________________
588
તપાગચ્છાધિષ્ઠાયક
શ્રી માણિભદ્રવીર મહાપૂજન
~: સંકલનકર્તા :
વિધિકાર શ્રી મફતલાલ ફકીરચંદ ડભોઈવાળા યુવાવિધિકાર શ્રી મુકેશકુમાર મફતલાલ ડભોઈવાળા
આત્માને પવિત્ર કરે તે પૂજા, ખાસિયત તો એ છે કે પૂજા ઉપાસ્ય તત્ત્વની કરવાની અને પાવન આપણે થવાનું. અધિષ્ઠાયકો તીર્થંકર પરમાત્માના ઉપાસકો છે. તેઓ સરાગી શાસનરક્ષક પણ છે. પૂજાવિધાન એ આવા અધિષ્ઠાયકોને સતતપણે જાગૃત રાખવા માટે સંઘ—શાસનના કાર્યાર્થે આહ્વાન કરાવવા માટે મહત્ત્વનું અંગ છે. ધૂપ-દીપ, હોમ આદિ મંત્રાધિષ્ઠિત વિધાન આમ્નાયસભર થતાં યક્ષેન્દ્રો અચૂક સહાયકભાવનો પરચો આપતા હોય છે.
આજે ડગલે અને પગલે પૂજાવિધાનો થાય છે; પણ મોટે ભાગે ગતાનુગતિક, પૂજનો વધ્યાં છે પણ હાર્દ–આમ્નાય, ગર્ભિત રહસ્યો, પવિત્રતા દ્રવ્યોની ઉત્તમત્તા, વિશુદ્ધિ અને ભક્તિના અભાવે કયાંક અને કયારેક એવાં પૂજનો ખરેખર કાગળના પુષ્પ જેવાં ભાસે છે.
Jain Education International
પૂજા તો ખરેખર અંતરના ભાવથી કરવાની હોય છે. ભાવથી પૂજાથી પૂજાવિધાનો થતાં રહે તો આપણાં ચિત્ત નિર્મળ બની ધારેલાં કાર્યોમાં જરૂર સફળતા પ્રાપ્ત થાય છે. નિર્મળ હૃદયે પવિત્રતા અને વિશુદ્ધિપૂર્વક શાસનનાં કાર્યોની સિદ્ધિ માટે શ્રી માણિભદ્રદાદાનું પૂજનવિધાન અતિ લાભદાયી બની શકે તેમ છે. શબ્દશક્તિ એક પ્રચંડ તાકાત છે એવું વૈજ્ઞાનિકોએ પણ સાબિત કરી આપ્યું છે. પૂજાવિધાનના ભાવોને વિધિકાર શ્રી મફતલાલભાઈએ અત્રે સુંદર રીતે પ્રસ્તુત કરી ભક્તોને માટે ઘણું મોટું પાયાનું કામ કર્યુ છે. ખૂબ ખૂબ ધન્યવાદ.
સંપાદક
કોઈપણ જિનાલયમાં અંજનશલાકા-પ્રતિષ્ઠા સમયે જિનબિંબોની વિધિના સમયે દેવ-દેવી વિધાન યોજેલ હોય તો દેવ-દેવીની નૂતન મૂર્તિની તમામ ક્રિયા થઈ જતી હોય, પછી તેને માત્ર -યાદીનશીન અર્થાત્ પ્રતિષ્ઠા કરવાની રહે છે. જ્યારે નૂતન જિનાલયોમાં પ્રભુપ્રતિમાની સાથોસાથ બક્ષ—યક્ષિણી દેવ-દેવીઓની મૂર્તિ બિરાજમાન કરવાની હોય છે ત્યારે પણ દેવ–દેવીઓની
For Private & Personal Use Only
www.jainelibrary.org