SearchBrowseAboutContactDonate
Page Preview
Page 835
Loading...
Download File
Download File
Page Text
________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 819 ‘વર્તમાન પરિપ્રેક્ષ્યમાં જૈનધર્મનો મર્મ કુમારપાળ દેસાઈ શ્રી કુમારપાળ દેસાઈ જૈન દર્શનના મર્મજ્ઞ અને પારદર્શી તજ્ઞ વિદ્વાન છે. રમતગમતના આધિભૌતિક વિશ્વના તેઓશ્રી જેમ સર્વસારસંગ્રહ છે તેમ જૈન દર્શનના અનેક આકરરૂપ શાસ્ત્રાગમોના સારગર્ભના ભૃગરાજ વક્તા અને લેખક છે. જેમ નાનામોટા વિવિધ રંગરૂપનાં પુષ્પો પર બેસીને ભ્રમરો પુષ્પોને નુકસાન કર્યા વિના સર્વના સારભાગને સ્વયં સંગ્રહી પછી અન્યોને તે વિતરિત કરે છે તેમ કુમારપાળભાઈ એક મધુભિત્તિ રચનારા પપદ છે. ભ્રમરને સંસ્કૃતમાં ષપદ-છ ચરણવાળો કહે છે. શ્રી કુમારપાળભાઈનાં છ ચરણ છે આ પ્રમાણે ૧. વિદ્યાનું ગંભીર પરિશીલન ર. વિદ્યોચિત વિનમ્ર દાક્ષિણ્ય ૩. વાણીમાધુર્ય૪. સર્વભૂતહિતકારિતા ૫. સૌશલ્ય . પ્રાચીન–અર્વાચીન જ્ઞાનની પ્રભાવશાળી હિફાજત... તો આ વિધામધુના સંચયી વિદ્વાન " વર્તમાન પરિપ્રેક્ષ્યમાં જેનધર્મનો મર્મ" કેવી સરળતાથી સમજાવે છે તે જરૂર વાંચવા વાંચકોને અમારો નમ્ર અનુરોધ છે. – સંપાદક એકવીસમી સદી આવી રહી છે ત્યારે મનુષ્યજાતિના ભાવિ વિષે શુભ અને અશુભ શક્યતાઓ કલ્પવામાં આવે છે. ટેકનોલોજીની હરણફાળને કારણે માનવીનું જીવન ઓછું કષ્ટપ્રદ બન્યું હશે તેમ કહેવાય છે તો બીજી બાજુ માનવજીવન વધુ ને વધુ કુંઠિત થતાં માનસિક કુંઠાઓ અને શારીરિક સમસ્યાઓ વધી ગઈ હશે. આવે સમયે ભગવાન મહાવીરના સિદ્ધાંતોની યથાર્થતાની ચર્ચા ચાલી રહી છે. એમના સિદ્ધાંતોનાં કયાં કયાં તત્ત્વો સમગ્ર માનવજાતિને અહિંસા, સત્ય અને અપરિગ્રહની ભાવના તથા વિશ્વબંધુત્વના આદેશને ઉપયોગી બને તેમ છે? આજના માનવીએ વિજ્ઞાનની અદ્દભુત શોધો કરી છે. ભૌતિક સિદ્ધિ પાછળ પુરપાટ દોડતી માનવજાત એના જીવનના આનંદને કે આધ્યાત્મિક ઊંચાઈને વીસરતી જાય છે. ઔદ્યોગિક કારખાનાંઓમાંથી નીકળતાં કેમિકલ્સને પરિણામે આવતી સદીમાં આકાશમાંથી પાણીને બદલે ઍસિડની વર્ષા થશે. વૃક્ષોનો નાશ અને સંહારક શસ્ત્રોની દોટ માનવજાતિના અસ્તિત્વ પર ખતરારૂપ બની રહ્યા છે. સમગ્ર વિશ્વનો દોઢસો વખત સંહાર કરી શકે એટલો શસ્ત્રસરંજામ એકઠો થયા પછી હવે માનવી સંહારની દોડ અને હોડનો ત્યાગ કરવાનું વિચારે છે. જગતમાં યુદ્ધ અને શાંતિ એવા બે સમયગાળા ગણાતા હતા; પરંતુ હવે યુદ્ધનો સમય અને યુદ્ધની તૈયારીનો કાળ એવા બે જ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy