં પંચરંગી પુષ્પોની સુગંધ તથા અગરૂ-કિંદરૂ આદિના ધૂપની સુવાસ સતત ફેલાયા કરે છે. વ્યંતરના આવાસો(નગરો)ઉત્કૃષ્ટબૂદ્વીપ જેટલા, મધ્યમ મહાવિદેહ જેટલા અને જઘન્યભરતક્ષેત્ર જેટલા માપના જાણવા. આ આવાસોમાં નીચે જણાવ્યા મુજબ આઠ જાતિના વ્યંતરો ઉત્તર અને દક્ષિણ દિશાના ઇન્દ્રો સહિત શ્રેણીબદ્ધ સુભગ, સ્વરૂપવાન, સૌમ્ય, હસ્ત–કંઠ આદિને વિષે રત્નમય અલંકારોથી વિભૂષિત, ગાંધર્વગીતને વિષે પ્રીતિવાળા, કૌતુકપ્રિય, કીડાહાસ્ય-નૃત્ય વિષે આસક્તિવાળા, અનવસ્થિત ચિત્તવાળા આમતેમ ભટકતા ફરે છે. પોતાની વૈકિય શક્તિ દ્વારા સુંદર વનમાળાઓ, મુકુટ, કુંડળ આદિ ઉત્પન્ન કરી ધારણ કરી યથેષ્ટ આલાપ–સંલાપ કરી ઇચ્છા મુજબ રૂપ કરી, વિવિધરંગી વસ્ત્રોના શોખીન, અવનવા દેશોનો પોશાક પહેરનાર, મગર, ખગ, આદિ શસ્ત્ર ધારણ કરી સ્વેચ્છાચારી છે. તેઓ જુદાજુદા પ્રકારનાં વન–પર્વત-ગુફાઓ વગેરેના આંતરાઓમાં આશ્રયરૂપે વિશેષ કરીને રહેનારા તે વ્યંતરો અથવા મનુષ્યપણે વર્તતા ચક્રવર્તી આદિની સેવામાં દેવપણે હોવા છતાં રહેવું પડતું હોવાથી જેઓને મનુષ્ય અને દેવસંબધી આંતરૂ (ભેદ) જેઓને ચાલ્યું ગયું છે તે વ્યંતરો. તેનું શરીર ઉત્કૃષ્ટથી ૭ હાથનું અને જઘન્યથી પ્રથમ સમયે અલના અસંખ્યાતમાં ભાગનું, બાકીનું મધ્યમ હોય છે. ઉત્તરવૈક્રિય શરીર કરવાની શક્તિ ઉત્કૃષ્ટ લાખ યોજનની અને જઘન્ય અંગુલના સંખ્યામાં ભાગની જાણવી. બે દિશાના મળી ૧૬ ઇન્દ્રો હોય છે અને પ્રત્યેક ઇન્દ્રને ચારચાર પટ્ટરાણીઓ હોય છે, એ ચોસઠે પટ્ટરાણીઓ હજાર હજાર દેવીના પરિવારવાળી તેમ જ હજાર દેવીઓ વિફર્વવાની શક્તિવાળી હોય છે. ૧૬ એ ઇન્દ્રોને ઈષા, ત્રુટિતા, અને દઢરથા એ નામની ૩ સભાઓ હોય છે, અંદરની સભામાં ૮ હજાર દેવો, મધ્યસભામાં ૧૦ હજાર દેવો અને બહારની સભામાં ૧૨ હજાર દેવો હોય છે અને દરેક સભામાં સો-સો દેવીઓ હોય છે. વળી સોળે ઇન્દ્રોના સામાનિક દેવો અને તેઓની પટ્ટરાણીઓને પણ ઉપર મુજબની ત્રણ સભાઓ હોય છે. આમ પ્રત્યેક ઈન્દ્ર ચાર હજાર સામાનિક દેવો, હજારના પરિવારવાળી ચાર પટ્ટરાણીઓ, ત્રણ પ્રકારના પર્ષદાના દેવો, ગંધર્વ – નટ – હસ્તિ – અશ્વ – રથ – પાયદળ અને પાડા રૂપ સાત સૈન્યો, સાત સેનાપતિઓ, ચારે દિશામાં રહેલા ચાર હજાર આત્મરક્ષક દેવો આટલા પરિવારવાળા અને પોતાનાં લાખો નગરોમાં અભુત ચક્રીત્વ ધારણ કરનાર તથા પોતાની દિશામાં પોતાની નિકાયમાં ઉત્પન્ન થયેલ અસંખ્યાત વ્ય ભોગવે છે. ઉપરાંત બીજી કેટલીક વિગતો નીચે કોઠામાં દર્શાવ્યા મુજબ જાણવી. વ્યંતરો સંબંધી વિગતો - હ બ ક્રમ | | નિકાયનું નામ | ધ્વજમાં ચિત્ર દેહવર્ણ | દક્ષિણેન્દ્રો | ઉત્તરેન્દ્રો પિચાશ નિકાય | કદંબવૃક્ષ શ્યામ | કાલેન્દ્ર મહા કાલેન્દ્ર ભૂત નિકાય ! સુલસવૃક્ષ કૃષ્ણ સ્વરૂપેન્દ્ર પ્રતિરૂપેન્દ્ર યક્ષ નિકાય વટવૃક્ષ શ્યામ || પૂર્ણભદ્રન્દ્ર | માણિભદ્રન્દ્ર રાક્ષસ નિકાય | તાપસપાત્ર ઉત્પલ ભીમેન્દ્ર મહાભીમેન્દ્ર કિન્નર નિકાય | અશોકવૃક્ષ શ્યામ | કિન્નરેન્દ્ર કિપુરુષેન્દ્ર કિંપુરુષ નિકાય ચંપકવૃક્ષ ઉજ્વલ. સત્પરુષેન્દ્ર | મહાપુરુષેન્દ્ર મહોરગ નિકાય નાગવૃક્ષ શ્યામ | | અતિકાયેન્દ્ર મહાકાલેન્દ્ર ગાંધર્વ નિકાય ! તુંબરૂવૃક્ષ શ્યામ ગીતરતિ ઇન્દ્ર ગીતયશેન્દ્ર જ ૨ ૧ ૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy