SearchBrowseAboutContactDonate
Page Preview
Page 654
Loading...
Download File
Download File
Page Text
________________ 638 પહોંચી ગયા છે. આખો સંઘ ચિંતિત છે. શિષ્યોમાં વેદના વધી રહી છે. આચાર્યશ્રીની આ વૃદ્ધ કાયા શી રીતે આટલી કઠોર સાધનાને સહી શકશે ? જ્યારે પૂજ્યશ્રીના મુખ મંડળ પર તો એક અલૌકિક આભા ને પ્રભા પથરાતી ચાલી છે. અગિયારમા દિવસની રાત્રે સાધના સિદ્ધિનું સ્વરૂપ ધરી લે છે, શાસનદેવી સાક્ષાત્ પધારે છે. " જિનશાસન નભોમણિ ... ! ફરમાવો. શાને યાદ કરી છે મને ?" તપાગચ્છાધિષ્ઠાયક '' " શાસનદેવી ! પ્રભુશાસનનાં તમે સદાય જાગૃત અધિષ્ઠાયિકા છો; પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી સમુદાયના ત્યાગી તપસ્વી અનેક મુનિવરો કોઈ મેલી શક્તિને વશ બનીને મરણશરણ બની ગયા છે. આજે પણ સ્થિતિ એવી જ છે, છતાં તમારું ધ્યાન આ તરફ જતું નથી. ચતુર્વિધ સંઘ ભયાક્રાન્ત છે... કહો તમે, આ ઉપદ્રવ કોણ કરે છે ? શાથી શાંત થશે... ?" '' ' ભગવન્ ! શાંત થાઓ, મારા અપરાધને માફ કરી દો. આ ઉપદ્રવની પાછળ દૈવી શક્તિ ને પ્રેરિત કરનાર માનવીય શક્તિની મંત્રસાધના છે. આપ ચિંતા ન કરો. આપ આવતી કાલે સવારે અહીંથી વિહાર કરો.... ગુજરાત નજીકમાં જ છે. ગુજરાતના પાલનપુરની નિકટ પધારતાં આપને એક અદ્ભુત શક્તિધારી મળશે. આપના પ્રભાવક પુણ્યે અને એ શક્તિધારીના સાહસે આ ઉપદ્રવ શાંત થઈ જશે.” " ભવિષ્યના ભાવ ભાખીને અધિષ્ઠાયિકા શાસનદેવી અદશ્ય બની અને તે સાથે પૂજ્યશ્રીએ પણ પોતાની સાધનાની ઇતિશ્રી કરી. રાત્રિ પૂર્ણ થવા આવી હતી. ધ્યાન ધરીને પૂજ્યપાદશ્રી નીચે પધાર્યા. સહુ શિષ્યો જુદી જુદી સાધનામાં–જાપમાં–ધ્યાનમાં સ્થિર બન્યા હતા. પોતાના આ ઉદાત્ત શિષ્યોની ધર્મનિષ્ઠા જોઈને સૂરિવરના હૈયામાં અપાર પ્રસન્નતા છવાઈ. અગિયાર દિવસના ઉપવાસ છતાં એ જ સ્વાસ્થ્યભાવે અને વાત્સલ્યભાવે પૂજ્યશ્રીએ કહ્યું : " શ્રમણો... શાસનદેવીના માધ્યમથી ઉપદ્રવનું કારણ સમજાઈ ગયું છે, પરંતુ તેનું નિરાકરણ ગુજરાત પ્રવેશ પછી જ થશે. તેથી આવતી કાલે જ આપણે અહીંથી ગુજરાત તરફ વિહાર લંબાવવાનો છે. ' ગુરુવચનહતિ' ના નિર્દોષ સાથે સહુ શિષ્યો પ્રસન્ન ચિત્તે ઊભા થઈ ગયા. મહાન ગુરુવરનાં ચરણોમાં નતમસ્તકે વંદન કર્યું અને સહુ પ્રતિક્રમણાદિ ક્રિયા કરીને વિહાર માટે તૈયાર થઈ ગયા. શ્રીસંઘના આગેવાનોને બોલાવીને પૂજ્યશ્રીએ માર્મિક શબ્દોમાં બધી વાત કરી દીધી અને જ્યાં સુધી ઉપદ્રવનું સંપૂર્ણ નિવારણ થયાના સમાચાર ન મળે ત્યાં સુધી બધાએ તપ– જપાદિ આરાધના ચાલુ જ રાખવાની છે એવી સૂચના પણ કરી. વિહારયાત્રા પ્રારંભાઈ ગઈ. આચાર્યશ્રીના નેતૃત્વ નીચે મુનિભગવંતો ઉત્સાહભેર આગળ વધવા માંડ્યા. જલદીથી ગુજરાતમાં પ્રવેશ કરવાનો છે, ઉગ્ન વિહાર થવા લાગ્યા. શ્રીસંઘના જોશીલા ૫૦ નવયુવાનો પણ આ યાત્રામાં જોડાઈ ગયા હતા. પાલનપુરથી આગળ વધ્યા. મગરવાડાના એ જ વનક્ષેત્રમાં પૂજ્યશ્રી આદિ શ્રમણભગવંતો પધારી ગયા. રાયણવૃક્ષ નીચે પૂજ્યશ્રીએ અઠ્ઠમતપની આરાધના પ્રારંભ કરી અને ત્યાં જ ધ્યાનસ્થ બની ગયા. જય શત્રુંજયના ધ્યાનથી માણેકચંદમાંથી માણિભદ્રવીર બનેલાં વ્યંતરેન્દ્ર પોતાના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy