SearchBrowseAboutContactDonate
Page Preview
Page 668
Loading...
Download File
Download File
Page Text
________________ 652 તપાગચ્છાધિષ્ઠાયક અનેક રાજાઓ જનતા–પ્રજાના પાલક હતા. જિનમંદિરો, ઉપાશ્રયો, જૈનેતરનાં મંદિરો, હવેલીઓ વગેરે ધર્મસ્થાનોથી મંડિત આ નગર વિભૂષિત હતું. તેમ જ હાટ, હવેલી, ગવાક્ષ-મહેલોથી આ નગર શોભતું હતું. આ નગરના રાજા પ્રજાપાળ રાજા (શ્રી શ્રીપાળ રાસમાં મયાણાસુંદરીના પિતા તે) સિંહાસને બિરાજતા હતા. પંદરમા સૈકાનો એ સમય હતો. અનેક શ્રાદ્ધગુણસંપન શ્રેષ્ઠિઓ ત્યાં વસતા હતા. તેમાં જિનેશ્વરે પ્રરૂપેલ ધર્મની આરાધનામાં ઓતપ્રોત રહેતા ઓસવાલ વંશના ધર્મપ્રિય જેનું નામ છે તેવા જ ગુણસંપન્ન શ્રેષ્ઠી અને જિનપ્રિયા નામે તેમનાં ધર્મપત્ની વસતાં હતાં. પતિપત્ની બને સંસ્કારી, સદાચારી, સદ્ગુણી, પરોપકારી વગેરે ગુણોથી સંસારમાં જીવન વ્યતીત કરતાં હતાં. સંસારના પથ પર ચાલતાં એક પુત્રને જન્મ આપ્યો, તેનું નામ માણેક પાડ્યું. કુટુંબ વિશાળ હોવાથી પુત્રનો લાડકોડથી ઉછેર થતો હતો. માતા તેને જોઈ હરખઘેલી થતી તો પિતાના આનંદની અવધિની સીમા ન હતી. માતાપિતાને એકનો એક પુત્ર રાજસાહ્યબી જેવા સુખમાં ઊછરતો, હૈયાના હિંડોળે ઝૂલતો તેમ જ ઉત્સંગમાં આળોટતો આ બાળ બીજના ચંદ્રમાની જેમ મોટો થતો ગયો. પણ પિતાનાં વહાલસોયાં લાડ કુદરતને મંજૂર ન હતાં. પુત્રની શિશુવયમાં જ પિતા અનંતની યાત્રાએ ઊપડી ગયા. આ લોકમાંથી વિદાય લીધી. માતા જિનપ્રિયા સમજુ શાણી-સુશીલ સન્નારી શ્રાવિકા હતી. ધર્મતત્ત્વને પામેલી અનિત્યાદિ બાર ભાવનાના સ્વરૂપને વાગોળતી. દેવદ્રવ્ય, ધર્મની આરાધના–સાધનામાં મગ્ન રહેતી. પુત્રના લાલનપાલન તેમ જ સંસ્કારસિંચનમાં ખૂબ જ ચીવટ રાખતી. કાળજીથી માતાએ માણેકને જૈન ધર્મનું તત્ત્વજ્ઞાન અને વ્યાવહારિક શિક્ષણ વગેરે આપી પિતા જેવો જ શાહ સોદાગર બનાવ્યો. માણેકશાહે પિતાનો વહીવટ, કારોબાર સંભાળી લીધો. એટલું જ નહિ; આખા નગરમાં કુશાગ્ર બુદ્ધિ, ઉદારતા, સરળતા વગેરે અનેક ગુણોથી નગરના લોકોએ શાહ સોદાગર પદવીથી નવાજ્યો. વ્યાપારમાં અન્યાય, અનીતિ, અપ્રમાણિકતા જેવા અનિષ્ટ દુર્ગુણોને લવલેશ જીવનમાં રાખ્યા નહિ. દાન, શીલ, તપ, ભાવ – આ ચાર પ્રકારના ધર્મનું યથોચિત પાલન કરતા હોવાથી નગરજનોને પ્રિય થઈ ગયા હતા. રાજાને પણ પ્રિય એવા આપણા માણેકશાહ હતા. જીવનયાત્રા બાલ-શિશુવયાવસ્થામાંથી યૌવનાવસ્થામાં આવતાં ધારાનગરીના જગમશહૂર અને સત્યપ્રિય ધર્માનુરાગી ભીમશેઠની સુપુત્રી આનંદરતિ સાથે માતાએ તેમના પ્રભુતામાં પગલાં પડાવ્યાં. પત્ની સાથે સંસારનાં સુખ ભોગવવા છતાં ધર્મ-અર્થ-કામ-મોક્ષ : આ કર્તવ્યનું બરાબર પાલન કરતા હતા. જિનપ્રિયા માતાપુત્રના સુખમાં પોતાનું સુખ માનતાં હતાં. માણેકશાહનાં માતા-પિતા જૈન ધર્મ તપાગચ્છની શાખામાં ગચ્છાધિપતિ પૂ. આચાર્યશ્રી આનંદવિમલસૂરિ મહારાજનાં અનુયાયી હતાં. માણેકશાહ પણ એ જ ગચ્છની પ્રણાલિકા મુજબ ધર્મારાધના કરતા હતા. પોતાની હવેલીમાં જ જિનમંદિર અને પૌષધશાલા હતાં. એક દિવસ ઉજ્જૈનમાં વિહાર કરતા લોંકાશાહના મતના યતિઓ પધાર્યા. માણેકશાહ પણ ધર્મ-શ્રવણાર્થે યતિઓ પાસે જતા હતા. યતિઓએ એક જ વાત કરી કે મૂર્તિ-પ્રતિમાની પૂજા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy