SearchBrowseAboutContactDonate
Page Preview
Page 539
Loading...
Download File
Download File
Page Text
________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 523 દઢ બને એટલું જ નહિ પણ મહાન બુદ્ધિમાનો અને અર્ધદગ્ધ માણસોને અપવાદ અને ઉત્સર્ગને નહિ સમજવાથી જીવનમાં થતા વ્યામોહને દલીલ પૂર્વક દૂર કરવાની શક્તિ તેમ જ શબ્દોના અર્થો, તેનાં રહસ્યો, ફલિતાર્થ અને ગુરુગમથી થતી ગંભીર જ્ઞાનાવસ્થા પ્રગટ થાય છે. તેવા મહાપુરુષોને ઉપાધ્યાયપદ મળે છે. આ અવસ્થા શાસનના સ્તંભ સદેશ છે, અર્થાત્ શાસનપ્રાસાદ અરિહંતના અભાવે આચાર્ય મહારાજ સંભાળે છે અને આચાર્યના સદ્ભાવમાં પણ અંતરંગ વ્યવસ્થા જાળવવાની જવાબદારી ઉપાધ્યાયને શિર હોય છે. આવી મહાન જવાબદાર અવસ્થા થોડા જ વખતમાં વ્યાકરણ, કાવ્ય, ન્યાય, છંદ, અલંકાર અને સ્વ–પર ધર્મશાસ્ત્રોમાં કુશલ બનેલ મુનિ અમૃતમેરુને પૂ. હેમવિમલસૂરીશ્વરજી મહારાજે વિક્રમ સંવત્ ૧૫૬૮માં લાલપુરનગરમાં આપી. ત્યારપછી તે ઉપાધ્યાય અમૃતમેરુ તરીકે જાહેર થયા. આ પદવી અંગેનો મહાન ઉલ્લાસથી મહોત્સવ સંઘવી ધીરજી શેઠે કર્યો હતો. આ પદ પામ્યા પછી ઉપાધ્યાય અમૃત મેરુ મુનિમંડળથી વીંટાઈ સાધુ વર્ગને જૈન સિદ્ધાંતનાં રહસ્યો, તેની પાછળ રહેલા તેના ગૂઢ મર્મો તેમ જ જૈનધર્મ ઉપર પાપીઓના થતા આક્ષેપો અને જૈન સિદ્ધાંતની અગાધતા સમજાવી વિરતિપરિણામમાં વધુ ને વધુ દઢાવસ્થામાં આગળ વધારતા હતા. માનવ માત્ર મહત્ત્વાકાંક્ષી હોય છે અને તે વાજબી પણ છે; પરંતુ મહત્ત્વાકાંક્ષાની દિશા બરાબર નક્કી કરવી તે જ ખરું કર્તવ્ય છે. ધન ઉપાર્જન કરનાર ધનાઢયો, સંગીત ગાનારા ગવૈયા, ઇમારત ચણનારા શિલ્પીઓ, અને રાજ્ય કરનારા રાજવીઓ – આ સૌ મહત્ત્વાકાંક્ષી હોય છે, અને તે પોતે પોતાના કાર્યમાં સૌ આગળ વધે છે. પરંતુ તેનું પરિણામ અને ફળ સત્તા–મદ–અભિમાન, વિષયલાલસાની પૂર્તિ અને વાહ વાહ સિવાય ભાગ્યે જ હોય છે. જેણે સત્તામદ, વિષયેલાલસા અને કીર્તિનો ત્યાગ કર્યો છે, જેણે સ્વદેહની દરકાર કે દેહની સાથે સંબંધ ધરાવનાર કુટુંબ-સ્વજન, માતાપિતા કે મિલકતને પણ પર અને સ્વહિતને પ્રતિબંધ માની ત્યાગ કર્યો છે તેના જીવનમાં પણ મહત્ત્વાકાંક્ષા હોય છે. પણ તે મહત્ત્વાકાંક્ષાનું ફળ જુદું, સ્વરૂપ જુદું અને તેનું મૂળ પણ જુદું હોય છે. - સાધુ જીવનમાં મહત્ત્વાકાંક્ષા, જીવનશુદ્ધિ, ગુણગ્રાહિતા પ્રાણીમાત્રની મૈત્રી અને શુદ્ધ ભાવના સ્વરૂપ હોય છે. સ્વજીવનશુદ્ધિના સૈનિક મુનિને પરની ચિંતા કરવાની કે પર માટે સમય વિતાવવાની દરકાર નથી હોતી, તેને તો સ્વજીવનશુદ્ધિના અસ્મલિત પ્રવાહમાં આગળ વધવાની અને તે શુદ્ધિમાં દઢ હસ્તગત થવાની જ તમન્ના હોય છે. આ તમન્નાની સચોટતા પરિપક્વ જ્ઞાનથી, વિકટ ઉપસર્ગોથી, મહાન લાલચોથી પણ અપ્રતિબદ્ધ જીવનથી પુરવાર થાય છે. - દુનિયામાં મહત્ત્વાકાંક્ષાના ફળ રૂપે સેનાપતિ, દીવાન કે કોષાધ્યક્ષ વગેરે પદવીની તે તે વ્યક્તિની ઇચ્છા હોય છે, જ્યારે મુનિજીવનમાં મહત્ત્વાકાંક્ષાના ફળરૂપે પદપ્રદાન એ વધુ જવાબદારીવાળી અને આવી પડેલ ગુરુની આજ્ઞાસમ મનાય છે. પદની ભાવના તે જૈન શાસનમાં પદ માટે અયોગ્ય સૂચવે છે, મહાપુરુષોનાં પદવીપ્રદાનો તેમની અનિચ્છામાં ગુરુની કે સંઘની આજ્ઞાને આધીન થઈને શાસનહિતદષ્ટિ ધ્યાનમાં રાખી તેઓને લેવાં પડે છે, અને તેઓ સમજે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy