SearchBrowseAboutContactDonate
Page Preview
Page 634
Loading...
Download File
Download File
Page Text
________________ 618 તપાગચ્છાધિષ્ઠાયક જિનશાસનના ગગનાંગણમાં જેનાં નામ, કામ ને ધામ મંત્રજાપની જેમ ગવાઈ રહ્યા છે એ દિવ્ય પુરુષ તપાગચ્છાધિષ્ઠાયક શ્રી માણિભદ્રવીરની આ કથા છે. પતિતપાવના ઉજ્જૈન નગરી...ઇતિહાસની અનેકાનેક ધૂપછાંવથી આબાદ સુરક્ષિત રહી ગયેલી આ નગરી. સ્વનામધન્ય, શાસનજ્યોતિર્ધર મહાન આચાર્ય ભગવંતો અને પોતાની આન, બાન ને શાનથી વિખ્યાત બનેલા રાજવીઓની આ જન્મભૂમિ છે. અહીં કવિહૃદયનાં સ્પંદનો છે અને સવિતા-સરિતાનાં ભ્રમણ છે. જનવાદ ને જશવાદથી આલમ આખીમાં ખ્યાતનામ બની ગયેલા રાજરાજેશ્વર વિક્રમાદિત્યની પંદરમી શતાબ્દીની આ વાત છે. ભારતવર્ષમાં ત્યારે માળવાનું નામ સહુથી મોખરે હતું. શસ્ય શ્યામલા આ ધરતીના કણેકણને પ્રત્યેક રજકણે એક મહાકાવ્ય ગુંજતું હતું મહાકાવ્યની દરેક પંક્તિમાં પ્રશસ્તિ ને સ્વસ્તિનો લલકાર હતો. 'કમે શૂરા ધમ્મ શૂરા' એવા ધર્મપ્રિય શાહ ઉજ્જૈનના જ વતની. વિશાળ પ્રસિદ્ધિ ને દિવ્ય સમૃદ્ધિના એ સ્વામી, ન્યાય અને કૌશલ્યના નામે તો ડંકો વાગતો. ધર્માનુષ્ઠાનોમાં એ સદૈવ આગળ હોય અને સ્વજનપ્રેમમાં કયારેય એ પાછળ ન રહે. આવા નરવીર ધર્મપ્રિય શાહની ધર્મપત્ની બનવાનું સૌભાગ્ય મળ્યું છે જિનપ્રિયાને. કેવાં સુંદર નામ! એક ધર્મને પ્રિય તો બીજી જિનને પ્રિય... સમય વહેતો જાય છે. લગ્ન થયાને વર્ષોનાં વાણાં વાઈ ગયાં, પણ હજુ ઘરમાં શિશુનો મધુર પ્યારો સ્વર સંભળાયો નથી. દરેક સ્ત્રીને મન માતૃત્વ પામવાની તમન્ના હોય છે, તેમ જિનપ્રિયાને પણ પુત્રપ્રાપ્તિની ઝંખના હતી. પુણ્ય જ્યાં સહયોગી બને છે ત્યાં ન ધારેલ કાર્યો પણ થઈ જતાં હોય છે. તો ધારેલ કેમ સફળ ન થાય? ધર્મપ્રિયને જિનપ્રિયાના પુણ્યનો સિતારો પણ હવે ચમકતો હતો. એક સોભાગી પળે, અજવાળી રાતે, સુગંધી ગુલાબનો જન્મ થયો. માને આનંદ,પિતાને પ્રસન્નતા અને સ્વજનોને અપાર હર્ષ થયો. સેંકડોની ગોદમાં રમતો રમતો ખીલતો એ લાલ જ્યારે પોતાનાં પનોતાં પગલાં પાડવા માંડ્યો ત્યારે એનું નામ રાખવામાં આવ્યું માણેક. ધર્મપ્રિય અને જિનપ્રિયાને તો હીરા, પન્ના ને માણેક જ હોય ને! - જનમ પરણ ને મરણ, જગતનો અનાદિકાળથી ચાલ્યો આવતો આ નિયમ છે. માણસ જન્મે છે, પરણે છે ને મરે છે. આશ્ચર્ય... દુનિયામાં મનુષ્ય જ એક એવું પ્રાણી છે કે રડતાં રડતા જન્મે છે, આશા-અરમાનો ને મનોરથો સાથે જીવે છે અને નિરાશ થઈને મરણ-શરણ બની જાય છે. પણ એવા ય વિરલા આ ફાની દુનિયામાં ચમકતા હોય છે જે જીવન જીવતાં જિન બની જાય છે. જગતમાં મૃત્યુ નામની જો વાસ્તવિકતા ન હોત તો દુનિયાનો ઇતિહાસ પણ કોઈ ઓર લખાયો હોત. માણેકચંદ હજુ તો સંસ્કારધામમાં પ્રવેશે છે ત્યાં જ અણધારી કોઈ વેદના આવીને ધર્મપ્રિય શાહને ઉઠાવી જાય છે. બાલ્યાવસ્થામાં પિતાનું શિરછત્ર ગુમાવતાં માણેકના દિલમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy