SearchBrowseAboutContactDonate
Page Preview
Page 820
Loading...
Download File
Download File
Page Text
________________ 804 તપાગચ્છાધિષ્ઠાયક જાણવાભણવા મળે છે. ૪૧- પૂર્વસંકેત પ્રમાણે કાળધર્મ પામી દેવ બનેલ પદ્માવતીના જીવે પૂર્વભવના પતિને પ્રતિબોધવા વિવિધ ઉપાયો કર્યા; છેલ્લે તાપસી પાસે માર મરાવી શ્રાવક બનાવ્યા ને ક્રમે વૈરાગ્ય પ્રગટાવ્યો. અંતે પતિ ઉદાયન રાજવીએ દીક્ષા લઈ આત્મકલ્યાણ કર્યું. ૪૨– સંયમી મુનિવરથી સંધ્યા સમયે માત્રાની ભૂમિ જોવી રહી ગઈ. રાત્રે ચૂંકો આવે તેવી લઘુશંકા વધતાં મરણાંત કષ્ટવાળી થઈ, છતાંય માગું કરી કયાં પરઠવવું–ની ચિંતામાં મુનિ વ્યગ્ર હતા તેટલામાં સમ્યગુદષ્ટિ દેવ પ્રગટયા ને પ્રકાશ વેરી દીધો. મુનિવરનું કાર્ય પાર ઊતર્યું. ૪૩- નાગકેતુની શિશુ અવસ્થા છતાંય પૂર્વભવનો અધૂરો રહેલ અટ્ટમ કર્યો, શાસનદેવને પ્રગટ થવું પડ્યું, ને મૃત જાહેર થયેલ બાળકની રક્ષા કરી. તે જ નાગકેતુ તે જ ભવે મોક્ષે ગયા. ૪૪– સૂર્યવંશના પ્રણેતા અયોધ્યામાં થયા, નામ સૂર્યયશ રાજા, તેમની ધર્મપરીક્ષા કરવા બે દેવીઓ રૂપી સ્ત્રી બની પરણી, તિથિના પૌષધ વખતે અંતરાયો કર્યા, રાજાની અડગતા હતી તો છૂટાછેડા માગ્યા, પતિએ બીજું માંગવા કહ્યું તો પુત્રનું માથું કાપી આપવાની માગણી કરી. તેને બદલે પાષધ ટકાવવા પોતાનું માથું કાપી દેવા તૈયારી દેખાડતાં જ દેવીઓ પ્રત્યક્ષ થઈ. ૪૫– ભરૂચમાં શકુનિકા વિહાર બાંધવા ભૂમિખનન વખતે ક્ષેત્રદેવતાએ કારીગરોને પળમાં દાટી દીધા, તેમના ઉપદ્રવને વારવા આમદેવે પત્ની અને પુત્ર સાથે તે જ આગકાંડ પૃપાપાત કરી લેવા નિર્ધાર કર્યો, ત્યારે તેના શૌર્ય ઉપર વારી ગયેલ ભૂદેવી પ્રગટ થઈ અને વરદાન માગવા કહ્યું. આ પ્રદેવે કારીગરોની પ્રાણરક્ષા માંગી, ને દહેરું બંધાણું–જેની પ્રતિષ્ઠા પણ કલિકાળસર્વજ્ઞ હેમચંદ્રસૂરિજીએ દેવતાઈ સાંનિધ્યથી સંપન કરી આપી. ૪૬- મહોપાધ્યાય યશોવિજયજી મ.સા.ના સમકાલીન મહાત્મા મુનિ મણિઉદ્યોત મ. સા. ની પીઠમાં પાછું થયું, રસી થઈ, જિવાતો ભરાણી. તેની કારમી વેદના વદન ઉપર છવાઈ ગઈ, છતાંય સહન કરી, રાત્રે કાયોત્સર્ગ વખતે ક્ષેત્રદેવ પ્રગટ થયો ને દર્દ દૂર કરી આપવા તૈયારી દેખાડી, છતાંય મહાત્માએ બસ, સહન જ કર્યું, પણ ઉપચાર ન કરાવ્યો, કારણ કે તેઓ વિપત્તિને કર્મનિજરાની સંપત્તિ માનતા હતા. ૪૭– રસનેન્દ્રિય ઉપરના જબ્બરદસ્ત કાબૂ દ્વારા બ્રહ્મચર્યમાં સ્થિત યક્ષ વજસ્વામી ઉપર પૂર્વભવના મિત્ર દેવો ઓવારી ગયા હતા અને રાજી થઈ વૈક્રિય રૂ૫ તથા વિદ્યાઓ આપી હતી. ૪૮– રાજા દંડવીર્ય આંગણે આવેલ તમામ સાધર્મિકો જમી લે પછી ભોજન-ગ્રહણની પ્રતિજ્ઞાવાળા હતા. તેમની કસોટી કરવા ઇન્દ્ર કોડો સાધર્મિકોને વિકર્વીને તેમના મહેલે મોકલ્યા. રાજાએ સોલ્લાસ આઠ ઉપવાસ રાખી સૌની સાધર્મિક ભક્તિ કરી, ત્યારે ઇન્દ્ર પ્રગટ થઈ દિવ્ય ધનુષ-કુંડલ ભેટમાં આપ્યાં. ૪૯- જિનપ્રભસૂરિજી પદ્માવતી દેવી દ્વારા વરપ્રાપ્ત આચાર્ય થયા. તે જ દેવીની સહાયતાથી બ્લેછોને પ્રતિબોધિત કર્યા. ચમત્કારોથી રાજાને વશ કર્યો, વટવૃક્ષને રસ્તે ચાલવા આજ્ઞા આપી તો વૃક્ષ સાથે ચાલવા લાગ્યો. મુનિના ઘડાની દોરી ચોરનાર ઉંદરડાને જાણવા, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy