SearchBrowseAboutContactDonate
Page Preview
Page 802
Loading...
Download File
Download File
Page Text
________________ 786 આવીને ધર્મલાભ આપે. (૩) જે નૂતન આચાર્યોં મારા મૂળ સ્થાનકે આવી અક્રમનો તપ કરી જાપ કરશે તેમને હું સદાને માટે સહાયક થઈશ. તપાગચ્છાધિષ્ઠાયક શ્રી માણિભદ્રવીરની આ વાતોનો પૂ. આ. શ્રી હેમવિમલસૂરીશ્વરજી મહારાજે સ્વીકાર કર્યો અને એ વાતો અમલ મૂકી. ભ્રમિત થઈ ગયેલા સાધુઓ તત્કાળ સાજા થઈ ગયા. આટલો ઇતિહાસ આપણા શ્રીસંધમાં ખૂબ સારી રીતે પ્રસિદ્ધ થયેલો છે. પ્રવચનોમાં, પુસ્તકોમાં પીરસાયેલો છે. આમ છતાં છેલ્લા ઘણા વખતથી ઉપાશ્રયમાં શ્રી માણિભદ્રવીરને સ્થાપન કરવાની અને નૂતન આચાર્યોએ મૂળસ્થાનકે જઈ ધર્મલાભ આપવાની પરંપરા વિસારે પડી ગઈ છે. છેલ્લા કેટલાય વખતથી કોઈ આચાર્યોએ મૂળ સ્થાનકે જઈને ધર્મલાભ પાઠવ્યા હોય એવું જાણમાં નથી. આસો માસમાં આચાર્યપદવીઓનાં મુહૂર્તો જાહેર થતાં મારા એક આત્મીય મુનિવરે મને સૂચના કરી કે વીરને ધાલાભ આપવા જવાની પરંપરા સાવ બંધ પડી ગઈ છે. આપ આચાર્યપદ ગ્રહણ કર્યા પછી તરત મગરવાડા કે આગલોડ પધારો તો સારું. તેમની સૂચના મને ગમી. મેં તેમને સમયસર યાદ દેવડાવવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવ્યા. વિ. સં. ૨૦૫૩ કા. વ. ૯ના ભુવનભાનુનગર-અમદાવાદમાં આચાર્યપદ પ્રદાન થયા બાદ મેં બીજાં પ્રવચન, મહોત્સવ, સામૈયાં આદિ બધાં કાર્યો મુલતવી રાખી સીધો આગલોડ પ્રતિ વિહાર કર્યો. મા. વ. ૧ બુધવાર તા. ૨૫-૧૨-૯૬ના આગલોડ પહોંચી માણિભદ્રવીરને ધર્મલાભ પાઠવ્યા. બીજા દિવસથી અટ્ટમતપની આરાધના અને રોજ છ કલાક જાપની સાધનાનો આરંભ કર્યો. બીજા દિવસનો ઉપવાસ જરા વધારે કઠણ પડયો હતો. જાપમાં પણ શરીર ખૂબ દુઃખતું હતું. તેમ છતાં સંકલ્પ દઢ રાખી સાધના ચાલુ રાખી. બીજા દિવસની સંધ્યાએ શ્રી માણિભદ્રવીરજીના મંદિરમાં તેમને વિનંતી કરી કે આપે પૂર્વે જે જે માગ્યું હતું તે બધું અમે આપને આપ્યું. હજુ કંઈ જોઈતું હોય તો માગો, પણ આપ અમને જિનશાસનની સેવા માટે સહાયક બનો એવી અમારી પ્રાર્થના છે. આપે જે માગ્યું તે અમે આપી દીધું. હવે અમે માગેલું આપ ન આપો તો ન્યાય કયાં રહ્યો ? માટે અમને પ્રત્યક્ષ થાવ અને સહાયક થવા માટે વચન આપો અથવા અમને કો'ક સંકેત દ્વારા ખાતરી કરાવો. આવી પ્રાર્થના બાદ મેં સાંજનું પ્રતિક્રમણ કર્યું, જાપ કર્યો અને સંથારો કર્યો. છેલ્લી રાત્રે સ્વપ્નમાં દેવે જણાવ્યું કે તમે શંકા--કુશંકા ન કરશો, હું તમને સહાયક થઈશ. મેં કહ્યું કે એની ખાતરી શું ? ત્યારે દેવે જણાવ્યું કે જામમાં તમારી સમક્ષ જે શ્રીફળ સ્થાપવામાં આવેલ છે, તે આજે જાપ કરતાં આપોઆપ ફાટી જશે. આટલા વાર્તાલાપ બાદ આંખ ઊઘડી ગઈ. પ્રાતઃ આવશ્યક ક્રિયાઓ પતાવી જિનાલયે દર્શન કરી જ્યારે મેં જાપકક્ષમાં પ્રવેશ કર્યો ત્યા પ્રથમ નજર શ્રીફળ પર ગઈ. પણ શ્રીફળ તો બિલકુલ અખંડ હતું. મારી સાથે અદ-પપૂર્વક જાપમાં જોડાયેલા અન્ય ૩ મુનિઓ અને એક શ્રાવક–અમે બધા પ્રાર્થના, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy