________________
યક્ષરાજશ્રી માણિભદ્રદેવ
665
'શ્રી માણિભદ્રવીર અને શાસનરક્ષા
-શ્રી જશુભાઈ જુગલદાસ શાહ
શ્રી જશુભાઈ શાહ દાદાના અનય ભક્ત છે. દાદાની પૂજા એ એમનો ધર્મ છે. તેઓ દાદાના સાહિત્ય, ઇતિહાસ, પૂજા, મંત્ર-તંત્રના અનુયાયી છે. તેમની સિદ્ધ કલમે દાદાનું સ્વરૂપ બતાવેલ છે અને દાદાના ગુણ ગાયા છે.
ધારેલું સહુ સિદ્ધ કરતા છો દેવ સાચા તમે, એવા શ્રી માણિભદ્ર દેવ તમને, વંદું ઘણા ભાવથી.
– સંપાદક
જૈન શાસનમાં અનેક દેવદેવીઓનું સ્વરૂપ અને વર્ણન આવે છે. સમ્યગુદષ્ટિ દેવ-દેવીઓનું સ્થાન અને સ્થાપના શ્રી અરિહંત પરમાત્માથી વિહિત થયેલ સુઅચરણા છે. આ વાતની સાક્ષી અનેક આગમગ્રંથો, સ્તોત્રો વગેરેમાં આવે છે. જેમકે, શ્રી વર્ધમાનવિદ્યામાં જયા, વિજયા, જયંતિ અને અપરાજિતા એ ચાર શાસનરક્ષિકા દેવીઓનું સ્થાન આવે છે.
શ્રી સૂરિમંત્રમાં શ્રી સરસ્વતીદેવીનું, શ્રી લક્ષ્મીદેવીનું, શ્રી ત્રિભુવન સ્વામિનીનું અને યક્ષરાજ ગણિપીટકનું સ્થાન છે તો નવસ્મરણમાં સંતિકરમુ, તિજયપહૃત્ત અને બૃહ શાંતિ આદિ સ્તોત્રોમાં જિનશાસન–માન્ય સોળ વિદ્યાદેવીઓ, ચોવીસ યક્ષ, ચોવીસ યક્ષિણી, નવ ગ્રહ આદિ અનેક સમ્યગ્દષ્ટિ દેવદેવીઓનાં નામો ગૂંથવામાં આવ્યાં છે.
આમ, અનેક સમ્યગદર્શી દેવ-દેવીઓની હકીકતો અનેક પ્રાચીન ગ્રંથો અને સ્તોત્રોમાં ગૂંથાયેલી જોવા મળે છે. આ સમ્યગુદષ્ટિ દેવ-દેવીઓ દ્વારા શ્રી જિનશાસનની રક્ષા તેમ જ અજોડ મહાપ્રભાવના કરાવ્યાના અનેક ઉલ્લેખો ધર્મગ્રંથોમાં ઉપલબ્ધ છે.
શ્રી જિનશાસનની રક્ષા કરનાર શ્રી આદીશ્વર પરમાત્માનાં ચરણોના પૂજારી, શ્રી શત્રુંજય મહાતીર્થના પરમ આરાધક, મહાચમત્કારિક અનેકવિધ શાસન-પ્રભાવના કરનાર વ્યંતર નિકાયના છઠ્ઠા મહારાજા શ્રી માણિભદ્રદેવનું નામ જૈન શાસનના ઇતિહાસમાં મહાપ્રભાવક રૂપે વિશ્વવિખ્યાત બન્યું છે.
અનેક ભક્તોની મનની ઇચ્છા પૂર્ણ કરનાર તેમ જ વિધ વિધ પ્રકારની સહાય કરનારા શ્રી માણિભદ્રવીર જૈનશાસનના સન્માનનીય દેવ છે. જૈન શાસનના રક્ષક તરીકે શ્રી માણિભદ્રજીનું સ્થાન અજોડ, અનન્ય કક્ષાનું મનાય છે. એક કવિએ લખ્યું છે કે,
(જ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org