SearchBrowseAboutContactDonate
Page Preview
Page 527
Loading...
Download File
Download File
Page Text
________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 511. મંદિર મુખ્ય ગણાય છે. દાદાના પ્રભાવથી આ મંદિરનો મહિમા વિશેષ રહ્યો છે. તેની જાહોજલાલી પણ ખૂબ જ છે. રતલામ શહેરની શોભા એટલે જ મોતીબાપજીનું મંદિર. પ્રગટ પ્રભાવી બીબડોદ તીર્થમંડન શ્રી માણિભદ્રજી રતલામથી પાંચ કિલોમીટર દૂર વિંધ્યાચલ પર્વતની શ્રેણિઓમાં શોભિત શ્રી આદીશ્વર ભગવાનનું એક અનેરું તીર્થધામ છે. મુનિસુવ્રતસ્વામી અને અન્ય પ્રતિમાઓ શોભિત છે. આ તીર્થમાં બિરાજમાન માણિભદ્રજીની પ્રાચીનતા અને પ્રભાવકતા ખ્યાતનામ છે. અનેક વખત અનેક ચમત્કારો દ્વારા દાદાએ પરચો આપ્યો છે. આ તીર્થના જીર્ણોદ્ધારમાં પૈસા ક્યાંથી આવી રહ્યા છે, તે જ જાણી શકાતું નથી. લાખો રૂપિયાનો ખર્ચ થઈ રહ્યો છે. સાધુ-સાધ્વીઓને સ્વપ્નમાં દર્શન આપી યાત્રા કરવાનો સંકેત આપે છે, તો ક્યારેક વિહારમાં પણ કોઈ અવનવું રૂપ લઈને સાથે ચાલતા હોવાનું પણ કહેવાય છે. દર રવિવારે મહાઆરતીમાં મોટા મહોત્સવ જેવું ભાસે છે. વિશેષ માહિતી માટે શ્રી કેશરિયાનાથ તીર્થ વ્યવસ્થાપક કમિટી – બીબડોદ (જિ. રતલામ) ૪૫૭૦૦૧ સરનામે પત્રવ્યવહાર કરવો. |F F F F F પ્રભાવક સ્થાનો અંગેની વિશેષ માહિતી સંકલનઃ પૂ. મુનિશ્રી પ્રશાંતવલ્લભવિજયજી મ." કુંભોજગિરિ તીર્થ – આ તીર્થના મૂળનાયક શ્રી જગવલ્લભ પાર્શ્વનાથ છે. આ તીર્થનું જિનાલય ૧૩૦ વર્ષ પ્રાચીન છે. ૧૨૫ વર્ષની ઉજવણી ભવ્યાતિભવ્ય રીતે હજારો ભાવિકગણની ઉપસ્થિતિ વચ્ચે થઈ હતી. તળેટીમાં બિરાજમાન શ્રી માણિભદ્રજીની પ્રતિષ્ઠા પાંચ વર્ષ પહેલાં થઈ છે. ગિરિરાજ ઉપર શ્રી માણિભદ્રજી ૧૩૦ વર્ષ પ્રાચીન છે. અત્યંત મહિમાવંત છે, જેનો ચમત્કાર અનેક ભાવિકોએ અનુભવ્યો છે. પૂનાથી છેક મદ્રાસ સુધીમાં આ એક માત્ર ૧૩૦ વર્ષ પ્રાચીન તીર્થ છે, જે દક્ષિણ મહારાષ્ટ્રના શત્રુંજય તીર્થના હુલામણા નામથી સુપ્રસિદ્ધ છે. દર વર્ષે કારતક સુદ ૧૫નો મેળો ભરાય છે. આજુબાજુનાં ગામો કોલ્હાપુર, સાંગલી, ઇચલકરંજી, કરાડ, આદિ અનેક નગરોથી વિશાળ ભાવિક ભાઈ–બહેનો અત્રે પધારે છે. અત્રે ભોજનશાળા ફી ચાલે છે. ધર્મશાળાની પણ ઉત્તમ વ્યવસ્થા છે. અનુકંપા અર્થે હૉસ્પિટલ આદિની પણ વિશિષ્ટ સુવિધાઓ છે. મીરજ:- અત્રે સુમતિનાથ ભગવાનનું જિનમંદિર છે. દેવવિમાન તુલ્ય સંપૂર્ણ પાષાણના આજિનમંદિરની બે વર્ષ પૂર્વે શાસનપ્રભાવના પૂર્વક પ્રતિષ્ઠા કરવામાં આવી છે. મીરજ આરોગ્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy