SearchBrowseAboutContactDonate
Page Preview
Page 734
Loading...
Download File
Download File
Page Text
________________ 718 તપાગચ્છાધિષ્ઠાયક "પગપાળા પ્રવાસ કરીને શ્રી સિદ્ધાચળનાં દર્શન-વંદન કરવાનો આપની પાસે અભિગ્રહ ધારણ કરીને આ સ્થળે આવતાં ચોર-લૂંટારાઓએ દ્રવ્યની લાલસાએ મારો અર્થાત્ માણેકશાહ શેઠના શરીરનો ઘાત કર્યો. "– દેવે માણેકશાહ શેઠના દેહાંતનું કારણ રજૂ કરતાં કહ્યું. "શ્રી જિનશાસન દેવની એવી જ ઇચ્છા હશે?" ગુદેરુવ ઉદાસીનતાથી ગદ્ગદ કંઠ થઈ ગયા. "હા, દેવની એ ઇચ્છાના પ્રતિફળ રૂપે જ મને આજે દેવસ્વરૂપે જોઈ શકો છો. હવે આજ્ઞા કરો કે હું આપ ગુરુદેવની શી સેવા કરી શકું?" દેવે ઉભય હસ્ત જોડી ઉચ્ચાર કર્યો. આ વખતે આચાર્યશ્રીએ પોતા પર વીતેલી તમામ હકીકત રજૂ કરતાં જણાવ્યું કે, " આગ્રામાં કોઈ અકળ અને અતિ ગૂઢ કારણને લઈને મારાદશશિષ્યો ન સમજાય એવી દીવાનાની દશામાં ઘણા જ રિબાઈને મરણને શરણ થયા છે, અને અગિયારમો શિષ્ય પણ હાલતનો ભોગ બની કટોકટીભરી સ્થિતિમાં પડેલો છે. આ અતિ ગંભીર ઘટનાના ભેદના ઉકેલ માટે જ શ્રી શાસનદેવીની સૂચના અનુસાર અમો અત્રે આવેલા છીએ. અને અમોને હવે તો પરિપૂર્ણ પ્રતીતિ થઈ છે કે એ દુઃખદ દશાનું નિવારણ આપ જ કરી શકશો." આચાર્યશ્રીની આ વાણી સાંભળીને વીર માણિભદ્ર પણ સ્તબ્ધ થઈ ગયા. થોડી વાર તેઓ મૌન રહ્યા. અવધિજ્ઞાન વડે જોતાં એમને તરત જ પ્રત્યક્ષ થયું, કે આ ઉપદ્રવ લોકાગચ્છના આચાર્યે સાધેલા કાળાગોરા ભૈરવનો જ છે. માણિભદ્રએ ગુરુદેવને આશ્વાસન આપ્યું અને પોતાની સેનાના બાવન વીરોમાંના એક વીરને કાળાગોરા ભૈરવને હાજર કરવા આજ્ઞા કરી. વીર તરત જ વિદાય થયો અને અલ્પ સમયની અંદર કાળાગોરા ભૈરવને શ્રી માણિભદ્ર પાસે લાવીને હાજર કર્યા. ભૈરવ હાથ જોડીને આજ્ઞાની રાહ જોતા માણિભદ્ર દેવ સમક્ષ ઊભા રહ્યા. " ભૈરવદેવ! પોતાના ધર્મધ્યાનમાં જ પ્રવૃત્ત એવા સંત પુરુષોને ઉપદ્રવ કરીને તમે મહા અનિષ્ટ કર્યું છે. આવા અધમ કર્મના ઉપાર્જનથી તમારું કોઈ કાળે કલ્યાણ થવાનું નથી. માટે તરત જ જૈન સાધુઓને સતાવવાનો તમારો ઉપદ્રવદૂર કરો."માણિભદ્ર વીરે કાળાગોરાએ ભૈરવને એમનો ઉપદ્રવ દૂર કરવા આજ્ઞા કરી. " પ્રભુ ! આપની આજ્ઞા અમોને સર્વદા શિરસાવંદ્ય જ હોય; પરંતુ આમાં તો અમે મંત્રબળ વડે બંધાએલા છીએ. એટલે અમારી ઇચ્છા હોવા છતાં પણ એ બંધનમાંથી છૂટી શકવાને અસમર્થ છીએ." કાળાગોરા ભૈરવે દેવની આજ્ઞાનો અમલ કરવાની પોતાની અશક્તિનું કારણ રજૂ કરતાં કહ્યું. " તમે સીધી રીતે નહિ માનો તો સખત હાથે કામ લેવું પડશે." દેવે જરા ઉગ્ર અવાજે ઉચ્ચાર કર્યો. " મહારાજ ! આપ અમારા સ્વામી છો , પરંતુ અમે પરાધીન છીએ. આપ જો બળજબરીથી આપની આજ્ઞાનું પાલન કરાવવા ઇચ્છતા હશો, તો આપની સામે પણ અમોને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy