SearchBrowseAboutContactDonate
Page Preview
Page 763
Loading...
Download File
Download File
Page Text
________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 747 તેમનાં માતુશ્રીને આની જાણ થતાં પારાવાર દુઃખ થયું. પોતાના એકના એક લાડકવાયા પુત્રને ફરીથી સન્માર્ગે લાવવા તેમણે ઘી-દૂધનો ત્યાગ કર્યો. સાસુની જાણ બહાર વહુએ પણ એવો જ અભિગ્રહ સ્વીકાર્યો. થોડા મહિના પછી ઉજ્જૈનમાં તપાગચ્છના આચાર્ય શ્રી હેમવિમલસૂરીશ્વરજી મ. સા.નું શુભ આગમન થયું. એ દરમિયાનમાં સાસુનું શરીર અડધું થઈ ગયેલું જોઈને વહુને ખૂબ ચિંતા થઈ. તેણે કહ્યું કે, " આ વ્રત વધુ સમય ચાલે તે ઈષ્ટ નથી." સાસુએ કહ્યું, "બીજા ગરીબ લોકો ઘી-દૂધ વગર જીવે છે તો હું શું મરી જવાની છું?" એકાએક આવી પહોંચેલા માણેકચંદ શેઠે આ શબ્દો સાંભળ્યા. માતાજી તથા પત્નીએ લીધેલા કઠિન વ્રત વિષે જાણી તેમણે કારણ પૂછ્યું. માતાજીએ કહ્યું "દેવદર્શન બંધ કરી તું ઉન્માર્ગગામી થયો છે, તેથી તને સન્માર્ગે વાળવા મેં આ અભિગ્રહ લીધો છે." માણેકચંદ શેઠે કહ્યું : " માતાજી! મેં ધર્મત્યાગ કર્યો નથી. માત્ર મૂર્તિપૂજામાં મને આત્મકલ્યાણ દેખાતું નથી." માતાજી બોલ્યાં : " બેટા! એ વાત સાચી નથી. દેવપૂજન વગર આત્મકલ્યાણ શક્ય જ નથી." માતૃભક્ત માણેકચંદ શેઠે માની વાત સ્વીકારી આચાર્ય શ્રી હેમવિમલસૂરીશ્વરજીને પોતાની હવેલીમાં આમંત્રી એમનો ઉપદેશ સાંભળ્યો અને તેમની વાણીથી પ્રભાવિત થઈ ફરીથી દેરાસર જવા માંડ્યું. વેપારાર્થે નીકળેલ માણેકચંદ શેઠ રાજસ્થાનમાં પાલીમાં આવ્યા. ત્યાં આચાર્ય હેમવિમલસૂરીશ્વરજી મ.સા.નું ચતુર્માસ ચાલતું હતું. આચાર્યશ્રી પાસે તેઓ રોકાઈ ગયા. તેમાં શત્રુંજય માહાસ્ય ઉપરનાં વ્યાખ્યાનો સાંભળી તેમને તે સિદ્ધાચલની યાત્રા કરવાની તીવ્ર ભાવના થઈ. ચાતુર્માસ પૂર્ણ થયે આચાર્યશ્રીના આશીર્વાદ મેળવી માણેકચંદ શેઠ એકલા યાત્રા માટે નીકળ્યા. રસ્તામાં પાલણપુર પાસેના મગરવાડા ગામ નિકટના જંગલમાંથી પસાર થતાં લૂંટારાઓએ તેમને પડકાર્યા, પરંતુ પોતે ધર્મધ્યાનમાં તલ્લીન હોવાથી ઊભા ન રહ્યા. લૂંટારાઓએ હુમલો કરી તેમના શરીરના ત્રણ ટુકડા કરી નાખ્યા. ધર્મધ્યાનમાં શરીર છૂટવાથી તેમનો આત્મા વ્યંતરોના સોળ ઇન્દ્રો પૈકી યક્ષેન્દ્ર માણિભદ્ર બન્યો. બીજી બાજુ લોંકાગચ્છના પદ્મનાભસૂરિને ખબર પડી કે તેમના ભક્ત માણેકચંદ શેઠને આચાર્ય હેમવિમલસૂરિજીએ પોતાના તપાગચ્છમાં પાછા વાળી દીધા છે. તેથી તેમણે વેર વાળવા કાળા-ગોરા ભૈરવની મંત્રસાધના કરી હેમવિમલસૂરિજીના દશ શિષ્યોને મરાવી નખાવ્યા. છેલ્લો અગિયારમો શિષ્ય પણ મરણપથારીએ હતો. આચાર્યશ્રીને શાસનદેવીએ ધ્યાનમાં સૂચવ્યું: " ગુજરાત તરફ તમારો વિહાર થશે ત્યારે આ ઉપદ્રવનો અંત આવશે." Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy