SearchBrowseAboutContactDonate
Page Preview
Page 717
Loading...
Download File
Download File
Page Text
________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 701 " ઘી-દૂધનો ત્યાગ અને તે પણ સદંતર ! આવી ઉગ્ર પ્રતિજ્ઞા શા માટે?" વહુએ આખો . લૂછતાં પ્રશ્ન કર્યો. " બિચારા ગરીબ લોકો જેમને જિંદગીમાં ઘી-દૂધનાં ભાગ્યે જ દર્શન થાય છે, તેઓ કેમ જીવી શકે છે એ મારે જવું છે." સાસુએ મુખ્ય મુદ્દાને દૂર કરતાં કહ્યું. "સાસુજી! એ લોકો બાપડાં ઘી-દૂધ વગર ચલાવી લેવાને ટેવાએલાં હોય, એટલે એમને ચાલી શકે, પરંતુ...." " એ લોકો ટેવાઈ જાય છે, તેમ આપણાથી પણ શા માટે ન થાય?" સાસુએ વહુની વાતને અધવચમાંથી જ તોડી નાખતાં કહ્યું. "બાઈજી! આવી વૃદ્ધાવસ્થામાં આપ ઘી-દૂધનો ત્યાગ કરશો, તો શરીર શી રીતે ટકી શકશે?" વહુએ દીનતા પૂર્વક નવી વાત રજૂ કરી. "વહુ બેટા! આ શરીર તો માટીના ઘડા જેવું ક્ષણભંગુર છે. ઉપરવાળાને તે ટકાવવું હશે તો ટકાવશે. શરીર–સંપત્તિને ટકાવી રાખવાનો મારો મોહતો ક્યારનોયે ચાલ્યો ગયો છે." સાસુએ અડગપણે ઉત્તર આપતાં જણાવ્યું. સાસુને પ્રતિજ્ઞા ન લેવાનું સમજાવવાના વહુના તમામ પ્રયત્નો આખરે નિષ્ફળ નીવડ્યા. સાસુની અતિ સુકોમળ ધર્મભાવના પર એમના પ્રિય પુત્રના હાથે જ લાગેલો ઝેરી જખમ ઝટવારમાં રૂઝાય એવો ન હતો. એટલે વહુની બધી સમજાવટ વ્યર્થ જાય એમાં નવાઈ નહિ. વહુની આવી અસીમ લાગણી અને અનહદ ભક્તિભાવ જોઈને સાસુનો અંતરાત્મા સંતુષ્ટ થયો અને એણે પોતાની તમામ હદયવ્યથા વહુની પાસે સ્પષ્ટ સ્વરૂપે વ્યક્ત કરી દીધી. માણેકશાહના હાલના વલણથી એમનાં ધર્મપત્નીના મનને પણ ઓછો આઘાત નહોતો લાગ્યો. એટલે સાસુવહુ બંનેનું દર્દ એક જ હતું. આ દર્દનો યોગ્ય ઇલાજ ન મળી આવે ત્યાં લગીને માટે માણેકશાહનાં ધર્મપત્નીએ પણ, સાસુ ન જાણી શકે તેમ, સાસુની પ્રતિજ્ઞાનું પોતે પણ પાલન કરવાનો મન સાથે દઢ નિશ્ચય કરી લીધો. શુભાગમન રાત્રિદેવીએ પૃથ્વીના પટ પર પાથરી દીધેલો અંધારપિછોડો ગુપચુપ ખસેડી લેવા માંડ્યો હતો. ટપોટપ ફૂટતા પરપોટાઓ અદૃશ્ય થઈ જઈને જેમ સમુદ્રની અસીમ શ્યામતામાં એકાકાર થઈ જાય, તેમ આકાશના તારલાઓ એક પછી એક અનંત આકાશની શૂન્યતામાં ફરી એકવાર અદશ્ય થતા જતા હતા. અંધકારના અનંત આવરણને ભેદી દઈને દેવ પ્રભાકરનાં પ્રકાશકિરણો કોઈ વિજેતા સેનાધિપતિના આગળ ધસતા સૈન્યની માફક વધુ ને વધુ વિસ્તરતાં જતાં હતાં. આ સમયે સૂર્યકિરણોને પોતાના તેજથી વધુ ઓપ આપતું એક મુનિમંડળ ઉજ્જયિની નગરીને માર્ગે પ્રયાણ કરી રહ્યું હતું. તમામ સાધુઓ શરીરે મજબૂત હતા. જૈન સાધુઓને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy