SearchBrowseAboutContactDonate
Page Preview
Page 748
Loading...
Download File
Download File
Page Text
________________ તપાગચ્છાધિષ્ઠાયક દિવસ પૂરો થયો. આકાશમાં સૂર્યાસ્ત થયો. સંધ્યા ઢળી. રાત પડી..એક પ્રહર વીતી ગયો. બીજા પ્રહરની શરૂઆત થઈ. સર્વત્ર શાંતિ હતી. ગામના સહુ લોકો જંપીને સૂઈ ગયા હતા ત્યારે સોથી સવાસોનું એક ટોળું તળાવના રસ્તા તરફ આગેકૂચ કરી રહ્યું હતું. કંઈ કરી નાંખવાના મૂડમાં હતા. જાતભાતનાં શસ્ત્રો હાથમાં રમાડતા તેઓ હોજની નજીકમાં આવી ગયા. હોજના ચોકીદારો આટલું મોટું ટોળું જોઈ ગભરાઈ ગયા અને ઝાડ ઉપર ચડી ગયા. સહુની નજર ચોતરફ ફરતી હતી. કયાંય ઘોડેસવાર દેખાય છે કે નહીં ? જો દેખાય તો હમણાં જ લડી લઈએ. લડવાની તૈયારી સાથે તેઓ હોજના કિનારે આવેલા એક આંબલીના ઝાડ નીચે બેઠા. કોઈ ચલમ ફૂંકતું હતું, કોઈ પોતાની બડાશ હાંકતું હતું. કોઈ પોતાનાં શસ્ત્રો તલવાર, ભાલા, ચપ્પુ, છરી, અણિયાળી ડાંગોને હવામાં ફેરવી રહ્યા હતાં. આમ ને આમ એકાદ કલાક વીતી ગયો. કોઈ ઘોડેસવાર તો શું, એક ચકલું પણ ત્યાં ફરકતું દેખાણું નહીં. પહેલી વખત આવેલા આ લોકોને થયું કે અહીં તો કોઈ ઘોડેસવાર દેખાતો નથી. લાગે છે, અગાઉ ગયેલા જુવાનિયાઓને ભ્રમ થયો હશે, અથવા તો આજની આપણી તૈયારી જોઈને એ બધા ગભરાઈને ભાગી ગયા હશે. નહિ તો કયારના સામે આવી ગયા હોત. 732 હોજનાં મોટાં મોટાં માછલાંઓનો સળવળવાનો અવાજ આવતો હતો. આ અવાજ સાંભળતાં વિધર્મીઓની જીભ પણ સળવળવા લાગી. આજે લગભગ દશ દિવસથી એક માછલુંય એમના હાથમાં આવ્યું ન હતું. આજે એકીસાથે એમને બધું સાટું વાળી નાંખવું હતું. સહુના મોંમાંથી લાળ ટપકી રહી હતી. હવે ધીરજ બધાની ખૂટી રહી હતી. ઘોડેસવારની ચિંતા કર્યા વગર સહુ ઊઠયા. તળાવના કિનારે કોરા ભાગમાં બધાએ વસ્ત્રો ઉતાર્યાં, હથિયારો હેઠા મૂકયા. પોતડી પહેરીને સહુ હોજ તરફ દોડયા. જેટલા માછલાં લેવાય એટલાં લઈ લેવાં એ ગણતરીથી હોજની અંદર પડ્યા. આજે તો ઘોડેસવારો સાથે લડવા આવેલા એટલે હાથમાં જાળ તો હતી જ નહિ, શસ્ત્રો જ લાવેલા. એ પણ હોજમાં પડતી વખતે સાથે ન'તા. બંને હાથે ખાલી હોવાથી બેય હાથે તેમણે માછલાંઓ પકડવાનું ચાલુ કર્યું. માછલાં પકડતી વખતે તેઓ આજુબાજુનું બધું ભાન ભૂલી ગયા હતા. પાંચદશ મિનિટ જ્યાં પસાર થઈ હશે ત્યાં તો ચારે બાજુથી મારો ! મારો ! કાપો ! કાપો ! કરતા બસોથી સવાબસો જેટલા ઘોડેસવારો હોજ તરફ ધસી આવ્યા. તેઓ સફેદ ઘોડા ઉપર બેઠેલા હતા. સહુના હાથમાં વિવિધ આયુધો હતા. અચાનક આવી પડેલી આપત્તિથી સહુ ધ્રૂજવા લાગ્યા. હાથમાં પકડેલાં બધાંય માછલાં નીચે પડી ગયાં. અભિમાનનાં પૂર તો ક્યાંય ઓસરી ગયાં. એમના પગ નીચેથી ધરતી જાણે સરકવા લાગી. ગભરાઈને તેઓ એકદમ મોટેથી ' બચાવો બચાવો'ની બૂમો પાડવા લાગ્યા. ઘોડેસવારો એકદમ નજીકમાં આવી ગયા. એકેકને પકડી પકડીને ખૂબ માર્યા. પછી છોડી દીધા. જેવા છૂટયા એવા જ બધાય દુમ દબાવીને ભાગ્યા. કોઈને પોતાનાં વસ્ત્ર કે શસ્ત્ર લેવાના પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy