SearchBrowseAboutContactDonate
Page Preview
Page 785
Loading...
Download File
Download File
Page Text
________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 769. શ્રી માણિભદ્રવીર, તપાગચ્છની પરંપરા પ્રમાણે તપાગચ્છના અધિષ્ઠાયક દેવ છે. શ્રી માણિભદ્રવીરની આરાધનાનાં મુખ્ય ત્રણ સ્થાનકો પ્રસિદ્ધ છે. ૧. ઉજ્જયિની નગરી (ઉન) ૨. આગલોડ ૩. મગરવાડા. આ સિવાય પણ અન્ય સ્થાનોમાં શ્રી માણિભદ્રવીરની સ્થાપના પ્રાચીન કાળથી થતી આવી છે. આરાધકોને તેમનો પરચો પણ મળે છે. આવા બાવન વીર પૈકીના એક વીર ગણાતા શ્રી માણિભદ્રજીની ઉત્પત્તિ અંગે પ્રાચીન ગુજરાતી સાહિત્યમાં આવતા છંદો સિવાય કોઈપણ સંદર્ભ પ્રાપ્ત થતા નથી. તેમાંએ શ્રી માણિભદ્રજી અંગેની પ્રાચીન સંસ્કૃત કૃતિ તો બહુ જ ઓછી પ્રાપ્ત થાય છે. આ સંજોગોમાં શ્રી માણિભદ્રજીની ઉત્પત્તિ અંગે ઐતિહાસિક આધારભૂત માહિતી મેળવવી અને તે અંગેનો કાળનિર્ણય કરવો ખૂબ જ મુશ્કેલ છે. - શ્રી માણિભદ્રજી તપાગચ્છના અધિષ્ઠાયક હોવાની પરંપરા પ્રમાણે તેઓ આચાર્યશ્રી જગશ્ચંદ્રસૂરિજી મહારાજ કે જેઓની તપશ્ચર્યાથી પ્રભાવિત થઈ ચિત્તોડના રાણાએ તેઓને મહાત્માનું બિરુદ આપેલું, તેમના સમય જેટલા જ પ્રાચીન હોવાની સંભાવના છે. અત્યારે તો મારી પાસે લા. દ. ભારતીય વિદ્યામંદિર, અમદાવાદ-૩૮૦૦૦૯ માં સંગૃહીત પ્રાચીન હસ્તપ્રતોની છ પ્રતિઓની ઝેરોક્ષ નકલ છે. બધી પ્રતિઓ પ્રાયઃ જૂની ગુજરાતી ભાષામાં લખાયેલ છંદ સાહિત્ય સિવાય અન્ય કશી જ માહિતી પ્રાપ્ત નથી. આ છએ પ્રતિઓમાં સૌથી વધુ પ્રાચીન પ્રતિ વિ. સં. ૧૭૭૪ શાકે ૧૩૯માં લખાયેલ છે. લેખકે તેની શરૂઆત આ પ્રમાણે કરી છે : | સ | શ્રીમતે મણિભદ્રાય નમઃ | सरसति भगवति भारती, सुमति मुगति दातार । मुझ मुखमंदिर तूं रमई, समयसुधा आधार ॥१॥ જ્યારે શ્રી માણિભદ્રજીના આ છંદની પૂર્ણાહુતિ કરતાં નીચે પ્રમાણે નોંધ કરી છે : છે અથ પર્વઃ माणिभद्र सुखकरण, सयल संसार वदीतो, दोलति दीयई दयाल । दैत्यपति जेणइ जीतो, जयकारक जयवंत, जगतपति पातिक नासई । तनुपेजइ झलकंत, सतत संत तिसु विलसइ, यक्षराज नरराजनत । नयनिपुण निसणो सही, गणगण गणतां गोरीयां लाल | भ| कशल लिखमी लही ॥२१॥ इति श्री माणिभद्र यक्षराज छंदं ॥ समाप्तं ॥ श्रीः ।। संवत् १७७४ वर्षे शाके १६३९ प्रवर्तमानें श्रावणसित षष्टी कर्मवाटयां, गुरुवासरे लि. उदयपुरे ॥ આ છંદમાં કુલ એકવીશ કડીઓ છે. તેની રચના, તેની અંતે આવેલ કડીમાં જણાવ્યા પ્રમાણે તાત | | એ કરી હોય તેમ લાગે છે. આ છંદ સંસ્કૃત, પ્રાકૃત અને જૂની ગુજરાતી - ૭, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy