SearchBrowseAboutContactDonate
Page Preview
Page 836
Loading...
Download File
Download File
Page Text
________________ 820 સમયગાળા રહ્યા છે. "1 છેલ્લાં ત્રણ હજાર વર્ષમાં પંદર હજાર જેટલાં યુદ્ધો ખેલાયાં છે. બધાં જ પ્રાણીઓમાં પોતાના જાતભાઈઓનો સૌથી વધુ નાશ કરવાનું " ગૌરવ" મનુષ્યજાતિ ધરાવે છે ! હવે જો યુદ્ધ થાય તો અણુશસ્ત્રોને પરિણામે આ પૃથ્વી પર ' ન્યુક્લીયર વિન્ટર" સર્જાશે અને એવો શીતયુગ વ્યાપી જાય કે આજનો આપણો એક નહીં પણ આવા એકસો સૂર્ય પણ એની ઠંડીને ફેડી શકશે નહીં. ' તપાગચ્છાધિષ્ઠાયક ભગવાન મહાવીરે ધર્માચરણમાં સહુથી ઊંચું સ્થાન અહિંસાને આપ્યું. આજે જગત હિંસાના શિખરે બેઠું છે ત્યારે ભગવાન મહાવીરના અહિંસાના સિદ્ધાંતની અગાઉ કરી નહોતી તેટલી પ્રતિષ્ઠા કરવી જરૂરી છે. વ્યક્તિના અંગત જીવનથી માંડીને વિશ્વના વ્યાપક ફલક પર એક યા બીજા રૂપે હિંસા વધતી જાય છે. કારમા ભૂખમરાથી ઘેરાયેલી માનવજાતના કરમાંથી દર છ રૂપિયે એક રૂપિયો ખર્ચાય છે. લશ્કર પાછળ અને તેના બદલામાં મળે છે ભય, આતંક અને અસલામતી. પ્રજાના કરવેરામાંથી જંગી શસ્ત્રસામગ્રી ઊભી કરનારી સત્તાઓને હવે એ શસ્ત્રસામગ્રીના નાશ માટે કચરા કરવા પડે છે. આજે રાષ્ટ્રો વાતો કરે છે શાંતિની—ઝંખનાની અને તૈયારી કરે છે યુદ્ધની. અહિંસા એ કોઈ બાહ્યાચાર નથી બલ્કે સમગ્ર માનવને ઘાટ આપતી જીવનશૈલી છે. જૈનધર્મના સૌથી પ્રાચીન ગ્રંથ આચારાંગ સૂત્રમાં ભગવાન મહાવીરની વાણી મળે છે. તેમાં કહેવાયું છે કે, ' કોઈ પણ પ્રાણી જીવ કે સત્ત્વની હિંસા ન કરવી એ શુદ્ધ, નિત્ય અને શાશ્વત ધર્મ છે. ' આચારાંગ સૂત્રના પ્રથમ અધ્યાયમાં હિંસાનાં કારણો અને સાધનોનો વિવેક બતાવ્યો છે. ભગવાન મહાવીરની અહિંસા-વિચારણાનો અર્ક એમની આ વાણીમાં મળે છે. ' જેને તું હણવા માંગે છે તે તું જ છે. જેના પર તું શાસન કરવા માગે છે તે તું જ છે. જેને તું પરિતાપ ઉપજાવવા માગે છે, તે તું જ છે. જેને તું મારી નાખવા માંગે છે તે પણ તું જ છે. આમ જાણી, સમજુ માણસ કોઈને હણતો નથી, કોઈના પર શાસન ચલાવતો નથી કે કોઈને પરિતાપ આપતો નથી. ' આ અહિંસાનો સિદ્ધાંત એ ભગવાન મહાવીરના સિદ્ધાંતનું મૂળ તત્ત્વ છે. અને એની સૂક્ષ્મ વિચારણાના પરિણામે સર્વ જીવોની સમાનતાનો સિદ્ધાંત પ્રગટે છે. અસત્ય વાણી અને અભદ્ર વર્તન એ પણ હિંસા છે. બીજાને આઘાત આપવો કે સ્વયં ભ્રષ્ટાચાર કરવો એ પણ હિંસા છે. વળી, ભગવાન મહાવીરની અહિંસાની ભાવના એ માત્ર મનુષ્ય પૂરતી જ મર્યાદિત નથી, પરંતુ પ્રાણીમાત્રને આવરી લે છે. જે પ્રાણી પ્રત્યે ઘાતકી હોય તે માનવી પ્રત્યે પણ ઘાતકી થઈ શકે. આજના પશુબળના સમયમાં પોતાની નવી બંદૂક બરાબર ચાલે છે કે નહિ તે જોવા માટે થોડાક લોકોને ફૂંકી દેતાં એનું રૂંવાડુંય ફરકતું નથી. " વી કિલ ફોર ધ સેઈક ઓફ કિલિંગ. " આમ માનવીના જીવનમાં, એના આહારમાં તેમ જ અખબાર, ચલચિત્ર કે ટેલિવિઝન જેવાં સમૂહ—માધ્યમોથી ને હિંસાવૃત્તિને ઉશ્કેરતાં પુસ્તકોથી એનું દિમાગ હિંસાથી ખદબદે ખળભળે છે ત્યારે આ અહિંસાની ભાવના પથદર્શક બનશે. જેના હૃદયમાં કરુણા હશે એ બધાં પ્રાણી પ્રત્યે કરુણાભર્યું વર્તન કરશે. અહિંસાનું મહત્ત્વ દર્શાવતાં ભગવાન મહાવીરે કહ્યું છે – Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy