SearchBrowseAboutContactDonate
Page Preview
Page 817
Loading...
Download File
Download File
Page Text
________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 801. ચંદનના વિલેપન વડે પ્રભુની ભક્તિ કરી, પછી સૌને માયાજાળથી છેતરી શ્રેણિકની કસોટી કરતો આકાશમાં અદશ્ય થયો. ૧૫– જ્યોતિષ દેવલોકના સૂર્ય અને ચંદ્રના દેવોનું મૂળ વિમાન સાથે ઊતરવું અને તે પ્રસંગ પછી મૃગાવતીનું કેવળજ્ઞાન પામવું વગેરે ઘટના એક વિલક્ષણ ઘટના તરીકે આગમોમાં ઉલ્લિખિત - ૧૬- ભવનપતિ દેવલોકના ચમરેન્દ્રનું વૈમાનિક દેવલોક તરફ ઉપપાત અને પછી સૌધર્મેન્દ્રના વજપાતથી બચવા સાધક શ્રી પ્રભુ વીરના ચરણનું શરણ ગ્રહણ અચ્છેરું છતાંય સત્ય ઘટના છે જ ને? ૧૭– જંબૂકુમારનો જીવ જે અતિ રૂપવાન દેવ હતો તે જ્યારે વીરપ્રભુને વાંદવા આવ્યો હતો ત્યારે તેના પૂર્વ-પશ્ચાત્ ભવોનું વિસ્મયકારક વર્ણન વીરમુખે સૌએ સમવસરણમાં સાંભળ્યું જ હતું ને? ૧૮– એક જ રાતના ફક્ત એક જ પ્રહરમાં પૂર્વસંકેત પ્રમાણે દેવમિત્રોએ ઈન્દ્રજાળ રચી કામગજેન્દ્રને મહાવિદેહના સીમંધરસ્વામી સમક્ષ મૂકી પાછા દેવી માયાથી જંગલના તંબૂમાં ગોઠવી દીધો, જે પ્રસંગની ખાતરી અને સચ્ચાઈ જાણવા સ્વયં કામગજેન્દ્ર પ્રભુ વીરને પૃચ્છા કરી. પ્રભુએ દેવમાયાને સત્ય ઠેરવી. ૧૯- ગોભદ્ર શેઠ મૃત્યુ પામી દેવગતિ પામ્યા ને પુત્રમોહવશ રાગથી રોજ રાજગૃહીના શાલિભંદ્રજીને ત્યાં ૯૯ પેટીઓ આભૂષણો વગેરેની ઉતારતા હતા, તે કથાનક તો સાવ સુપ્રસિદ્ધ છે. - ૨૦– પ્રભુકાળના ૧૦ધનવાન ને વિશિષ્ટ શ્રાવકોની પોતાની પૌષધશાળાઓ હતી, સાધના કરતાં તેમાંના અનેકને ચાલુ પૌષધમાં રાત્રિકાળે દુષ્ટ દેવોના ઉપદ્રવો સહેવા પડેલ હતા. - ૨૧- ચાર બુદ્ધિના નિધાન અભયકુમારને અનેક દેવોનું સાંનિધ્ય હતું, જેમની મદદથી એકદંડિયો મહેલ બનાવ્યો, ઘણાં જ સફળ પરાક્રમો દેખાડ્યાં અને એક વિદ્યાધર જે ઊડી ઊડી પાછો પડી જતો હતો, તેને ઘટતાં વ્યંજનો પદાનુસારી બુદ્ધિથી બોલી આપી ઊડતો કરી દીધો હતો. રર- રાજા શ્રેણિકને દેવે દિવ્ય કુંડલો અને દેવતાઈ વસ્ત્રો આપેલ જે પોતાની પ્રિયા નંદારાણીને ભેટ આપ્યાં, દેવતાઈ અને ચમત્કારિક વસ્તુઓ પોતાને ન મળ્યાની ઈષ્યમાં ચરમાવતારી છતાં બીજી રાણી થેલણા છોભાણી અને આત્મહત્યા કરવા અગાસીએ ગઈ હતી, તે વખતે તેની પાસે દેવતાઈ હારનો પીછો હતો જ. ૨૩– પ્રભુ વીરના કાળે જ થયેલ ચેડા રાજા પાસે દેવતાઈ બાણો હતાં જે અમોઘ લક્ષ્યને વીંધી નાખતા હતા, છતાંય અશોકચંદ્ર પણ દેવને સાધી પ્રતિપક્ષે લડાઈ આદરી અને દેવતાઈ સહાયતાથી જ વિજય મેળવ્યો. ૨૪- ઉદયન રાજર્ષિને વિષમ રોગના ઉપચાર રૂપે દહીં લેવું પડ્યું જે વિષમય હતું, છતાંય ૨૦૧ . Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy