SearchBrowseAboutContactDonate
Page Preview
Page 822
Loading...
Download File
Download File
Page Text
________________ 806 તપાગચ્છાધિષ્ઠાયક '" ભક્તવત્સલ દાદા " -ગણિશ્રી રાજયશવિજયજી મહારાજ શ્રી તપાગચ્છાધિષ્ઠાયક યક્ષરાજ શ્રી માણિભદ્ર દેવનું સદાકાળ અદેશ્ય સાંનિધ્ય માણીને તેમના પ્રત્યે અપૂર્વ પ્રેમભાવ ધરાવનાર આ લેખના લેખક પૂ. ગણિશ્રી રાજયવિજયજી મહારાજશ્રી શ્રી કેસરસૂરિ સમુદાયના સૌરાષ્ટ્રકેશરી-શાસન પ્રભાવક આચાર્યદેવ શ્રી ભુવનરત્નસૂરીશ્વરજી મહારાજ સાહેબના પ્રશિષ્ય છે, ખૂબ જ ભાવુક આત્મા છે. દુનિયાદારીની બાહ્ય પ્રસિદ્ધિમાં જરા પણ રસ નહીં છતાં પણ માણિભદ્રદાદા પ્રત્યેની અનન્ય પ્રીતિ સ્વાનુભૂતિથી લાગણીસભર બે શબ્દો લખવા પ્રેરાયેલા પૂજ્ય ગણિવર્યશ્રી પોતાની સાદી સરળ ભાષામાં આત્મિક સંવેદન રજૂ કરે છે. ટૂંકી પણ હૃદયસ્પર્શી વાતો મનને ખરેખર સ્પર્શી જાય છે. - સંપાદક નમો જક્ષ ઈન્દો, જે નમો શ્રી જક્ષ ઇન્દો જક્ષરાજ અમરપતિ શ્રી માણિભદ્રાય નમઃ શ્રી જિનશાસનના સ્થાપક કર્ણધાર એવા સર્વે અરિહંત પરમાત્માઓ જેમ અનંત ઉપકારી, અનંત કરુણાળુ અને સર્વભયહારક હોવા છતાં આસન ઉપકારીના રૂપમાં આપણે ચોવીસમા તીર્થપતિ શ્રી વીરપ્રભુને ગણીએ છીએ. સર્વ પરમાત્મા સર્વ પ્રકારના ભયહારક હોવા છતાં વિદ્ગનિવારક રૂપે મુખ્યતયા શ્રી પુરુષાદાનીય પાર્શ્વનાથ પરમાત્મા નજર સામે આવે છે, તેવી જ રીતે સર્વ પરમાત્માઓને નિર્વાણ પામવાને હજારો વર્ષ વીતવાથી–બધા જ આપણા દાદા સ્વરૂપ જગતુપિતા સ્વરૂપ હોવા છતાં જ્યારે પણ દાદારૂપે અરિહંત પરમાત્માને યાદ કરવા હોય ત્યારે અવસર્પિણીકાળના પ્રથમ તીર્થપતિ શ્રી આદિનાથ પરમાત્મા જ આદિનાથ દાદારૂપે નજરે-હોઠે હૈયે આવે છે. તેવી જ રીતે શ્રી જિનશાસનના પરમ ભક્ત અને શાસનસેવક દેવદેવીઓ અનેક હોવા છતાં અત્યારના કલિકાલના પ્રભાવે-જાગતી જ્યોતિ સ્વરૂપ અને તુરંત ફલદાતા રવરૂપ જેનાં નામ સ્મરણપટલમાં આવે તેમાં જેમ એક તરફ માતૃસ્વરૂપા ભગવતી પદ્માવતી માતાનું નામ વિશેષ પ્રચલિત છે, તેમ જ દેવ તરીકે ભક્તવત્સલ અને દાદા તરીકે તુરંત જ નજરમાં આવતું નામ શ્રી વીર માણિભદ્ર મહારાજાનું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy