________________
546
સંપાદકીય
અત્રે બે મહાપૂજનોનો સમાવેશ કરેલ છે ઃ
(૧) શ્રી માણિભદ્રવીર મહાપૂજન અને (ર) શ્રી માણિભદ્રવીર વિશિષ્ટ મહાપૂજન (આહુતિવિધાન).
આ બંને મહાપૂજનો સ્વતંત્ર કક્ષાનાં છે અને આ રીતે સર્વપ્રથમ વાર જ પ્રસિદ્ધ થઈ રહ્યા છે. આ એક નવું જ સંશોધન અને સંપાદનકાર્ય છે.
હોમ-હવન—વિધાનોની દિશામાં આ રીતનો જાહેર પ્રયત્ન સર્વપ્રથમ વાર જ છે. જાહેરમાં આ વિધાનો ઓછાં પ્રચલિત હોવા છતાં પણ, ખાસ પ્રસંગો પર, આ પ્રકારનાં વિધાનોની અતિ અનિવાર્યતા અને આવશ્યકતાને સહુ કોઈ જાણે-અજાણે સ્વીકારતા જ હોય છે. આ પ્રકારનાં વિધાનો વિના મહત્ત્વની વિધિઓ અપૂર્ણ રહેતી હોય છે તે પણ સત્ય વાત છે.
.
શ્રી માણિભદ્રવીર મહાપૂજન
—સંશોધક : સંપાદક— પૂજ્યપાદ યોગદિવાકર આચાર્યદેવ શ્રીમદ્ વિજયઆનંદઘનસૂરીશ્વજી મ. સા.ના શિષ્ય મુનિ પ્રદિપચંદ્રવિજય મહારાજ
મારા પૂજ્ય ગુરુદેવશ્રીને બંન્ને પૂજનવિધાનો તેના કાચા રૂપમાં પ્રાપ્ત હતાં અને તેના આધારે તેઓશ્રી એ વિધાનો જાહેરમાં વર્ષોથી કરાવી રહ્યા છે. પ્રથમ વિધાન તેઓશ્રીને નાડોલના પ્રાચીન જ્ઞાનભંડારમાંથી જૂની હસ્તલિખિત પ્રતમાંથી અને દ્વિતીય વિધાન મારવાડ જંકશને વયોવૃદ્ધ સ્વ. યતિ શ્રી લબ્ધિસાગરજી ( કે જેમના હસ્તે ૨૦૦થી વધુ પ્રતિષ્ઠાઓ થયેલી હતી) પાસેથી પ્રાપ્ત થયેલ. તેઓશ્રીએ જ મને પ્રેરણા કરી કે માણિભદ્રવીરનાં વિધાનો વ્યવસ્થિત રીતે છપાવ." અને મેં આ બંને કાચા રૂપમાં રહેલા વિધાનોમાં રહેલી અશુદ્ધિઓ, અવિધિઓ, અપૂર્તિઓ અને અસંકલનાઓને પ્રતિષ્ઠાકલ્પ" આદિના આધારે સંશોધિત કરીને દૂર કરી, જરૂર પડવાથી કેટલીક જગ્યાએ નવીન શ્લોકો, સ્તોત્ર આદિને ઉમેર્યાં અને એ રીતે યથામતિ શક્ય તેટલી પૂર્તિ કરી..
"
તપાગચ્છાધિષ્ઠાયક
સંપાદક દ્વારા પ્રગટ થયેલ પ્રત (પુસ્તક)માં ત્રણ મહાપૂજનો આપવામાં આવેલ છે. તેમાં ' શ્રી ધરણેન્દ્ર—પદ્માવતી વિશિષ્ટ મહાપૂજન ( આહુતિ વિધાન) " આપેલ છે, જે અત્રે પ્રગટ કરેલ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org