SearchBrowseAboutContactDonate
Page Preview
Page 801
Loading...
Download File
Download File
Page Text
________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 785 ભાવે ને દઢ શ્રદ્ધાના બળે અનેક સિદ્ધિઓ સર કરી છે. ઉપરોક્ત સોરઠનાં ત્રણ નગરોમાં ભાવિકોની ભીડને ભાંગનારા માણિભદ્રદેવ પાસે ભાવિક આવીને કહે – અરે, દાદા ! તારા દર્શને રોજ આવું છું. ૪00 વર્ષ પ્રાચીન જિનાલયોમાં પ્રાચીન જિનબિંબોના દર્શને જાઉં છું. ભાવ ઉત્તમ છે પણ દર્શન દુર્લભ છે. માટે દાદા ! જો તારી ઇચ્છા મને દર્શને બોલાવવો હોય તો તું મને બાહ્ય ચક્ષુથી દર્શન આપ. બુવા શેઠની ભાવનાની બંસી વાગી ઊઠી. આજે પણ સૂર્ય તેજ રેલાવે છે, ગંગા પાવન વહે છે, વૃક્ષ ફળે છે તો દાદાના દર્શનની ભાવનાના દીપકમાં શ્રદ્ધાનું તેલ મળે પછી જ્યોતિ ન પ્રકાશે તે બને જ કેમ ? બુવા શેઠ બહાર નીકળતાં જ નયન ખૂલી ગયાં, તેજજ્યોતિ વિકસી ગઈ ને શેઠે દાદાનો ઉપકાર લળી લળીને માન્યો. તે દિનથી માણિભદ્ર વીરના ચમત્કારો અનેક રીતે લોકો અનુભવવા લાગ્યા. લૌકિક મિથ્યાત્વના પ્રકારને સમજીને, શ્રદ્ધા ને સમર્પણભાવે નવકારમંત્રના જપ, બ્રહ્મચર્યના ખપ ને આયંબિલ તપને શરણે ભાવ સમર્પિત થાય તો દેવ-ગુરુ-ધર્મની આરાધનામાં અધિષ્ઠાયક દેવો સહાય અવશ્ય કરે છે. વિવેકભાવ જિનેશ્વરદેવની ભક્તિ ને અધિષ્ઠાયકની ભક્તિમાં જાગૃત ન રહે તો આશાતનાના ભાગીદાર ન બની જવાય તે જોવું જરૂરી છે. રાજા કરતાં ચપરાશી—ચોકીદારને માન વધુ ન અપાય તેમ માણિભદ્ર ઈન્દ્ર પણ ઇચ્છે છે. માણેકચંદમાંથી માણિભદ્ર ઈન્દ્ર બનનારા ચમત્કારી દેવ આપણી પાસે વીતરાગની શ્રદ્ધા-ભક્તિ જ માગે છે. તે આત્મધ્યાનની પ્રભુભક્તિ ને દેવભક્તિ સૌને મુક્તિના પુનિત પંથે પ્રસ્થાન કરવામાં આશિષરૂપ બને તે મંગલ ભાવના સાથે તપાગચ્છના અધિષ્ઠાયકના મહિમાને સૌ સમર્પિત બનો. શ્રદ્ધા એ જ શક્તિ છે, મુક્તિ છે. ચમત્કાર આજે પણ બને છે વાચકો જોગ ધર્મલાભ. પરમાત્માની પરમ કૃપાથી આનંદિત છું. વિશેષમાં વિદિત કરવાનું કે શ્રી સ્વે. મૂ. પૂ. તપાગચ્છ જૈન સંઘમાં શ્રી માણિભદ્રવીરનો ઇતિહાસ બહુ જાણીતો છે. આજથી ૪૫૦ વર્ષ પૂર્વે અન્ય દેવોના ઉપદ્રવના કારણે તપાગચ્છના કુલ દશ સાધુ ભ્રમિત થઈને કાળધર્મ પામ્યા હતા. અન્ય કેટલાક સાધુઓ પાગલની જેમ જંગલોમાં ગમે તેમ ભટક્યા કરતા હતા. આ દેવકૃત ઉપદ્રવને જાણીને પૂર્વાચાર્ય શ્રી હેમવિમલસૂરીશ્વરજીએ અમનો તપ કરી શ્રી મણિભદ્ર વીરને પ્રત્યક્ષ કર્યા હતા. તેમની સહાય માગી હતી. પાગલ થઈ ગયેલ સાધુઓને સાજા કરવા માટે વિનંતી કરી હતી અને ભવિષ્યમાં તપાગચ્છની સુરક્ષા માટે વચન માગ્યું હતું. ત્યારે શ્રી માણિભદ્રવીરે પોતાની કેટલીક ઇચ્છાઓ વ્યક્ત કરી હતી. (૧) હવે પછીથી જ્યાં પણ તપાગચ્છનો ઉપાશ્રય બને ત્યાં ઉપાશ્રયમાં મારી સ્થાપના કરવી જેથી મને ત્યાં આવતા સાધુઓના શ્રીમુખે ધર્મલાભ પ્રાપ્ત થાય. (૨) જે પણ નવા આચાર્ય બને તે મારા મૂળ સ્થાનકે (ઉજ્જૈન, મગરવાડા કે આગલોડ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy