________________
514
તપાગચ્છાધિષ્ઠાયક
જૈન શ્રાવકો પાસેથી માહિતી જાણવા મળી કે આજુબાજુનાં ગામોમાં એવી પરંપરા અને માન્યતા પરાપૂર્વકાલથી ચાલી આવે છે કે બાળક જ્યારે માતાના ઉદરમાં હોય અર્થાત્ સ્ત્રી ગર્ભાવસ્થામાં હોય તે સમયે આ દેવળને ઓળંગે, અહીંથી પસાર થાય તો બાળકના જન્મ પછી તે બાળક કે બાળકીના લગ્ન પૂર્વે અહીં આવી શ્રીફળ–સુખડી–દીવો ચડાવવો જ પડે.
આમાં પ્રમાદ, બેકાળજી કે અજાણતાથી ભૂલ થાય, સુખડી ચઢાવવાની રહી જાય તો તુરત તેનો પરચો મળે છે. પછી તેનો ઉપાય કોઈ ડૉકટર વૈદ્ય કે ભૂવો ન જ કરી શકે. તેનું નિવારણ તો માત્ર એક જ ઉપાય... પરિવાર સાથે વીર પાસે જઈ સુખડી ચડાવી માફી માંગવી પડે. આજે પણ જૈન-જૈનેતર ત્યાંથી પસાર થતાં તે ગોરડિયા વીરને ભૂલતા નથી. સુખડી ચડાવીને જ આગળ વધે છે. ભક્તોની ભીડને ભાંગનાર પ્રગટ પ્રભાવી ગોરડિયા દેવ.. બીજા કોઈ જ નહીં પરંતુ માણિભદ્રજી છે. વૃદ્ધ પુરુષો તેને માણિભદ્રજીના સ્થાન તરીકે જ માને છે.
પ્રાચીન ગ્રંથોમાં પણ માણિભદ્રનાં અનેક નામોમાં એક નામ ગોરડિયા વીર તરીકે મળે છે. તપાગચ્છીય સોમશાખાના માણિભદ્રના ઉપાસક શાંતિસોમસૂરિએ સ્વરચિત માણિભદ્ર છંદમાં સાફ સૂથરું જણાવેલ છે કે ઉજ્જૈનમાં બાવન વીરોનું સ્થાન છે. તેમાં ગોરડિયા વીર તે જ માણિભદ્ર છે. આ સૂરિવરે ૧૨૧ દિવસ આયંબિલ કરી માણિભદ્રજીને પ્રત્યક્ષ કરી આગલોડમાં માણિભદ્રની સ્થાપના કરી. તેઓએ માણિભદ્રજી, માણભદ્ર, માણેકચંદ, ગોરડિયા વીર વગેરે નામો જણાવ્યાં
" જૈન પરંપરાનો ઈતિહાસ" ત્રિપુટી મ.નો ગ્રંથ છે તે પણ આ ગોરૈયા વીરનું સ્થાન તે માણિભદ્રજીનું છે, તે હકીકતને પુષ્ટિ આપે છે. તેમાં સ્પષ્ટ જણાવેલ છે કે..." કંબોઈતીર્થમાં રેલ્વે પાટા પાસે જંગલમાં ગોરિયા વીરનું સ્થાન છે તે માણિભદ્રવીરનું ચમત્કારી સ્થાન છે." તે સ્થાન મંદિરમાં ગોરૈયા દેવનો આકાર જોતાં જ મગરવાડાના માણિભદ્રજીની સ્મૃતિ કરાવે છે. (જુઓ ફોટો આ જ ગ્રંથમાં ફોટો નં. ૧૩ આસપાસ)
આ બધી હકીકતો ગોરૈયા વીરના અપર નામ ધરાવતા આ સ્થાનને માણિભદ્રજીનું સ્થાન છે, એમ નિર્વિવાદિત સ્પષ્ટ થાય છે.
જંગલમાં રહેલા માણિભદ્રજીના આવા પ્રભાવી સ્થાન પ્રત્યે જૈનોનું ધ્યાન કેન્દ્રિત ન થવાના કારણે વર્તમાન કાળમાં આજુબાજુના પ્રાદેશિક ગ્રામ્યજનો તેને સંભાળે છે. તેમાં બીજા ફોટાઓ પણ લાગી ગયા છે; પરંતુ પૂર્વકાળમાં કંબોઈ તીર્થના મનમોહન પાર્શ્વનાથ ભગવંતના જિનાલયનો જીર્ણોદ્ધાર થયો ત્યારે તે જીર્ણોદ્ધાર કરાવનાર અમદાવાદના શેઠ શ્રી લાલભાઈ ઉમેદરાય લઠ્ઠાએ આ સ્થાનનો પણ જીર્ણોદ્ધાર કરાવેલો. જૈન તપાગચ્છીય અધિષ્ઠાયકના મંદિર તરીકે તે જીર્ણોદ્ધાર થયેલો. પૂર્વે પણ જીર્ણોદ્ધારની એક ચમત્કારી ઘટના ત્યાંના વૃદ્ધ પુરુષોના મુખે સાંભળવા મળે છે.
ચાણસ્મા-હારીજની રેલ્વે લાઈન ચાલુ થઈ ત્યારની બનેલી આ સત્ય ઘટના છે. મંદિરની નજીકથી જ રેલ્વે લાઈન પસાર થાય છે. ચાણસ્માં કે હારીજથી ઊપડેલી ટ્રેન-રેલગાડી આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org