SearchBrowseAboutContactDonate
Page Preview
Page 505
Loading...
Download File
Download File
Page Text
________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ અને આલોકિત કરતી આંખો... જાપ-ધ્યાનમાં સ્થિરતા આવતાં જ વિવિધ રૂપ-સ્વરૂપમાં દાદાની ભવ્યતાનાં વિવિધ ચિત્રો જાણે દેખાં દેતાં હતાં... મનમાં તૃપ્તિને સંતોષનો ભાવ જાગ્યો. શહેરનાં જ બીજા એક જિનાલયમાં પણ શ્રી માણિભદ્રવીરની પ્રાચીન ને ભવ્યતમ પ્રતિમાનાં દર્શન આનંદ અસીમ બની ગયો... 489 ગિરિરાજ આરોહણનું પ્રથમ ચરણ હતું... બાબાનાં દેરાસરમાં મંગલપ્રવેશ હતો ત્યાંજ જમણી બાજુ અચાનક દ્રષ્ટી ગઈ.... ત્રણ-ચાર દેરીઓની સામે કેટલાંક ભાવુક ભક્તો હાથ જાડી દર્શન કરી રહ્યાં હતાં. સ્વાભાવિક તે બાજુ જવાની ભાવના જાગી..... યંત્ર-મંત્ર સંયુક્ત શ્રી પદ્માવતી દેવીનાં સ્થાનોથી આગળ વધતાં જ આશ્ચર્ય-ચકિત બની ગયો.. લગભગ ૧૦૦ વર્ષ પ્રાચીન શ્વેત આરસમાં બનેલી શ્રી માણિભદ્રજીની અલૌકિક મુદ્રા સાથેની પ્રતિમા હતી. શહેરમાં દર્શન થયા.. જય તલેટી પર દર્શન થયા.... પરંતુ શું ગિરિરાજપર દાદા આદેશ્વરના દેહરા સાથે બાબા માણિભદ્રની કોઈ દેહરી... સ્થાન પણ નહીં હોય.....? વણથંભી યાત્રા આગળ વધી... સિદ્ધાત્વને વરેલા પુણ્ય-પુરુષોનાં પાવન પગલાંને જુહારતાં અચાનક નજર પડી.... શ્રી પૂજ્ય—પદ્માવતીજીની ટુંકપર... જિનશાસન દેવીનાં દર્શન કરતાં અચાનક એક તરફ દ્રષ્ટી ગઈ.... દીર્ઘ સામમથી જેની ખોજમાં હતો એ અમૂલ્ય ખજાનો ત્યાં હતો. શ્રી પદ્માવતી દેવીની પ્રતિમાની ડાબી બાજુ એક સ્થાનમાં શ્રી માણિભદ્રવીરની અતિ પ્રાચિન પ્રતિમા હતી. ભલે મૂર્તિ નાની હતી પરન્તુ એટલી ચિત્તાકર્ષક ને નયનરમ્ય છે કે ભક્તની ભાવનાઓમાં ભરતી આવ્યા વિના રહે નહી. અને હું પ્રતિમા-દર્શન પછી કલ્પનાલોકમાં ખોવાઈ ગયો. આ સ્થાન ગિરિરાજ પર જે જગ્યાએ છે ત્યાં પાલીતાણા શહેર-નવ ટૂકનાં દેરાસરો–સદાબહાર શેત્રુંજી નદી... નીલ આકાશને બધી દિશાઓનાં દર્શન થાય છે. સોનગઢને વલ્લભીપુર સુધી જાણે દ્રષ્ટિ દોડતી–ઉડતી રહે છે. શું... માણેકશાહની નજર પણ પાલિતાણાની યાત્રા આગળ વધતાં આ ગિરિશૃંગપર જ અટકી હશે...... તીર્થાધિરાજનાં સર્વોચ્ચ શિખર પર નહીંને અર્ધરસ્તે પ્રતિમાની સ્થાપના કેમ...? પ્રશ્ન જેમ વાસ્તવિક છે તેમ જવાબ પણ તેનો અકાટય છે. માણેકશાહની પદ યાત્રા તીર્થ યાત્રા અર્ધરસ્તે જ સમાપ્ત થઈ તો તેમનાં બેસણાં પણ યાત્રા અર્ધરસ્તે જ સમાપ્ત થઈ તો તેમનાં બેસણા ગિરિરાજનાં મધ્યમાં જ થયા.... ઉપર સુધી નહીં. શ્રી માણેકશાહ પ્રભુ પાર્શ્વનાથની સાથે માતા પદ્માવતીનાં પણ ઉપાસક હતાં. જન્મભૂમિસ્ચલ ઉજ્જૈન ભેરૂગઢનાં માણેકચોકમાં જે પ્રાચીન જિનાલય છે તેમાં પદ્માવતી યુક્ત શ્રી પાર્શ્વનાથની સામે સિદ્ધવડનું જે મૂળસ્થાન છે ત્યાંનું મુખારવિંદ અને હસમુખ દ્રષ્ટિ સતત આ તરફ મંડારાયેલી રહે છે. દેરાસરમાં પણ આ જ રીતે શ્રી માણિભદ્રજીની પ્રતિમા પિંડરૂપે વિરાજમાન છે. બસ... આવી જ સ્થિતિ ગિરિરાજની મધ્યમાં શ્રી પદ્માવતીજીની સાથે સુશોભિત બની રહ્યાં છે. દાદા શ્રી માણિભદ્રવીર... જોતી રહે અખિયન સદા એમને. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy