________________
170
તપાગચ્છાધિષ્ઠાયક
એમ ત્રણ ભાષામાં મિશ્રિત જણાય છે.
આ જ પ્રતિમાં, આગળ એક શ્રી માણિભદ્રજી અંગેનું સંસ્કૃત સ્તોત્ર લખાયેલ છે. અલબત્ત, તે અપૂર્ણ છે. અને ઉપરોક્ત છંદના અક્ષર મરોડ કરતાં તેના અક્ષર મરોડ જુદા પડે છે. તેથી બીજા કોઈકે એ સ્તોત્ર આ પ્રતિમાં લખેલ હોય તેવું જણાય છે. તેમ છતાં ઉપરોક્ત છંદ લખાયા પછી થોડાક જ સમયમાં તે લખાયેલ હોય તેવી સંભાવના નકારી શકાય તેમ નથી. આ સંસ્કૃત સ્તોત્રની શરૂઆત લેખકે આ પ્રમાણે કરી છે :
|| શ્રી શક્તિ નંતિ | શ્રી ગુરુશત નમો નમ: समेहि हे मातरूदारशक्ते, सती स्मृता महृदयं सति त्वं ।। સુર્વે ઋત્તિ સ્પષ્ટતરાં ...... ર :, કૃપાપ્રસાવિત્તવ માણિભદ્ર it? II मुक्त्वा सबं कश्चन कालधर्मा-दणुव्रती श्रीतपगच्छवत्सः । ની વેદન: .... ની .... ધર્મો, વપૂર્વ વક્ષ: નિ માનદ્રા //રા
આ પ્રતના અંતે તૃતીય પાનામાં છેલ્લે ૧૮મો શ્લોક પૂર્ણ છે પરંતુ ઓગણીસમો શ્લોક અધૂરો છે અર્થાત્ આ સ્તોત્રમાં ૧૯ મા શ્લોકથી પણ આગળ ચાલુ છે; પરંતુ પત્ર નંબર-૪ પ્રાપ્ત ન હોવાથી અપૂર્ણ જ રહે છે. અન્ય કોઈક સ્થળેથી આ જ સ્તોત્રવાળી પ્રતિ પ્રાપ્ત થાય તો તેનું શુદ્ધીકરણ કરી, છેલ્લા શ્લોકો મેળવી પૂર્ણ કરી શકાય. પ્રસ્તુત પ્રતિમાં ૧૮ મો અને ૧૯ મો શ્લોક નીચે પ્રમાણે પ્રાપ્ત છે.
पात्रांकशंसयशय? द्वये च. त्रिशलचक्रं त्वपरे दधानं । शुभ्रेभमारुह्य पथे चरन्तं, यक्षाधिराजं प्रणमन्तु सन्तः ॥१८॥ चतुर्विधे संघवरे सुभक्तिं, कुर्वन्कृपाल: [लुः । सकले स्वाभावात् । स माणिभद्रः परिपूर्णभद्रो, भ
લા. દ. વિદ્યામાંદિરની ઉપરોક્ત પ્રતિનો ક્રમાંક લા. દ. ભેટ સૂ. ૩૦૨૪૪ છે. તેના કુલ પત્ર-૩ છે. પ્રતિના પ્રથમ તથા તૃતીય પત્રમાં જ્યાં અનુક્રમે ગુજરાતી છંદ તથા સંસ્કૃત સ્તોત્રની શરૂઆત થાય છે, ત્યાં શ્રી માણિભદ્રનું ચિત્ર દોરવા માટેની જગ્યા પણ છોડવામાં આવી છે, પરંતુ ચિત્રકાર ન મળવાથી કે એવા જ કોઈક કારણસર ચિત્ર દોરી શકાયું નથી.
આ સંસ્કૃત સ્તોત્ર થોડાક અક્ષરોને બાદ કરતાં લગભગ સંપૂર્ણ ઉકેલી શકાય તેવું છે અને પ્રાયઃ તે શુદ્ધ છે. એટલે કોઈક વિદ્વાન મુનિરાજના હસ્તે જ તે લખાયું હશે, એવું અનુમાન થઈ. શકે છે.
લા. દ. વિદ્યામંદિરની બીજી એક પ્રતમાં શ્રી માણિભદ્રવીર સંબંધી બે છંદ પ્રાપ્ત થાય છે. આ પ્રતનો ક્રમાંક લા. દ. ભેટ સૂ. ૨૭૭૪૪ છે. આ પ્રતમાં પ્રથમ છંદની શરૂઆત આ પ્રમાણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org