SearchBrowseAboutContactDonate
Page Preview
Page 655
Loading...
Download File
Download File
Page Text
________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 639 સિંહાસન પર બિરાજમાન છે. અદ્ભુત તેમનો વૈભવ છે, કમનીય તેમની કાન્તિ છે, વિશાળ તેમનો પરિવાર છે. ચાલો, આપણે માણિભદ્ર ઇન્દ્રનો એક બાહ્ય પરિચય જોઈએ. પરમ પ્રભાવશાળી શ્રી માણિભદ્ર વીર... એમનો વર્ણ શ્યામ છે, પણ સહુને લાગે છે સોહામણો. મસ્તક પર તેજસ્વી લાલ વર્ણનો મુકુટ તેજલિસોટા પાથરી રહ્યો છે. મુખ ઉપર મંદિરનો આકાર બનેલો છે અને દષ્ટિ આ મંદિરની સૃષ્ટિને નિહાળી રહી છે. મંદિર શ્રી સિદ્ધાચલજીનું પ્રતિક છે. દિનરાત તેનું જ ધ્યાન છે. ત્રિશૂળ, ડમરૂ, મુગર, અંકુશ અને નાગનાં ચિત્ર સાથે છ ભુજાઓ દીપી રહી છે. સ્વેત રંગના ઐરાવત હાથી પર બિરાજેલ કાળા રંગના માણિભદ્રની પ્રતિભા કોઈ ઓર લાગે છે. બાવન વીર અને ચોસઠ જોગણી તેમની સેવામાં તદાકાર બની છે. વિશ વીશ હજાર સામાનિક દેવતાઓની મધ્યમાં માણિભદ્ર ઈન્દ્રનો પ્રતાપ ઝળાંહળાં થઈ ઊઠે છે. દેવાંગનાઓનાં નૃત્ય ને દેવતાઓના સંગીતે વાતાવરણ સંગીન બની રહ્યું છે. આવા અદ્ભુત, અનોખા ને અલૌકિક મહાસામ્રાજ્ય વચ્ચે બિરાજેલા શ્રી માણિભદ્રવીરનું રત્નમઢયું સ્વર્ણસિંહાસન અચાનક ચલિત બની જાય છે. અણચિંતવ્યા આ બનાવે આખી સભામાં સન્નાટો છવાઈ જાય છે. સેનાપતિ દેવતાઓ તાતી તલવારો સાથે ધસી આવે છે. અંગરક્ષક દેવો શ્રી માણિભદ્રને ચોતરફથી ઢાલરૂપે ઘેરી વળે છે. અપાર આશ્ચર્ય વચ્ચે શ્રી માણિભદ્રવીર પોતાના વિશિષ્ટ જ્ઞાનનો ઉપયોગ મૂકે છે, અને જે આ જ્ઞાનમાં લાધેલા વિજ્ઞાને તેઓ તરત જ સિંહાસનનો ત્યાગ કરીને ઊભા થઈ જાય છે. કોઈને કિંઈ સમજાતું નથી. સ્વામીના મો પર આવતા-જતા બદલાતા વિભિન્ન ભાવોને જોઈને સહુ મનમાં શંકા-કુશંકાઓ ફેલાતી જાય છે. " મારા વહાલા સાથીઓ ! જેમની પાવની પ્રેરણા ને ઉત્તમ ઉપદેશે મારા જીવનમાંથી અંધકાર ઉલેચાયો અને પ્રકાશ પથરાયો, દુર્ગતિના પથથી દૂર કરીને સદ્ગતિના રાહે જેમણે મને ચઢાવ્યો, એ પૂજય આચાર્યપ્રવર ગત જન્મના મારા અનંતોપકારી શ્રી હેમવિમલસૂરીશ્વરજી મહારાજ અને શ્રી આનંદવિમલસૂરીશ્વરજી મહારાજ આદિ મારા મૂળ સ્થાને પધાર્યા છે. ધ્યાનસ્થ બન્યા છે. કોઈ અગમચિંતાનાં એંધાણ દેખાઈ રહ્યાં છે એમના ચહેરા ઉપર. મારે જવું છે... શીધ્ર જવું છે. એ તારકનાં ચરણોમાં " માનવ કલ્પના ન કરી શકે એવી, અકલ્પનીય શક્તિઓને સ્વામી દેવાત્માઓ હોય છે. મનમાં ચિંતન થયું મગરવાડાના જંગલમાં જવા માટે અને તે સાથે જ માણિભદ્રવીર ગુરુવરના ચરણે પહોંચી જાય છે. ધ્યાનસ્થ ગુરુદેવને વંદન કરીને અપરંપાર ભક્તિભર્યા હૃદયે શ્રી માણિભદ્ર ઇન્દ્ર અભ્યર્થના કરી : " ઉપકારી ગુરુ ભગવંત ! આંખ ઉઘાડો.... આપની અભિયભરી નજરે સેવકોને નિહાળો." મધુર શબ્દોના શ્રવણે આચાર્યદેવે પોતાની આંખો ખોલી. ઓહ..! સામે એક અદ્ભુત તેજપૂંજભર્યો વ્યક્તિ ઊભો છે. જીવનમાં આવું દશ્ય ને આવી વ્યક્તિ પ્રથમ વાર જ જોવામાં આવ્યો હતો. સૂરિપ્રવરે 'ધર્મલાભ' ના દિવ્યાશીર્વાદથી તેને પ્રસન્ન કર્યા." ભગવંત! આ સેવકને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy