SearchBrowseAboutContactDonate
Page Preview
Page 818
Loading...
Download File
Download File
Page Text
________________ 802 તપાગચ્છાધિષ્ઠાયક હિતકારી દેવે તે વિષથી તેમને બચાવ્યા; ફરી વાર પણ રક્ષા કરી, છતાંય જ્યારે છેલ્લી વાર પ્રમાદમાં પડેલ દેવ ચૂકયો ત્યારે ગોચરીમાં આવેલ વિષમય દહીંથી મરણ પામ્યા, દેવને પોતાના પ્રમાદનો પારાવાર પશ્ચાત્તાપ થયો. ર૫– ગૌતમ ગણધર ગગનગામિની લબ્ધિથી સૂર્યનાં કિરણો ઝીલી અષ્ટાપદે જાત્રાર્થે ગયા, રાત્રિવાસો ત્યાં કર્યો ત્યારે ત્યાં પધારેલ વજસ્વામીના જીવાત્મા દેવને તથા અન્ય વિદ્યાધર વગેરેની સમક્ષ પુંડરીક-કંડરીક કથન કર્યું. અનેક દેવોના મનના ગૂઢ પ્રશ્નો પોતાની આગવી સૂઝથી ઉકેલી આપ્યા. ર– ઐશ્વર્યનો મદ મનમાં રાખી પરમાત્માને વાંદવા જનાર રાજા દર્શાણભદ્ર ત્યારે માનભંગ પામ્યો જ્યારે વિમાનવાસી દેવેન્દ્ર તેનાથી કંઈ ગણી ઋદ્ધિ-સમૃદ્ધિવાળી દેવાયા વડે ઐરાવણ હાથી, તે ઉપર પધ, પાંખડીઓ ને દેવીઓ વિફર્વી પ્રભુ વીરને વંદન કર્યા. દેવથી પરાજિત રાજાએ દીક્ષા લીધી. ૨૭- સુદર્શન શેઠ પૌપધવ્રતમાં પણ ડગ્યા નહિ ને રાણી અભયાનો અનુકૂળ ઉપસર્ગ સહન કર્યો. શૂળીની સજા વિરુદ્ધ શીલવતી પત્ની મનોરમાએ કાઉસગ્ન કર્યો, ને દેવતાઈ ચમત્કારોથી શૂળીનું સિંહાસન થયું. ૨૮- હરિદ્વૈગમૈષી દેવે રથિકની પત્ની સુલસાની પ્રાર્થના સાંભળી ૩૨ ગોળીઓ આપી જે એકીસાથે ખાઈ જતાં એકસામટા ૩ર પુત્રોનો ગર્ભ રહ્યો જેની પ્રસૂતિ–વેદના પૂર્વની સ્થિતિ પણ ગંભીર થતાં સતી સુસાની સચ્ચાઈ ઉપર ઓવારેલ દેવે તેની વેદના હરી પ્રસવ કરાવ્યો હતો. ર૯- રાજાના વ્યામોહથી ભાઈને ભગિની પુષ્પચૂલ–પુષ્પચૂલા ભાર્યા-ભર્તા બન્યા, જે પાપથી બચાવવા દેવી બનેલી માતા પુષ્પાવતીએ પુત્રને પ્રતિબોધ કરવાના રાગવશ નરક અને સ્વર્ગનાં સાક્ષાત્ સ્વપ્નો દેખાડી વેરાગ્ય પમાડ્યો અને પુષ્પચૂલાએ પણ પાપ ધોવા દીક્ષા લઈ મોક્ષ સાધ્યો. ૩૦– જંબૂસ્વામીના ઘરે લૂંટવા આવનાર ૫૦૦ ચોરોનું સ્થંભન, સ્વપ્ન દ્વારા કે દેવતાઈ સાંનિધ્યો દ્વારા પ્રતિમાજીઓનું ભૂગર્ભથી પ્રગટ થવું વગેરે અનેકે નજરે નિહાળેલી બીનાઓ છે. ૩૧- આવી તો અનેક દેવતાઈ અવતરણો–સહાયોની–ઉપસર્ગોની ઘટના પ્રભુ વીરના સમયકાળમાં થઈ છે, જે કદાચ જૂની માનીએ તોય તે પછી પણ ચમત્કારિક અનેક ઘટનાઓ દેવ સાંનિધ્યની સાક્ષીપક્ષે ઊભી જ છે. વાનર નવકાર પ્રભાવે દેવ થયો, જ્ઞાનના ઉપયોગે જાણ્યું કે ફરી નવો જન્મ વાનર રૂપે જંગલમાં થશે, તેથી દેવતાઈ શક્તિથી તે જ સ્થળની શિલાઓ પર નવકાર કોતરી નાખ્યા. ચ્યવન પછી ફરી વાનર થયો, ત્યારે તે જ નવકાર તેના જાતિસ્મરણનું કારણ બન્યા અને સદ્ગતિ થઈ. ૩ર- ચિત્રકાર ચિત્રાંગદ પુત્રીના મુખે મરણ વખતે જ નવકાર પામી દેવ થયો. પુત્રી મરી દેવ થઈ ફરી દઢશક્તિની પુત્રી કનકમાલા બની ત્યારે વાસવ નામના ખેચરના અપહરણથી ને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy